________________
૧૧૦.
શારદા સાગર
પરિચય થશે ત્યારે રાગ-દ્વેષના પાયભાવ બની જાય. આ રીતે આત્માનો અનુભવ કરવા જીવને જડને ઉંડાણપૂર્વક વિવેક કરવાનું છે. હે જીવ! તું કેણ છે? કયાંથી આવ્યું છે? તે જવાબ મળશે–અવ્યવહાર રાશીમાં તારી કેવી દશા હતી? ધૂળની સાથે સોનું હોય તેમ જડની સાથે જીવ હતું. તેમાંથી –જીવ અવ્યવહાર રાશિમાંથી બહાર આવ્યું ત્યાંથી તેની યાત્રાનો પ્રારંભ થયે. અનેક જન્મો કરતાં માનવદેહમાં આવ્યા. અહીં આવીને જીવે દર્શન મોહિનીયને ક્ષયે પશમ કરવા માટે પ્રબળ પુરૂષાર્થ કરવાને છે. કારણ કે દર્શન મેહનીયના ક્ષપશમથી સ્વને અનુભવ થાય છે. આ સંસારની સફર અટકાવવા ને શાશ્વત સુખને પ્રાપ્ત કરવા માટે જીવે અવશ્ય પુરૂષાર્થ કરે જોઈએ. વાદળ ખસે તે શું થાય? સૂર્યને પ્રકાશ આવે. જેમ નાળિયેર ફૂટે ને અંદરથી મીઠું પાણી બહાર આવે તેમ દર્શન મોહનીય તૂટે છે ને અંદરથી પ્રકાશ બહાર આવે છે એટલે તત્ત્વની રૂચી થાય છે.
અહીં આપણે જેને અધિકાર ચાલે છે તે શ્રેણીક રાજાના જીવનમાંથી મોહનીય કર્મના કાળા વાદળા હવે ખસી જશેને સમ્યકત્વને સૂર્ય પ્રગટ થવાને છે એટલે મુનિને જોતાં જ તેઓ સ્થભી ગયા ને કહેવા લાગ્યા કે અહો ! શું તમારે વર્ણ છે ને શું તમારું રૂપ છે! તમારું રૂપ તો કઈ અલૌકિક છે. બંધુઓ ! દુનિયામાં રૂપ તો ઘણુંને હોય છે પણ રૂપરૂપમાં ફેર છે. સાચા ફૂલ એ પણ ફૂલ છે ને કાગળ કે પ્લાસ્ટીકના ફૂલ એ પણ ફૂલ છે. પેલા અસલ પુષ્પમાંથી સુગંધ મળે છે પણ કાગળ કે પ્લાસ્ટિકના પુષ્પ ગમે તેટલા દેખાવમાં સુંદર હોય છે તેમાંથી સુગંધ મળતી નથી. કોઈ માણસને લોહીનું એનીમીક થઈ ગયું હોય તે તે રૂપાળો દેખાય પણ એ સાચું રૂપ નથી. ફીકાશ છે. અંદર શક્તિ નથી હોતી. તેમ બાહ્યરૂપ હોય પણ જે અંદરમાં ગુણુ ન હોય તે તે રૂપમાં ફીકાશ છે. રૂપ હોય ને સાથે જે ગુણ હોય તો એર તેજસ્વિતા આવે છે.
આવા ગુણવાન આત્માઓને કહેવું નથી પડતું કે મારામાં ગુણ છે. એ તે આપ મેળે પરખાઈ જાય છે. લસણ હશે તે દુર્ગધ આવશે ને કસ્તુરી હશે તો સુવાસ મહેકશે. પિતાના ગુણની જાહેરાત કરવાની જરૂર નથી. અહીં અનાથી મુનિ રાજાને કંઈ કહેવા નથી ગયા પણ એમનામાં રહેલા ગુણોનું માપ તેમની સૌમ્ય મુખાકૃતિ ઉપરથી નીકળી ગયું. નહિતર શ્રેણીક જે ચાર બુદ્ધિને ધણી આકર્ષાય ખરો? સાચા મુનિએ તે જગતથી જુદા હોય છે. આપણું ને તેમની પ્રકૃતિમાં પણ ફેર છે. પજે નિંદે કે માનવી રે, તેમાં રખે સમભાવ, (૨)
ચેગી રમે સમભાવમાં છેડી દુનિયાની આશ... કઈ મુનિને સત્કાર કરે છે કે તિરસ્કાર કરે, કઈ ગાળ દે કે કોઈ પ્રશંસા કરે,