________________
શારદા સાગર
૧૦૯
છે પણ આત્મા બદલા નથી. મનુષ્યને જન્મ થાય ત્યારે નાનું શરીર હોય પછી ધીમે ધીમે મોટે થતાં યુવાવસ્થાને પામે છે. પછી વૃદ્ધ થાય છે. આ બધી દેહની પર્યાયે છે. આત્માની નથી. જ્યારે આવું દ્રવ્ય પર્યાયનું અનુભવ જ્ઞાન થશે ત્યારે કોઈ વાતને જીવ તંત નહિ કરે. બહારના રગડા-ઝઘડામાં નહિ પડે. આત્મા દ્રવ્ય દશામાં વીતરાગ છે પણ
જ્યાં પર્યાય દશા છે ત્યાં કલેશ-કંકાસ છે. માણસને ઘડીકમાં આંસુ આવે ને ઘડીકમાં આનંદ થાય, ઘડીકમાં શોક થાય. આ બધું શું છે? આ બધા પર્યાય ભાવ છે. અણુસમજણમાં રડતું હતું ને સમજણ આવી ત્યારે તે હસતે થયે. અહીં શું જાદુ થયું? સમય બદલાયે કે સંગ બદલાયા? કંઇ નહિ. માત્ર મનુષ્યની દષ્ટિ બદલાઈ છે.
દર્શન મેહનીય તૂટે છે કે તરત આત્મા ઉપર રહેલા વાદળ ખસતા જાય છે. ને આત્માને પ્રકાશ પ્રગટ થાય છે. ભેદજ્ઞાન થતાં આત્મામાં એક શૂરાતન આવે છે ને પિતાને ભાન થાય છે કે આ મારો આત્મા વર્તમાન કાળમાં છે એટલું જ નહિ પણ ત્રિકાલાબાધિત છે. ભૂતકાળમાં હું હવે, વર્તમાનમાં છું ને અનંતકાળ સુધી રહેવાને છું. અધ્યાત્મયોગી આનંદઘનજી મહારાજ કહે છે કે કાળ બધાને ખાય છે. એવું કઈ તત્તવ નથી કે જેને કાળ ન ખાતે હેય. જેમ કે સીમેન્ટના મજબૂતમાં મજબૂત મકાનોને પણ કાળ હચમચાવી દે છે. લેખંડની મશીનરીને પણ કાળ ઘસી નાંખે છે. આ બધી ચીજોને કાળ ખાય છે પણ એ કાળને અનંતાસિદ્ધ ભગવતે ખાઈ જાય છે તેથી આપણે કહીએ છીએ કે “નમે સિદ્ધાણું.”
માણસ માને કે અમે ભેગે ભેળવી લીધા. હવે કંઈ ભેગવવાનું બાકી નથી રહ્યું પણ ભેગે કહે છે કે તું નહિ હોય તે પણ અમે તે રહેવાના છીએ. ત્રણે કાળમાં કાળ તે રહેવાને છે પણ આપણે આ દેહ છોડીને અહીંથી ચાલ્યા જવાના છીએ. આજથી સો વર્ષ પછી અત્યારે જે બેઠા છે તેમાંથી આ દુનિયા ઉપર કોઈ નહિ હોય. તમે ભલેને બિલ્ડીંગ ઉપર મેટા અક્ષરે તમારું નામ લખાવે કે ફલાણા મેન્શન, ફલાણ હાઉસ, પણ બંધુઓ ! આ બધું છોડીને જીવને જવાનું છે. તમે ગાડીમાં ટિકિટ લઈને બેસે, સૂઈ જાવ કે ઊભા રહે. ગમે તે કરે પણ ગાડી તે ચાલુ રહેવાની છે ને તેનું સ્ટેશન આવવાનું છે. તે રીતે આયુષ્ય રૂપી ગાડી જે સડસડાટ ચાલી રહી છે તેને મૃત્યુ રૂપી સ્ટેશન આવતાં બધું છોડીને એક દિવસ સૌને ઉતરી જવાનું છે.
ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુલાસ્તિકાય અને કાળ, એ છ દ્રવ્યમાં જે કંઈ બળવાન દ્રવ્ય હોય તો તે કાળ છે. પણ જ્ઞાનીઓ કહે છે કે “સિદ્ધા: ૪ મક્ષ: ” સિદ્ધ ભગવતે કાળને ખાઈ જાય છે. જાણે કાળને એમ ન કહેતા હોય કે તું તારે ચક્કર લગાવ્યા કર, અમે તે અહીં શાંતિથી બેઠા છીએ. આ રીતે દ્રવ્ય રૂપે બિરાજમાન ચૈતન્યને એટલે કે આપણા આત્માને આપણને બરાબર