________________
શારદા સારા
૧૧૯
ધર્મરૂચી અણગારને નાગેશ્રીએ કડવી તુંબીને આહાર વહરાવ્યું તે લઈને ગુરૂને બતાવ્યું. જુઓ ! ગુરૂને બતાવવામાં કેટલે લાભ થયો? તમને થાય કે એમાં શું બતાવવું છે ! જે ગુરૂને બતાવવા આવ્યા ન હોત તે આ શાક ઝેરી છે તેની ખબર કયાંથી પડત ! બહુ થાત તો કડવો આહાર દૂધપાક માનીને આરેગી જાત. પણ ઝેરી આહાર છે તે જાણી શકત નહિ. ગુરૂના મતિ-શ્રુત જ્ઞાન નિર્મળ હતા. તેના દ્વારા જાણ્યું કે આ આહાર ઝેરી છે. તેથી કહ્યું કે હું મારા વ્હાલા અંતેવાસી શિષ્ય ધર્મરચી અણગાર ! આ આહારને તમે આરોગશો તે મૃત્યુને શરણુ બનશે. આ આહાર ખાવા
ગ્ય નથી. તમે કેઈ નિર્દોષ જગ્યાએ જ્યાં કેઈ જીવોની હિંસા ન થાય ત્યાં પરઠવી આવે. ગુરૂએ આ પ્રમાણે આજ્ઞા કરી.
બંધુઓ ! જે ગુરૂની આજ્ઞા તહેત કરે છે તેનું કામ થઈ જાય છે. ગુરૂ શિષ્યને અનુકૂળ આજ્ઞા કરે કે પ્રતિકૂળ હોય તેવી આજ્ઞા કરે પણ વિનયવાન શિષ્ય તે એક જ વિચાર કરે કે મારા માટે “ગુરૂની આજ્ઞાના પાલન જેવું બીજું એક પણ
ઔષધ નથી.” પછી ગુરૂની આજ્ઞા ગમે તેવી કઠીન હોય છે તેમાં મારે ચિંતા કરવાની શી જરૂર? મેં દીક્ષા લીધી ત્યારથી મારું તન અને મન જે ગુરૂના ચરણમાં અર્પણ કર્યું છે તે મારી સંભાળ રાખવાવાળા બેઠા છે. મારે ચિંતા કરવાની કંઈ જરૂર નથી. ગુરૂ મને જે કંઈ કહે છે તે “મમ રામોત્તિ Uિ” મારા હિતને માટે કહે છે. આ રીતે વિચાર કરે પણ ગુરૂના દેષ જુવે નહિ.
આવા વિનયવાન ધર્મરૂચી અણગારે ગુરૂ આજ્ઞા તહત્ કરી. આંખને ખૂણે પણ લાલ ન થયું કે મારે જ પરવવા જવાનું. બીજાને મેકલ્યા હતા તે શું વાધે? પણ શું બન્યું -
ગુરૂજીના શબ્દ સુણીને, મુનિ ચાલ્યા તુંબી પાઠવવામાં એક જ બિંદુ પાડયું જોવા ત્યાં, કીડીઓની થઈ હારમાળા, તાલફટ વિષના પ્રતાપે, કીડીઓ ત્યાં પ્રાણુ ગુમાવે રે...ધર્મષ...
ગુરૂની આજ્ઞા થતાં ઊભા થઈ ગુરૂને વંદન કરી હાથમાં શાકનું પાત્ર લઈને યત્નાપૂર્વક ચાલવા લાગ્યા. બસ, મનમાં એક જ ભાવના છે કે હું કે ભાગ્યવાન કે ગુરૂએ મને આજ્ઞા કરી. મારા ગુરૂદેવની મારા ઉપર કેટલી બધી કૃપાદષ્ટિ છેમારું કલ્યાણ કરાવવા મારું કેટલું ધ્યાન રાખે છે! આમ ગુરૂના ગુણોનું ચિંતન કરતા માઈલે સુધી દૂર જંગલમાં ચાલી નીકળ્યા. કારણ કે જ્યાં પિચી જમીન હોય ત્યાં કીડીઓ ખૂબ હેય એવી જમીનમાં પરઠવાય નહિ. નિર્દોષ ભૂમિનું નિરીક્ષણ કરતાં ઘણે દૂર જંગલમાં ગયા ને જ્યાં કુંભારના નિભાડા જેવી કઠણ ભૂમિ હતી ત્યાં આવીને ઉભા રહ્યા. જમીન તે કઠણ છે પણ ગુરૂદેવની આજ્ઞા હતી કે જ્યાં એક પણ જીવની હિંસા ન થાય ત્યાં