________________
શારદા સાગર
૧૦૧ જેટલી વિદ્વતા છે એટલે આપને ચહેરો સુંદર હોત તે સારું થાત. કવિ કાલિદાસ કંઈ જેવા તેવા ન હતા. ખૂબ વિચક્ષણ હતા. આ શબ્દો કહેવાની પાછળ રાજાને શું ભાવ છે તે સમજી ગયા. આ શબ્દો પાછળ રાજાને તેના રૂપનું અભિમાન હતું. કવિ આ વાત બરાબર સમજતા હતા. ડી વાર પછી રાજાને પાણીની તરસ લાગી. કવિ કાલિદાસે પાસે પડેલા સેનાના લેટામાં પાણી આપ્યું. એક ઘૂંટડો પાણી પીતા રાજા બેલી ઉઠયા અરે ! પાણી તો ગરમાગરમ છે. ઠંડું પાણી છે કે નહિ? હા છે. પણ સેનાના પાત્રમાં નથી. માટીના પાત્રમાં છે. કવિ કાલિદાસે વ્યંગમાં કહ્યું-રાજા કહે ભલેને ગમે તેમાં હેય. મારે તે ઠંડુ પાણી જોઈએ છે ને ! માટીના કુંજામાંથી કાલિદાસે ઠંડુ પાણી આપ્યું. એ પાણી પીવાથી રાજાની તૃષા શાંત થઈ ગઈ. પછી કવિ કાલિદાસે રાજાને ધીમેથી કહ્યું. મહારાજા! પાણી તે બંને પાત્રમાં સરખું ભર્યું હતું, પણ સેનાના લેટામાં ભરેલું પાણી ગરમ થઈ ગયું અને માટીના પાત્રમાં ભરેલું પાણી ઠંડુ થયું. એવી રીતે વિદ્વતા કે મહાનતાને રૂપ-કુરૂપ સાથે કોઈ સંબંધ નથી. દુનિયામાં એવા ઘણાય માણસ છે કે રૂપમાં એને જેટે ન જડે પણ ગુણમાં મોટું મીંડુ હોય છે. રૂપની સાથે ગુણ હોય તે એની શોભા છે. કવિ કાલિદાસની વાત સાંભળી વિક્રમાદિત્ય મૌન થઈ ગયા. - સૌંદર્ય વિષે મહાત્મા ગાંધીજીના પુસ્તકમાં પણ એક જગ્યાએ લખ્યું છે કે તું શણગાર કે સજ? શણગાર દેહને સજાવશે કે આત્માને ? આત્માને. તે આત્માને કયા શણગાર સજાવવાના આત્માને સદ્ગણના શણગાર સજવાના છે. આત્મા સગુણને ભંડાર, સત્ય શીયળને શણગાર,
એની શેભા અપરંપાર (૨) હે આત્મા! તું સગુણને શણગાર સજી લે. કારણ કે તારે પરમાત્મા રૂપી પતિને ત્યાં જવાનું છે.
મારા ભાઈઓ ને મારી બહેન ! હું તમને કહું છું કે તમે આવા શણગાર સજે. આજની ટાપટીપ અને સૌંદર્ય કેટલું ખતરનાક છે! કંઈક બહેને શણગાર સજીને તૈયાર થઈને બહાર નીકળે છે એ જોઈને બીજા પુરૂષની દૃષ્ટિ બગડે છે. તે એમાં એ કર્મબંધનનું નિમિત્ત બને છે. સતી સ્ત્રીઓ પતિનું મન રંજન કરવા રાત્રે ગમે તેટલા શણગાર સજે, બધું કરે પણ સવાર પડતાં એવે સાદે વેશ પહેરવે જોઈએ કે કેઈનું મન બગડે નહિ. આગળની સતી સ્ત્રીઓના ચારિત્ર ઉપર કઈ તરાપ મારવા આવે તે પ્રાણ કાઢતી પણ ચારિત્ર ગુમાવતી નહિ. જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે તું ચારિત્રનું રક્ષણ કરજે. જે. ચારિત્ર ગુમાવવાને વખત આવે તે જીભ કરડીને મરી જજે પણ ચારિત્ર ગુમાવીશ નહિ. શીયળના રક્ષણ માટે આપઘાત કરવામાં પાપ નથી. કેઈ માણસ ઘરના કલેશથી કપાયને