________________
શારદા સાગર
૮૧
કઈ માણસ ઉપર કઈ વગર વાંકે ગુસ્સો કરે છતાં ક્ષમા રાખે પણ અંદરથી એ ગુસ્સો આવે કે વાત પૂછ મા ગુસ્સો કરનાર શકિતશાળી છે. જે હું એની સામે ગુસ્સે કરીશ તે મારી આજીવિકાને વધે આવશે. એ ગમે તે ક્રોધ કરે પણ મારે તે સહન જ કરવાનું. એના વિના મારે ચાલે તેમ નથી. જે હું એના જેવું હોય તે એક વચન પણ સહન ન કરત. શું કરું! લાચાર છું. એટલે અંદર કે આ પણ ઉપરથી શાંત રહ્યો.
બીજા મનુષ્ય ઉપર કેઈએ કે કર્યો કે તેનું અપમાન કર્યું તે કહે તું મારું અપમાન કરનાર કોણ છે? તને બતાવી દઇશ. હું કંઈ જેવો તે નથી એમ કહી પિતાની શક્તિને પરિચય આપે. પણ તેને કંઈ કર્યું નહિ, તે નાળિયેર સમાન. હવે ત્રીજાનું કેઈએ અપમાન કર્યું કે તેના ઉપર કેધ કર્યો તો સામાસામી બાથ ભીડીને ઝઘડશે. કારણ કે તે અંદરથી ને બહારથી બંને રીતે કઠણ છે. ચેથા લીલી દ્રાક્ષ સમાન જે મનુષ્યો હોય તેના ઉપર કેઈ કેધ કરે તે એનું લેહી પણ ગરમ ન થાય. પણ એ વિચાર કરે કે એ મારા ઉપર કેધ કરે, ગાળો દે, મારું અપમાન કરે તેમાં મારું શું જાય છે? એ તે બધું આ નશ્વર દેહને છે. મારા આત્માને એમાં શું લાગેવળગે છે! એ બીચારે અજ્ઞાન છે, દયાને પાત્ર છે એમ સમજી તેને કાંઈ ન કહે..બંધુઓ. આ ચાર પ્રકારના - મનુષ્યમાં તમારે નંબર કયા પ્રકારમાં આવે છે? (તામાંથી અવાજ: ચોથા પ્રકારમાં)
અહ! તમે એવા કેમળ છે તે ઘણી સારી વાત. લીલી દ્રાક્ષ તમને ખાવી બહુ ગમે છે તે તમે તેના જેવા બનજો. ઉપરથી પિચા ને અંદરથી પણ પોચા બનજો. તમને લક્ષમી મળી છે તેને સદુપયેગ કરજે. પરિગ્રહની મમતા ઘટાડજે. પાકી કેરી મીઠી લાગે છે પણ જે બહુ પાકી જાય તે રૂંધાઈ જાય છે. તેમ જીવને સુખ ભોગવવાનું મીઠું લાગે છે પણ અતિ સુખ માનવને મહાન દુઃખી બનાવે છે. તમે સુખ ભોગવે છે પણ એ સુખમાં આત્માને વિસરી ના જતા અને વિચારો કે મને જેવું સુખ ગમે છે તેવું દરેકને ગમે છે. માટે દુઃખી ઉપર કરૂણા કરવી જોઈએ. આ દુનિયા ઉપર એવા ઘણાં કરૂણાવંત મનુષ્ય છે કે જે પારકાનું દુઃખ જોઈ શક્તા નથી. પિતાનું સુખ જતુ કરીને તે બીજાને આપવા તત્પર રહે છે. એક દષ્ટાંત આપું.
એક અમેરિકન ભાઈ રાત્રિના સમયે દરિયા કિનારે ફરવા માટે ગયેલે. દરિયા કિનારે ઠંડે પવન વાઈ રહો હોં. દરિયામાં પાણીના મોજા ઉછળી રહ્યા હતા. એ માણસ દરિયા કિનારે આંટા મારતો હતે. બે આંટા મારે ને ઘડીકમાં દરિયા સામે ધારીધારીને જુએ. તેને પહેરવેશ તદન સાદે હતું. આ સમયે બીજો એક ગર્ભશ્રીમંત અમેરિકન પિતાની ગાડી લઈને ત્યાંથી પસાર થાય છે. તે સમયે તેની દષ્ટિ દરિયા કિનારા પર પડી. પેલા માણસને જોયે. તે બે ત્રણ આંટા મારે છે ને પાછો દરિયા સામું દેખે