________________
૧૦૮
શારદા સાગર,
જાણી શકાય છે કે આ મીઠાનું પાણી છે ને આ સાકરનું પાણી છે. ત્યાં ખારા અને ગન્યાનું ભેદજ્ઞાન થયું ને? આ રીતે દુનિયાના દરેક પદાર્થોનું ભેદજ્ઞાન થાય છે પણ આત્માનું ભેદજ્ઞાન થયું છે?
જ્યારે તમે કામકાજમાંથી નિવૃત્ત થાવું છે ત્યારે કદી એ વિચાર આવે છે કે આ દેહમાં કોણ બેઠું છે? જ્યારે અનુભવનું જ્ઞાન થાય ત્યારે વિચારે કે આ શરીર જુદું છે તે તેમાં વસનારે હું પણ જુદે છું. ઈન્દ્રિયે શરીરને આધીન છે અને જ્ઞાન આત્માને આધીન છે. જ્ઞાન એ આત્માને ગુણ છે. ભરત ચક્રવતિ છ ખંડનું રાજ્ય ચલાવતા પણ તેમાં અનાસક્ત ભાવે રહેતા. એ માનતા કે આ બધા વૈભવ વિલાસ શરીર બધું મારાથી પર છે. હું તેનાથી ન્યારે છું. આ ભાવ આવે પછી ચીકણુ કર્મ ન બંધાય ને? આજે સંસારના પદાર્થોના ભેદજ્ઞાનવાળા ઘણાં છે પણ આત્માના ભેદજ્ઞાનવાળા બહુ અલ્પ છે. જેઓ પદ્દગલિક સુખમાં મસ્ત રહે છે તેમની પાસે આત્માના જ્ઞાનની વાત કરવામાં આવે તે એ કરનારની મજાક ઉડાવે.
એક વખત પાંચ સાત મિત્રે દારૂ પીને સ્ટેશને ગયા. તેમણે પૂનાની ટિકિટ લીધી ને ગાડીમાં બેઠા. ખૂબ દારૂ પીધે હતું એટલે નશો ખૂબ ચઢ. ગાડી ઉપડી ને વડોદરા રટેશન આવ્યું. ત્યાં ટિકિટ માસ્તરે આવીને કહ્યું ટિકિટ બતાવે. ટિકિટ માસ્તરે ટિકિટ જોઈને કહ્યું, આતો પૂનાની ટિકિટ છે. દારૂડિયા કહે, હા. અમારે ત્યાં જવું છે. ટિકિટ માસ્તર કહે ભાઈ! આ તે વડેદરા આવ્યું, ત્યારે દારૂડિયા મિત્રો કહે છે તે તમારા ડ્રાયવરની ભૂલ છે, જાવ, તમે તમારા ડ્રાયવરને કહો કે ગાડી પાછી ઉપાડે. પહેલે દારૂડિયે બીજાને પૂછે છે કેમ બરાબર ને? બીજે ત્રીજા અને ત્રીજો ચેથાને પૂછે છે ત્યારે બધા કહે છે હા. વાત બરાબર છે. અહીં બધાની બહુમતિ છે. ત્યારે ટિકિટ માસ્તરે નમ્રતાથી કહ્યું-ભાઈઓ! તમે ઉતરી જાવ. ગાડી બેટી પકડી છે. દારૂડિયે કહે અમે ઉતરવાના નથી. અમે પૈસા આપ્યા છે. મત બેઠા નથી એમ કહીને હસવા લાગ્યા. ટિકિટ માસ્તર સમજી ગયા કે આ લોકોને દારૂને ન ચઢેલે છે. તેઓ સમજે તેમ નથી. તે રીતે જીવે જ્યારે મેહના નશામાં હોય ત્યારે તેને કેઈ આત્માની વાત સમજાવે તો સાંભળે નહિ. આત્માના ભેદજ્ઞાન માટે જેના દર્શન મોહનીય કર્મને ક્ષયપશમ થયે હોય ને જ્ઞાનને સૂર્ય પ્રકાશિત થયેલ હોય તેને અપૂર્વ અવસર કહી શકાય
- જ્યારે આત્માને ભેદજ્ઞાન થાય છે ત્યારે સ્યાદવાદને પણ સમજે છે. સ્યાદવાદની દષ્ટિએ વિચારીએ તે આત્મા દ્વવ્યાપેક્ષાએ નિત્ય છે ને પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે.
આત્મા પ્રત્યે નિત્ય છે પણ પર્યાયે પલટાય,
બાળાદિક વય ત્રણનું જ્ઞાન એકને થાય. મનુષ્ય મરીને તિર્યંચ થાય, દેવ નારકી થાય. આ બધે જોઈએ તે શરીર બદલાયું