________________
શારદા સીગર જેવું છે. વિભાવની વૈરી વનિતા સાથે વસીને જીવે આજ સુધી ઘેર દુઃખ ભોગવ્યા છે. છતાં કોણ જાણે એને સંગ છેડવો ગમતું નથી. પણ એટલું જરૂર યાદ રાખો કે જે જી વિભાવની વનિતાના બાહુપાશમાં જકડાયા તે નરક તિર્યંચાદિ દુર્ગતિના મહેમાન બન્યા છે. તે વિભાવ રૂપ વનિતાએ છ ઉપર કાળો કેર વર્તાવ્યો છે છતાં જાણે હું તે તમારી છું. તમારા સુખે સુખી અને તમારા દુખે દુખી રહેનારી છું. એવા મીઠા વચને બેલોને જાણે જીવને લલચાવતી ન હોય તેમ જીવ સાથે અનાદિકાળથી વર્તન કરે છે. છતાં મોહમાં પાગલ બનેલે જીવ વિભાવમાં રમણુતા કરે છે. માટે સમજીને હવે સ્વભાવમાં આવે.
અનાથી નિગ્રંથ વિભાવની વનિતાને ત્યાગ કરી સ્વભાવની સરિતામાં સ્નાન કરી રહ્યા છે. આત્મમસ્તીમાં ઝૂલી રહ્યા છે. કાઉસગ્ગ ધ્યાનમાં સ્થિર છે. આવા મુનિને જોતાં રાજા શ્રેણીક આશ્ચર્ય પામી ગયા ને બેલી ઉઠયા.
अहो वण्णो अहो रुवं, अहो अज्जस्स सोमया : अहो खंती अहो मुत्ती, अहो, भोगे असंगया ॥
ઉત્ત. સૂ. અ. ૨૦, ગાથા ૬ અહો ! શું આ મુનિને વર્ણ છે! શું તેમનું રૂપ છે કે શું તેમની સૌમ્યતા છે! આ ગાથામાં છ વખત અહો શબ્દ આવે છે. અહીં શબ્દ આશ્ચર્યને સૂચક છે. એટલે મુનિમાં છ પ્રકારે તેમને આશ્ચર્ય લાગ્યું છે. સર્વ પ્રથમ તેમને મુનિને વર્ણ અને રૂપ જોઈને આશ્ચર્ય થયું. રૂપ તે ઘણુનું હોય છે પણ જેની અસર બીજા ઉપર પડે ને તેનાથી બીજા છ સુધરે તે સાચું રૂપ છે. ઘણીવાર આવું નિર્મળ રૂપ પણ બીજાને પ્રભાવિત કરે છે. અહીં શ્રેણક રાજા મુનિનું રૂપ જોઈને પ્રભાવિત થયા. રાય પ્રણ સૂત્રમાં પણ આ દાખલો છે.
રાજા પરદેશી ખૂબ નાસ્તિક હતા. કારણ કે તેની માન્યતા એવી હતી કે જીવ અને કાયા” એક છે પરંતુ જીવ અને કાયા બંને અલગ છે. આ બાબતમાં એને શંકા હતી. જે જીવ અને કાયા અલગ હોય તે જીવ કેમ દેખાતો નથી? તે સિવાય લેક એમ કહે છે કે જે ધર્મ કરે તે સ્વર્ગ અથવા મેક્ષમાં જાય છે ને જે પાપ કરે છે તે નરકમાં જાય છે. તે મારા દાદીમા તે ખૂબ ધમષ્ઠ હતા ને તપ ત્યાગ કરતા હતા. તે એ સ્વર્ગમાં ગયા હશેને. જે તે સ્વર્ગમાં ગયા હોય તો મને કેમ કહેવા નથી આવતા કે દીકરા! મેં તપ-દાન આદિ ધર્મ ક્રિયાઓ કરી તેથી સ્વર્ગમાં ગઈ ને ત્યાં મને બહુ સુખ મળ્યું છે માટે તું ધર્મના કાર્યો કર.
બીજી વાત મારા દાદા બહુ પાપી હતા. તો તેઓ પાપ કરીને નરકમાં જ ગયા હશે–તે તેઓ પણ કેમ નથી કહેવા આવતા કે મેં બહુ પાપ કર્યો તેથી નસ્કમાં મારે