________________
શારદા સાગર
te
પરભાવ રૂપી દારડે બંધાયેલા મનને છૂટુ કર્યા વિના મુક્તિ :નથી. ચૈતન્ય એવા આત્મા આ મનના બંધનેાથી મુક્ત થાય છે ત્યારે જ્ઞાન અને ધ્યાનની સરિતામાં સ્વતંત્ર રીતે રમણતા કરી શકે છે. તમે સામાયિક લઇને બેઠા હૈા પણ આ મન તે વગર ટિકિટે ક્યાંના કયાંય દુનિયાને પાર જઇ આવે છે. હાથમાં નવકારવાળીના પારા ફરી રહ્યા હાય, નવકારમંત્રના ઉચ્ચાર થતા હાય પણ મન તેા કાણુ આવ્યું ને કાણુ ગયું, કાણુ કયાં એઠું, કાણે શું પહેર્યું છે તે બધી તપાસ રાખતુ હોય છે.
તનને ઘઉં દબાવી પણું મનડું ના દેખાતુ, અને કૂદવુ બહુ ગમે છે ભગવાન તુજને ભજતા મારુ હૈયુ ક્યાં ભમે છે ભગવાન તુજને ભજતા... અંતરમાં શું રમે છે ભગવાન તુજને ભમતા....
એક વખત એક શેઠ બાજુની રૂમમાં સામાયિક લઇને બેઠેલા. કોઇ ઘરાક આવીને પૂછે છે શેઠ કયાં ગયા ? તેા દીકરાની વહુ કહે છે ચમારવાડે. પેલા ભાઈ ચમારવાડે જઈને પાછો આવીને કહે છે બહેન! શેઠ ચમારવાડે મળ્યા નહિ ત્યારે ફરીને વહુ કહે છે ભાઈ! શેઠ ચમારવાડેથી આવીને ગાંધીની દુકાને ગયા છે. વહુના શબ્દો સસરાએ સાંભળ્યા. ખૂબ દુઃખ થયું. છેવટે સામાયિક પાળીને પૂછે છે બેટા ! હું... સામાયિકમાં બેઠા હતા તે તમે જાણતા હતા છતાં ચમારવાડે ને ગાંધીની દુકાને ગયા છે એમ શા માટે કહ્યું? ત્યારે હું કહે છે બાપુજી! આપ સામાયિકમાં બેઠા હતા. વાત સાચી છે પણ સામાયિકમાં તમારું મન ચમારવાડે ગયું હતુ કે નહિ ? ગાંધીની દુકાને ગયું હતુ કે નહિ ? મે' એ અપેક્ષાથી કહ્યુ હતુ.
આ રીતે કરેલી ક્રિયા એ માત્ર ક્રિયારૂપે રહી જાય છે. જ્ઞાન વિનાની ક્રિયા પાંગળી છે. આવી ક્રિયાઓ વર્ષો સુધી કર્યા કરે પણ તેનાથી આત્મામાં જે સ્ફૂર્તિ આવવી જોઇએ, ચિત્તને શાન્તિ થવી જોઇએ તે નથી થતી કારણ કે મન બહાર ભમી રહ્યું છે. વિચાર કરેા, આમાં શું વળ્યું? શું મળ્યું? જો સમ્માન સહિત ક્રિયાઓ થાય તે। આત્મામાં અલૌકિક એજસ આવે છે. પરભાવામાંથી મનને સ્વ તરફ વાળે છે. માની લે કે તમે બિમાર થયા. છેકરા જુદો રહે છે. એ અઠવાડિયા સુધી તમારી ખબર કાઢવા ન આવે તે મનમાં દુઃખ થાય ને ? પણ એવા વિચાર આવે છે કે હું માંદા પડયે તે મારા દીકરાના કારણે પડ્યા કે મારા કર્મને લીધે ? અવળા વિચાર તે અજ્ઞાનતા છે. સમજણવાળા આત્મા ઉપાદાન તરફ દ્રષ્ટિ કરે. નિમિત્તને ખટકા ન ભરે. એ તેા એવા વિચાર કરે કે મેં પૂર્વે એવું ખીજ વાવ્યુ છે તેના ફળ રૂપે અત્યારે આ વૃક્ષ ઉગ્યુ છે. તે અશુભ કર્મના કર્તા બીજે કાઇ નહિ પણ અજ્ઞાનને વશ થયેલે એવા મારા આત્મા પાતે છે. જ્યારે અશાતા વેનીયના ઉદ્દય આવે ત્યારે એ દૈતુને