________________
શારદા સાગર
૧૦૩
સાંભળી ચંદનબાળાના દિલમાં ખૂબ દુ:ખ થયું. અહો કર્મરાજા! તું કેવા નાચ નચાવે છે! તારી કરામત જુદી છે. મને કષ્ટ પડે તેનું દુઃખ નથી પણ તેં મને ક્યાંય નહિ ને વેશ્યાને ઘેર વેચી ! આમ બોલતાં તે મૂછ ખાઈને ધરતી પર ઢળી પડી. ભાનમાં આવે છે ત્યારે બોલે છે તે શાસનદેવ! મારી લાજ રાખવી તારે હાથ છે. મારી લાજ જશે તે તે તારી જશે.
મારા જીવન કેરી નાવ, તારે હાથે પી છે.
ચાહે ડૂબાડે કે તાર, તારે હાથે સોંપી છે. એની પ્રાર્થનાનો સૂર દેવલોકમાં પહોંચી ગયે. શીયળના રક્ષક દેવેનું આસન ચલાયમાન થયુ. તરત દેવે સતીને સહાય કરવા દેડી આવ્યા. વાંદરાનું રૂપ લઈને વેશ્યાને ચારે બાજુથી વલરી નાંખી. કેઈ વીંછીનું રૂપ લઈને ડંખ દેવા લાગ્યા ને વેશ્યા તે કંટાળી ગઈ. આ છોકરીને લઈ જવાની વાત કરી ને આમ બન્યું. મારે આ નથી જોઈતી એમ કહીને ચાલી ગઈ. જેને ધર્મ પ્રત્યે અડગ શ્રદ્ધા છે તેને દેવે પણ સહાય કરે છે. થેડીવારે બીજા એક શેઠ આવે છે. ચંદનાનું મુખ જોઈને એના અંતરમાં લાગણી ઉભરાઈ. કેવી સુંદર છોકરી છે. કેઈ ઉચ્ચ કુળની બાળકી છે, પણ દુઃખની મારી એની
આ દશા થઈ લાગે છે. હું એને મારે ઘરે લઈ જાઉં. વિચાર કરીને ખરીદવા આવ્યા - ત્યારે ચંદનબાળા પૂછે છે બાપુજી! આપના ઘરને આચાર કે છે? શેઠ ખૂબ ધર્મવાન હતા. કહે છે બેટા રોજ સવાર સાંજ સામાયિક પ્રતિક્રમણ કરવા, ગામમાં સંત હોય તે તેમની વાણીને લાભ લેવો. આઠમ પાખી પિષધ કરવા એ મારા ઘરને આચાર છે. આ સાંભળી ચંદના રાજી રાજી થઈ ગઈ.
શેઠ ચંદનાને લઈ ગયા. શેઠના ઘરે રહી ધર્મારાધના કરે છે. પોતાની પુત્રીની જેમ શેઠ ચંદનાને સાચવે છે. શેઠને ધર્મતત્ત્વને ખૂબ રસ હતું એટલે બાપ દીકરી બને ધર્મકરણ સાથે કરતા. શેઠને પણ ખબ આનંદ આવે છે. ચંદન ચંદન કહેતાં જીભ સૂકાતી નથી. આ જોઈ ધનાવાહ શેઠની પત્ની મૂળાને ઈર્ષ્યા આવી. અહો! શેઠ તે આ છોકરીની પાછળ પાગલ બન્યા છે. બસ હવે તે એને પૂછીને બધું કરે છે. મારું તે કંઈ માન નહિ. દષ્ટિ દષ્ટિમાં ફેર છે. પોતાની આંખમાં કમળો હોય તે બધું પીળું દેખાય છે. દષ્ટિ જ્યારે દુષ્ટ બને છે ત્યારે કેવો અનર્થ સર્જે છે.
ઈર્ષ્યા શું નથી કરતી? :- એક વખત એવું બન્યું. શેઠ સ્નાન કરવા બેઠા. ચંદનબાળા શેઠને ગરમ પાણીની ડોલ આપવા ગઈ. ચંદનબાળાએ સ્નાન કરેલું એટલે વાળ છૂટા હતા. એના વાળ ખૂબ લાંબા હતા એટલે લટ નીચે પડી. એટલે શેઠ કહે છે બેટા ! તારા વાળ બગડે છે. એમ કહીને શેઠે વાળની લટ પકડી ઊંચી નાંખી. આ શેઠાણ જોઈ ગયા. એટલે એના મનમાં થઈ ગયું કે બસ. આ શેઠ આને દીકરી દીકરી કરે છે પણ