________________
શારદા સાગર
૧૨૩
વસંતમાલાના દિલના પણ ટુકડા થઈ ગયા. આભૂષણો બધા નોકરોને આપી દીધા. વસંતમાલા રડતી રડતી અંજના પાસે આવીને કહે છે બહેન! તું પવનછ પવનછ કરે છે પણ હવે એમને મોહ છોડી દે. જે એમના કેપને પાર નથી. જે એમને આવું જ કરવું હતું તે શા માટે પરણ્યા? જરા ગુસ્સામાં આવીને વસંતમાલા બોલી એટલે અંજના કહે છે વસંતમાલા ! તારે જે કહેવું હોય તે મને ખુશીથી કહેજે, પણ મારા સ્વામીને એક શબ્દ ન કહીશ. એ તો ખૂબ પવિત્ર ને દયાળુ છે. એ મારા સામું નથી જોતાં તેમાં મારા કર્મને દોષ છે એમ કહીને વસંતમાલાને શાંત પાડી.
પવનએ બારી આડી ભીંત ચણાવી” – અંજનાના મહેલના પાછલા ભાગમાં એક બારી હતી. પવનછ દરરોજ ઘેડે બેસીને ફરવા જતા તે બારીએથી દેખાતું હતું. અંજના દરરોજ બારીએથી પવનજીના દર્શન કરી તેના મનને આનંદિત બનાવતી ને કહેતી સ્વામીનાથ! મારે ગુન્હો માફ કરજો. એક દિવસ પવનની દષ્ટિ અંજનાના મહેલ ઉપર પડી અને બારીએથી અંજનાને દર્શન કરતી જોઈ. ત્યાં પવનના દિલમાં કેની જવાળા પ્રગટીને મનમાં બેલ્યા એ પાપણીનું ડાચું જેવું મને ગમતું નથી. એ શા માટે મારા સામું જુએ છે? મહેલે જઈ માણસને બારી પૂરાવી દેવાને હુકમ કર્યો. માણસે બારી આડી ભીંત ચણે છે ત્યારે અંજના પૂછે છેભાઈ શા માટે દિવાલ ચણે છે? ત્યારે કહે છે પવનકુમારને ડર છે. આ સાંભળી અંજનાને ખૂબ દુખ થયું. અરેરે સ્વામીનાથ! હું બારીએથી આપના દર્શન કરતી હતી તે પણ હવે બંધ થઈ જશે એમ બેલતી મૂછ ખાઈને ધરતી પર પડી ગઈ. વસંતમાલા શીત પચાર કરી તેને ભાનમાં લાવે છે. ત્યારે અંજના શું બોલે છે? હે સ્વામીનાથ! હું કેવી કમભાગી છું કે આપની શાંતિમાં વિજ્ઞ પાડું છું. હું આપને પરણને દુઃખી બનાવી રહી છું. મહાન આત્માઓને ગમે તેટલા કષ્ટ પડે તો પણ પિતાના કર્મને દેષ કાઢે છે. એ કેઈને દેષ દેતા નથી. પરણ્યાને એક વર્ષ થયું પણ પવનજીએ તેના સામું જોયું નથી. મહેલે કદી આવ્યા નથી. છતાં રાજમહેલમાં વસંતમાલા સિવાય કોઈ આ વાત જાણતું નથી. રાજા પ્રહલાદ કે કેતુમતી કઈ જાણતા નથી.
સો ભાઈઓની એક બહેન અને માતા-પિતાની લાડકવાઈ છે. બાર મહિનાથી દીકરીનું મુખ જોયું નથી. અંજનાના પિયરથી તેનો નાનો ભાઈ બહેનને તેડવા આવે છે. અંજનાના સાસુ-સસરાને કહે છે. મારા માતા-પિતા મારી બહેનને મળવા ખૂબ ઝંખે છે. તમે મેકલે. સાસુ સસરા રજા આપે છે પણ અંજના જવાની ના પાડે છે. સાસુ કહે ને પવન ના પાડતે હેય તે હું સમજાવું. અંજના કહે એ તે મને કદી ના પાડતા નથી. ભાઈએ ખૂબ આગ્રહ કર્યો પણ અંજના કહે પછી આવીશ. એમ કહીને ભાઈને વિદાય કરે છે. સાસરે ગમે તેવું સુખ હેય પણ પિયર જવું કે ન ગમે? પણ અંજનાએ