________________
૧૧૪
શારદા સાગર
પુપની વર્ષા વરસાવી. આખો દિવસ તે પસાર થઈ ગયે. અંજનાનું હદય પવનકુમારના દર્શન કરવા માટે ઝંખી રહ્યું છે.
રાત્રી પડી. અંધારું થયું. હમણ પતિદેવ આવશે તેમ ઉત્સુકતાથી અંજના પતિની રાહ જોઈને બેઠી છે. જરા નિદ્રા આવી ગઈ. ત્યાં બારના ઢેર પડયા. અંજના એકદમ ઝબકીને જાગી. તે પગ આગળ સૂતેલી વસંતમાલા સિવાય રૂમમાં કેઈ ન દેખાયું. હૈયામાં ધ્રાસ્કો પડયે. અંજનાએ વસંતમાલાને જગાડીને પૂછયું. શું હજુ પવનકુમાર નથી આવ્યા? વસંતમાલાએ ભાંગેલા હૃદયે કહ્યું–ને. નથી આવ્યા. આ સાંભળી અંજનાના મુખ પર ખેદ અને નિરાશાની લાગણીઓ પથરાઈ ગઈ. એના ચિત્તમાં અનેક અશુભ વિચારે આવવા લાગ્યા. વસંતમાલા કહે બહેન! પણ આમ જાગતાં કયાં સુધી બેસી રહીશું. હવે સૂઈ જઈએ. અંજના કહે સખી! આજે તે મારી ઊંઘ જાણે નાસી ગઈ છે. વસંતમાલાએ અંજનાને આશ્વાસન મળે તેથી કહ્યું-સખી! મને લાગે છે કે પવન આજે કઈ અગત્યના કામમાં પરોવાઈ ગયા હોવા જોઈએ. આવી વાતથી અંજનાનું મન કેમ માને? તે અને તેની સખી આખી રાત બેસી રહ્યા. ઊંઘ તો કેવી રીતે આવે?
આખી રાત પવનની રાહ જોઈને પૂરી કરી. મનમાં આશા છે કે સવારે તો જરૂર પવન આવશે અને રાત્રે પિતે ન આવી શક્યા તેની દિલગિરી વ્યકત કરી પત્નીનું મન રંજન કરશે. પણ સવારમાં ય પવનજીના દર્શન ન થયા. પવનજી તે આવીને પોતાના નિવાસસ્થાને પહોંચી ગયા અને રાજ્યના કાર્યોમાં રોકાઈ ગયાં. જો કે તેનું ભગ્નહૃદય રાજકાર્યોમાં પરોવાઈ શકે તેમ ન હતું પરંતુ અંજના પ્રત્યેના ભારોભાર રોષે તેને અંજનાની પાસે પહોંચવા ન દીધે. મિત્રે ઘણું ઘણું સમજાવ્યું છતાં ન સમજે. અંજનાને પિતાનું મુખ બતાવવું પણ એણે બંધ કર્યું. અંજનાની સ્થિતિ કફૈડી થઈ. તેના ભાંગ્યા હૈયાની દર્દભરી વાત સાંભળનાર એક વસંતમાલા સિવાય કેઈ ન હતું. સાત માળને ભવ્ય મહેલ એક બિહામણુ ખંડિયેર જેવું લાગવા માંડયા. અંજનાના કરૂણ આક્રંદના પડઘા ભીતિ પર ભટકાવા લાગ્યા. તીવ્ર વેદનાઓ...ઊભરાતા આંસુઓ, ધખધખતા નિશ્વાસો, નિરાશાપૂર્ણ વિવશતા, દીનતા અને ઉદાસીનતાનું જાણે એક નર્કાગાર સર્જાઈ ગયું. પવનકુમાર વિના અંજનાનું જીવન અંધકારમય બની ગયું. ચંદ્ર વિનાની જાણે અમાસની રાતલડી.
આ રીતે કેટલાય દિવસો પસાર થઈ ગયા. કેટલાય મહિનાઓથી અંજનાએ સ્નાન કર્યું નથી, માથે તેલ નથી નાંખ્યું, કઈ સારા વસ્ત્રો કે આભૂષણે પહેર્યા નથી. રડી રડીને તેની આંખે સૂઝી ગઈ છે. સખીની આવી અસહ્ય દુખદ સ્થિતિ જોઈને વસંતમાલા કંઈક આશ્વાસન આપવા જાય ત્યાં તે અંજના વસંતમાલાના ખેાળામાં માથું મૂકીને ધ્રુસ્કે ધ્રુસ્કે રડતાં કહે- સખી! મારું તે સર્વસ્વ લૂંટાઈ ગયું. વસંતમાલા કહે