________________
શારદા સાગર
છે. આમથી તેમ ફાંફા મારી રહ્યો છે તે શું આ કઈ દુઃખી માનવ હશે? રાત્રિને સમય છે. વળી એકલો છે અને મને કંઈ જોઈ ન જાય તે માટે ચારે તરૂંદષ્ટિ કરે છે. કદાચ દુઃખને માર્યો આપઘાત કરવા આવ્યો હશે? મારે દેશબંધુ દુઃખને માર્યો આપઘાત કરે એ મારાથી સહન કેમ થાય? જલ્દી તે પિતાની ગાડીમાંથી નીચે ઉતરી પેલા માણસ પાસે ગયો અને તેના વાંસામાં જોરથી ધબ્બ લગાવી કહ્યું– ભાઈ! તું આ શું કરી રહ્યો છે? શું આત્મહત્યા કરવા માટે અહીં આવે છે?
આ પ્રમાણે બેલતાં ખિસ્સામાંથી બે ડિલર અને એક પોતાનું વિઝિટીંગ કાર્ડ બહાર કાઢી તેના હાથમાં મૂકયું ને કહ્યું કે આ પ્રેસાથી જમી લેજે. આ મારું એડ્રેસ છે. કાલે મારી ઓફિસે આવજે. તને હું સારી સર્વિસ ઉપર ગોઠવી દઈશ. એટલું કહીને આવનાર વ્યકિત પિતાની કારમાં બેસી રવાના થઈ ગઈ. પેલે અમેરિકન તે આ જોઈ આશ્ચર્ય પામ્યો. એ તે કંઈ બોલી શકે નહિ. એ તો જેતે જ રહી ગયા. આ કઈ સામાન્ય માણસ ન હતું. અમેરિકાને અબજપતિ હતા. તેની ગાડી કિનારાથી થેડે દૂર પડી હતી. એને હેકટરે શરીરની તંદુરસ્તીના કારણે ચાલવાનું કહ્યું હતું એટલે દરિયા કિનારા પર આંટા મારતે ને પાણીના મેજા જોવામાં સ્થિર બની જતો. આજે અમે તમને કહીએ કે તમે અમારી સાથે વિહારમાં ચાલે તે કહેશે ના, મહાસતીજી! અમે ચાલી શકીએ નહિ. અમારા પગ દુઃખી જાય. પણ ડોકટર કહે તમને ડાયાબિટિસ થયો છે. વજન ઘટાડો અને રેજ બે માઈલ ચાલવાનું રાખે તે ચાલતાં થાક ન લાગે. બેને બદલે ત્રણ માઈલ ચાલી આવે. જેટલા મેજશેખ ને એશઆરામ વધ્યા તેટલા રોગ વધ્યા છે. આજને માનવ એટલે પરાધીન બની ગયા છે કે ગાડી ન હોય તે જાણે એના પગ ભાંગી ગયા. બધા કામ માટે મશીને નીકળ્યા છે. હજુ સારું છે કે મોઢામાં ચાવીને કેળિયે ઉતારો છે. જે એનું મશીન નીકળે તે આ મારા મુંબઈ નગરીના શ્રાવકે ચાવવા પણ તૈયાર નથી. જેટલા સાધને વસાવ્યા તેટલા બંધનો વધ્યા છે.
આપણા પરમ પિતા પ્રભુ કહે છે તમે સ્વાવલંબી બને. મહાત્મા ગાંધીજી સ્વાવલંબી હતા. પોતાના કપડા પિતાની જાતે દેતાં. વાસણ ઉટક્તા ને કૂવે પાણી ભરવા પણ જતાં. મુસાફરી તે થર્ડ કલાસની કરતા. સીવેલું કપડું કદી પહેર્યું નથી. મહાવીર પ્રભુને સિદ્ધાંત એમણે અપનાવ્યું હતું. પરિગ્રહ પણ રાખતા ન હતા. જેના માટે સારાએ ભારતની જનતા પ્રાણ આપવા તૈયાર હતી. એમણે ધાર્યું હેત તે ફસ્ટ કલાસની મુસાફરી કરી શક્ત. પણ એમને કદી અભિમાન ન હતું. સાદગીભર્યું જીવન હતું. તમે ગાંધીજી જેવા બને તેય આ ભારતની શાન વધી જાય. અરે તેમના જેવા ન બની શકે તે તેમના એક અંશ જેટલા ગુણો તે અપનાવે...
પેલો માણસ ગરીબ છે એમ સમજીને આવનાર વ્યક્તિએ તેના વાંસામાં ધબ્બા