________________
શારદા સાગર
૧૦૫ શું બન્યું? આપણું પરમ તારક પ્રભુ મહાવીર સ્વામી જ્યારે છદમસ્થાવસ્થામાં હતા ત્યારે તેર બેલનો અભિગ્રહ ધાર્યો હતો. પાંચ માસને ઉપર પચ્ચીસ દિવસ પૂરા થયા હતા. આ અઘોર તપસ્વી ઘર ઘર ને ગલી ગલીમાં ઘૂમે છે પણ અભિગ્રહ પૂરો થતો નથી. એક વખત છમાસી તપ કરે સહેલું છે. પણ અભિગ્રહ કરે કઠીન છે. કારણ કે ઉપવાસવાળાને સ્થાનકમાં બેસીને તપ કરવાનું છે, પણ જે સાધુ અભિગ્રહ કરે છે તેમને તો બીજા પ્રહરે અભિગ્રહ પૂરો કરવા બહાર પરિભ્રમણ કરવું પડે.
ચંદનબાળાના હૃદયની ભાવના ફળી”:- શાસન નાયક પ્રભુ મહાવીર ફરતા ફરતા ત્યાં પધાર્યા. પ્રભુને આવતા જઈ ચંદનબાળાના આનંદનો પાર ન રહ્યો. આ તરફ પ્રભુએ જોયું કે આ રાજકુમારી છે. ચૌટે વેચા છે. માથે મુંડન, હાથ-પગમાં બેડી, ત્રણ ત્રણ દિવસની ઉપવાસી, એક પગ ઉંબરાની બહાર ને બીજો અંદર છે. હાથમાં સૂપડું છે. તેમાં સૂકા બાકળા છે. પિતાને અભિગ્રહ પૂરે થવામાં એક બેલ ઘટે છે. આ જોઈ પ્રભુ પાછા ફર્યા. પ્રભુને પાછા ફરતા જોઈ ચંદનાનું હૃદય ચિરાઈ ગયું તે બોલવા લાગી -
આવો આવો દેવ મારા સૂના સૂના દ્વાર મારા આંગણુ સૂના,
રેતી રેતી ચંદનબાળા વિનવે છે આજ મારા આંગણુ સના. હે પ્રભુજી! તમને ઓછું શું આવ્યું દડદડ આંસુ પડયા... મારા આંગણુ સૂના.
હે પ્રભુજી! આપને શું ઓછું આવ્યું કે આપ પાછા ફર્યા! ક્યાં રાજકુમારી ને ક્યાં ચૌટે વેચાણ ! મૂળા માતાએ દુઃખ દીધા છતાં મનમાં ઓછું નથી આવ્યું કે મારી આ દશા થઈ! સહેજ પણ મનમાં દુઃખ નથી થયું. શેઠે બહારગામથી આવીને પૂછ્યું કે બેટા ! તારી આ દશા કેમ? છતાં નથી બોલી કે મારી માતાએ મારી આ દશા કરી છે. બસ, જે સમયે જે મળે તેમાં સમભાવ રાખે. દુનિયામાં સુખમાંથી સુખ શોધનારા ઘણું મળે છે પણ દુઃખમાંથી સુખ શોધનારા તે વિરલા હોય છે. જ્ઞાની આત્મા એમ સમજે છે કે સુખ જોગવતા પુણ્ય ખતમ થઈ જાય છે. ને પાપ બંધાય છે. જ્યારે સમભાવે દુખ જોગવતાં પાપ ખતમ થઈ જાય છે ને આત્મા નિર્મળ બને છે. અઘેર દુઃખ પડયા ત્યારે ચંદનબાળાના મુખ ઉપર આનંદ હતું. રાજપાટ-વૈભવ વિલાસ ગયા ત્યારે જે દુઃખ નથી થયું તેના કરતાં અનંતગણું દુઃખ પ્રભુ પાછા ફર્યા તેનું થયું. આંખમાંથી દડદડ અશ્રુની ધારા વહેવા લાગી. ને પ્રભુને વિનવવા લાગી નાથ! મારા પર કૃપા કરે ને પાછા ફરે. ત્યાં પ્રભુએ પાછું વાળીને જોયું. એની આંખમાં આંસુ જોઈને પાછા ફર્યા. પ્રભુને ચંદના કહે છે તે મારા નાથ! મારી પાસે બરફી પૅડા નથી, મેવ મિષ્ટાન્ન કે ઘારી-ઘેબર નથી. આ લુખા સુકા અડદના બાકળા છે તેને ગ્રહણ કરીને મને પાવન કરે. ચંદનબાળા એવી હર્ષમાં આવી ગઈ કે એને ખબર ન રહી કે મારા હાથમાં