________________
શારદા સાગર
અહે! શું આ મુનિનો વર્ણ છે! શું એનું રૂપ છે! અહીં તમને થશે કે વર્ણ અને રૂપમાં શું ફેર? અહીં વર્ણ અને રૂપમાં ફેર છે. જેમ કોઈ માણસના શરીરને આકાર સુંદર હોય તેની સાથે તેની ચામડીને વર્ણ પણે સુંદર હોય તે તેને તમે સૌન્દર્યવાન કે સુવર્ણવાન કહે છે ને! જેમ સેનાને સુવર્ણ કહો છે. શા માટે? એને રંગ પીળે છે તેથી? જે રંગને કારણે કહેતા હો તે પિત્તળનો વર્ણ સેના જેવો પીળે જ છે ને? છતાં એને સુવર્ણ કેમ નથી કહેતા? કારણ કે સુવર્ણમાં રૂપની સાથે ગુણ રહેલા છે. સેનાને તમે ધરતીમાં દાટો તે તેના પરમાણુઓમાં એવી વિશેષતા છે કે વર્ષો સુધી જમીનમાં રાખીને કાઢશે તે પણ તેનું વજન ઓછું નહિ થાય. તેને કાટ ચઢશે નહિ. પણ જે પિત્તળને પાંચ-સાત વર્ષ સુધી જમીનમાં દાટી રાખવામાં આવે તો તેના ઉપર કાટ ચઢી જશે, સડવા જેવું થઈ જશે. પણ સેનામાં એવી ચીકાશ છે કે તે સડતું નથી. બીજુ તે વજનમાં ભારે હોય છે. ત્રીજી વાત એના પરમાણુઓમાં એવી ચીકાશ હોય છે કે તેને ઝીણામાં ઝીણો તાર કાઢી શકાય છે. આ રીતે સેનામાં વર્ણની સાથે બીજી વિશેષતાઓ હોવાથી તેને સુવર્ણ કહેવામાં આવે છે. કેવળ વર્ણની સમાનતા હોય પણ ગુણ ન હોય તે એ વર્ણ ઉપર છે. પિત્તળમાં ને સુવર્ણ માં વર્ણની સમાનતા છે પણ ગુણમાં સમાનતા નથી.
આ રીતે અનાથી મુનિનું રૂપ તે છે પણે સાથે ગુણની વિશેષતા છે. રૂપની સાથે જે ગુણ હોય તે સેનામાં સુગંધ ભળી જાય તેવું બને છે. પણ આજે તો ગુણની કિંમત અંકાતી નથી. ચામડાના સેંદર્યની કિંમત અંકાય છે. આપણામાં રહેલા કે ધાદિ કષાયે પણ સૌદર્યના દુશ્મન છે. જે તમારે સાચા સૌન્દર્યવાન બનવું હોય તે દુર્ગાને દફનાવવા પડશે અને દિલની તિજોરીમાં સદ્દગુણનો ખજાનો ભરે જોઈશે. જેના દિલની તિજોરીમાં સદ્દગુણનો ખજાને ભર્યો છે તે જ્યાં જાય છે ત્યાં પૂજાય છે. આજે ભલે તમે બાહ્યરૂપને જોતા થઈ ગયા પણ અંતરાત્માને પૂછશે તે અને તે આંતરિક સૌંદર્ય રૂચે છે. પણ આજે તે આત્મસૌન્દર્યને છોડી દેહનું સૌંદર્ય વધારવામાં માનવ રચેપ રહે છે. જે સૌન્દર્ય ક્ષણભંગુર છે તેને વધારવામાં માનવ તેને અમૂલ્ય સમય વેડફી રહ્યો છે. પણ એટલું યાદ રાખજો કે રૂપની છાયામાં કામરૂપી શયતાનને વાસ છે. રૂપ હાય, શણગાર સજે, ટાપટીપ કરે આથી અજ્ઞાની છને વિકાર ઉત્પન્ન થાય છે. માટે ટાપટીપ ત્યાગ કરવા જેવા છે. --
નશ્વર દેહના રૂપને મેહ ના કરે" - આ શરીરના સૌંદર્યમાં ભરતી પછી ઓટ આવે છે. જેમ સનતકુમાર ચક્રવતિનું સૌંદર્ય કેવું હતું જેને જોવા દેવલોકમાંથી દેવે પૃથ્વી ઉપર આવ્યા. પણ જ્યાં શરીરમાં સોળ રેગે ઉત્પન્ન થયા એટલે બધું સૌંદર્ય વિલીન થઈ ગયું. પણ આત્માનું સૌંદર્ય એવું છે કે જે દિનપ્રતિદિન વધતું રહે