________________
શારદા સાગર
૯૫
સોના જેવું છે તેને શી ચિંતા છે? આવા આત્માઓની શાસન રક્ષક દેવે રક્ષા કરે છે. સુદર્શન શેઠ નવકાર મંત્રના ધ્યાનમાં લીન બન્યા.
સુદર્શન શેઠની ઉપર ચઢવું આળ રહે, ચઢાવ્યા શૂળીએ જ્યારે, ચયા નવકારને ધ્યાને, થયું શનીનું સિંહાસન...મારે નવકાર બેલી છે (૨) જગત રૂઠીને શું કરશે. મારો નવકાર બેલી છે (૨)
હજારે મંત્ર શું કરશે. મારે નવકાર બેલી છે (૨) સુદર્શન શેઠ નવકારના ધ્યાનમાં સ્થિર થયા. જ્યાં શેઠને શૂળીએ ચડાવ્યા ત્યાં શૂળીનું સિંહાસન બની ગયું. આ શેને પ્રભાવ? ચારિત્રને. તમે આવા શાસનપ્રભાવક સાચા શ્રાવક બને તે આ જિનશાસન પામ્યાની સફળતા છે. સ્વદારા સંતેષ જેવું વ્રત જે અંગીકાર કરે છે તેનામાં પણ આટલી તાકાત છે તે જે મન-વચન-કાયાથી શુદ્ધ બ્રહ્મચર્ય પાળે તેનામાં કેટલી શક્તિ હોય !
શ્રેણીક રાજાને પેલી દેવી ચલાયમાન કરવા આવી છે. તેને કહે છે મારું કહ્યું કરીશ તે ન્યાલ થઈ જઈશ ને મારું કહ્યું નહિ કરે તે મરી જઈશ. શ્રેણીક કહે મારું જે થવું હિય તે થાય, પણ હું ચારિત્રથી ભ્રષ્ટ નહિ થાઉં. દેવીની માયાથી ચારે તરફ ભયંકર આગ ફાટી નીકળી. શ્રેણીક રાજા હિંમત કરી આગળ વધે જાય છે. વિચાર કરે છે કે ભલે આગમાં જલી જાઉં પણ મારું ચારિત્ર નહિ જલવા દઉં. છેવટે તેના કપડા સળગે છે પણ શરીરને ઈજા થતી નથી. કદાચ શરીર બળી જાય તો પણ પરવા નથી. તેની. દઢતા જોઈ દેવી પ્રગટ થઈ ને ચરણમાં નમી પડીને કહેવા લાગી હું તારી પરીક્ષા કરવા આવી હતી. તારી દઢતા જોઈને પ્રસન્ન થઈ છું. તું માંગે તે આપુ. ત્યારે શ્રેણીક કહે છે મારે કાંઈ ન જોઈએ. કંઈ માંગતા નથી ત્યારે દેવી બે રત્નો આપે છે તે લેવાની શ્રેણીકે ખૂબ ના પાડી, પણ દેવી તે ત્યાં મૂકી ચાલી ગઈ. બે રત્નમાં એક ચિંતામણી રત્ન હતું ને બીજુ રૂપ પરિવર્તન કરવા માટેનું હતું. આ
જે શુદ્ધ હદયથી સાધના કરે છે તેને શું નથી મળતું! તમે જેને મેળવવા ફાંફા મારો છે તે એને સામેથી મળ્યું છતાં લેવાની ના પાડે છે ને તમને નથી મળતું એટલે લેવા માટે ફાંફા મારી રહ્યા છે. - આપણી મૂળ વાત એ છે કે જે મહારાજા શ્રેણીકના રૂપ ઉપર દેવી મુગ્ધ થઈ હતી તેનું રૂપ કેવું હશે? આવા સ્વરૂપવાન રાજા હોવા છતાં એ મુનિનું રૂપ જોઈ ખૂબ આશ્ચર્ય પામ્યા તેનું શું કારણ? મુનિએ સંસારનો ત્યાગ કર્યો છે ને શ્રેણીક રાજા સંસારી હતા. શ્રેણીક રાજાનું રૂપ બાહ્ય હતું, જ્યારે મુનિના લલાટમાં ચારિત્રના તેજ ઝળકે છે. એમનું રૂપ ચામડીને ભેદીને બહાર આવ્યું છે. રાજા મુનિનું રૂપ જોઈ આશ્ચર્ય પામ્યા છે.