________________
૧૧૨
શોરદા સાગર
નાગેશ્રી બ્રાહ્મણીના ઘેર આવ્યા. જુઓ, કેવા પુણ્યને ઉદય! ગામમાં જેનના ઘર ન હતા? ઘણુ હતાં, છતાં મુનિ નાગેશ્રીના ઘેર કેમ ગયા? તમારે ઘેર હાલ ચાલીને સંત આવે તો સમજજે કે મારા જખર પુણ્યનો ઉદય છે. સંત પધારે ત્યારે મેડી ઉપર ઊભા હો તો સાત આઠ પગલા સામા જઈ સત્કાર કરજે. અને જે સાધુને કલ્પે એવી સૂઝતી ચીજ હોય તે તમારા હાથથી લાભ લેજે.
જેના દિલમાં ગુરૂ પ્રત્યેની અપાર ભકિત છે, જેની ચાલમાં જ્યણ છે, જેના નયનેમાં કરૂણાના ઝરણું વહે છે, માસખમણુનું પારણું હોવા છતાં મુખ ઉપર અલૌકિક પ્રસન્નતા છે તેવા મુનિરાજ હાથમાં એક પાત્ર-લેઈને નાગેશ્રીને ત્યાં ગૌચરી માટે પધાર્યા. તે વખતે નાગેશ્રી ખૂબ ભાવપૂર્વક અંતરના ઉમળકાથી મુનિને કહે છે પધારે. પધારે. ગુરૂદેવ! આજે મારું આંગણું પાવન થઈ ગયું. મારી રંક ઝૂંપડીમાં સેનાને સૂર્ય ઉગે. એમ બોલતી ઊભી થઈને મુનિના સામે ગઈ. જુઓ, જેન ન હતી પણ માયાથી વિવેક કેટલે કરે છે. બાઈના ભાવ જોઈ મુનિ પિતાનું પાત્ર ધરે છે અને પાત્રમાં કડવી તુંબીનું શાક નાગેશ્રીએ ઉત્કૃષ્ટ ભાવે વહેરાવી દીધું.
નાગેશ્રી પાસે જીભમાં મીઠાશ હતી, પણ હદયની મીઠાશ ન હતી. એણે સંતને સંત રૂપે પિછાણ્યા નહિ. એણે માન્યું ઠીક થયું. આ ઘેર બેઠા અણુતે ઉકરડો આવી ગયેા. એણે આવા પવિત્ર મુનિને ઉકરડા રૂપે જોયા. નાગેશ્રીના હૃદયમાં રહેલી કપટ ભાવનાને સરળ પ્રકૃતિવાળા સંત પીછાણી શક્યા નહિ. અહીં વાત એમ બની હતી કે નાગેશ્રી ભૂલ કરીને પોતાની ભૂલને છુપાવવા માગતી હતી. એની ભૂલ બહાર બતાવવા માંગતી ન હતી. એના ઘેર એના દિયર-દેરાણુઓ બધા જમવા આવવાના હતા એટલે તેણે તેલ મસાલાથી ભરપૂર તુંબડીનું શાક બનાવ્યું હતું. પણ એ તુંબડી કડવી હતી તે એને પછી ખબર પડી. હવે એ શાક નાખી દેવું પડયું એમ કઈ જાણી જાય તે એની દેરાણીઓ મજાક કરે. એ એને ગમતું નથી. એટલે તેણે એ વિચાર કર્યો કે આ મુનિ ગમે તેમ થશે તે કઈને કહેશે નહિ. ઉકરડામાં કઈ વિષ્ટા નાંખે કે સુગંધી પદાર્થો નાંખે, હીરાકણીઓ નાંખે કે કાચના ટુકડા નાંખે તે પણ તે પચાવી લે છે. એ કઈને કહેતું નથી. તે રીતે મુનિ પણ “ઢવી અને મુળ વેજ્ઞા” પૃથ્વીની જેમ સહનશીલ હોય છે, તે પણ કઈને કઈ કહે નહિ.
પિતાની ભૂલ છૂપાવવા ખાતર એણે એટલો વિચાર ન કર્યો કે આ મહાન પવિત્ર અને તપસ્વી મુનિનું શું થશે? એણે એ વિચાર ન કર્યો કે જે શાક આપણાથી ન ખવાય તે તપસ્વી મુનિને કેમ અપાય? એણે તો એમ જ માની લીધું કે સંત હાલીચાલીને મારા ઘેર આવ્યા છે. હું કંઈ તેમને બેલાવવા ગઈ ન હતી. એ મારે ઘેર આવ્યા ને મેં વહરાવ્યું તેમાં મારે દેષ ક્યાં છે? બીજું, મારે ઉકરડે નાંખવા જવાનું