________________
- શારદા સાગર હવે તેના મુખમાંથી કેવા શબ્દો સરી પડશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
ચરિત્ર – અંજનાના લગ્ન ખૂબ ધામધૂમથી થઈ ગયા. માતાપિતાએ ખૂબ કરિયાવર કર્યો. અંજના એકની એક લાડીલી પુત્રી છે. સાસરે વળાવતી વખતે માતા મને વેગાની આંખમાંથી શ્રાવણ ભાદરે વહી છે. માતા પુત્રીને હૈયા સમી ચાંપીને કહે છે બેટા અંજના! મારી કેટલીક હિત શિખામણે તારા હદયમંદિરની દીવાલ પર લખી રાખજે.
માતાએ અંજનાને આપેલી હિત શિખામણ - હે વહાલસોયી દીકરી અંજના! તું હવે સાસરે જાય છે. તારો પાલવ ચેખે રાખજે એટલે કે તારું બ્રહ્મચર્ય નિર્મળ રાખજે. તારા પતિની આજ્ઞાનું કદી ઉલંધન કરીશ નહિ. તેમની આજ્ઞામાં સદા તત્પર રહેજે. સાસુ-સસરાની ચંદ્ર સૂર્યની જેમ પૂજા કરજે અને હંમેશા તેમની સેવા કરજે. જે વડીલેની સેવા કરે છે તે આ જગતમાં સેવા પામે છે. તેમજ ગુરૂજનની પણ સેવા કરજે. ગુરૂની સેવા એટલે એમનું સાંભળવાની ઈચ્છા રાખજે. ઉછાંછળાપણું કયારેય કરીશ નહિ. કેધ-માન-માયા કે લેભથી અસત્યનું આચરણ કરીશ નહિ, તારા સસરાને પિતાતુલ્ય માનજે. તારી સાસુને તું માતાના સ્થાને સ્થાપજે. તારા પતિને તારા દેવ માનીને પૂજજે. શ્રી નવકારમંત્રનું તારા ચિત્તમાં સતત ધ્યાન ધરજે. ગંભીરતા, ઉદારતા, સહિષ્ણુતા અને પ્રેમાળતા આ ચાર ગુણોના ચાર પુપે તારા અબડામાં સદૈવ મઘમઘતા રાખજે. તું ભડભડતા સંસારમાં પડી છું. સંસાર એ કીચડ છે. એ કીચડમાં તું ખેંચી જઈશ નહિ, પણ કમળની જેમ અલિપ્ત રહેજે. હે ભાગ્યવતી! તેં જેવી રીતે અમારા ઘરને તારા ગુણોથી કળાથી ઉજળું બનાવ્યું છે એવી રીતે હવે તારા ઘરને ઉજળું કરજે. પણ તારા કુળને કલંક લાગે એવું કાર્ય કરીશ નહિ. વળી તું રાજરાણી થશે એટલે બીજી શકય રાણીઓને પણ સંપર્ક મળશે. એમાં એ કદાચ તારા પર ગુસ્સે થાય તે ય તું જરાય ગુસ્સે ન થઈશ એમને તારી નાની સગી બહેન ગણજે. નાનડીયા ઊંચા નીચા થાય એમાં આપણે વડેરાએ શું ઊંચુંનીચું થવું? નાનાનું તે ગળી ખાવાનું હોય. એવા ભાવ દિલમાં હમેંશા રાખજે તે તને બધાને સ્નેહ, સદ્ભાવ, સહાનુભૂતિ મળશે. જે જે જગતની વચમાં જીવન જીવવાનું છે. એ સાથેના દરેકના નેહ, સદ્દભાવ, સહાનુભૂતિ વિના તે જીવન અકારું બની જાય. ચંદ્ર રાહુથી આખે ને આ ગળાઈ જાય છતાં પણ કયારેય તપી ઉઠતો નથી. એ તો શીતળ ને શીતળ રહે છે. તેમ તું ચંદ્રના જેવી શીતળ બનજે. વિનય વિવેકથી બધાનો પ્રેમ સંપાદન કરી લેજે. કર્મસંગે દુખને પ્રસંગ આવે તે ક્ષમા રાખજે. દુઃખમાં સુખની દષ્ટિ કેળવજે. હે લાડીલી પુત્રી સુખમાં કે દુઃખમાં તું કદી ધર્મથી વિમુખ ન બનીશ. ધર્મને ન ભૂલીશ. આ સંસારમાં જીવને સાચા માતાપિતા, પુત્ર અને સ્વામી કેણ? એક માત્ર ધર્મ. દુન્યવી માતાપિતા