________________
શારદા સાગર
તે એ તપનો ચોર છે. કેઈના શરીરની કણીજી નાની હોય પણ ઉંમર મોટી હોય. કેઈ કહે કે તમે તે ખૂબ નાના લાગે છે તે સમયે સાચી ઉંમર ન કહે તે તે વયને ચાર છે. કેઈ સાધુનું રૂપ ખૂબ હોય તે જોઈને કે ઈ-શ્રાવકે પૂછે કે ગુરૂદેવ! શું આપનું રૂપ છે! આપને જોતાં એમ લાગે છે કે જાણે આપ રાજકુમાર હશે તે સમયે જે મૌન રહે તો તે રૂપનો ચોર છે. કેઈ સાધુ ગૃહસ્થને બતાવવા માટે ખૂબ કડક આચાર પાળે. લેકે કહે ફલાણુ સંત અથવા સતીજી ચારિત્રમાં ખૂબ કડક છે. એમનું ચારિત્ર એટલે ચારિત્ર. પણ અંદર તે પિલ ચલાવતા હેય તે તેવા સાધુ આચારના ચાર છે. ચારિત્ર કંઈ બતાવવા માટે નથી એ તે પાલન કરવાનું છે. આ ભાવ ચેરી છે. એટલા માટે ભગવાને કહ્યું છે કે નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવ, એ ચાર સાચા પણ છે ને બેટા પણ હોય છે. આ માટે જીવે ખૂબ સાવધાની રાખવાની જરૂર છે.
આ મુનિ સાચા સ્વરૂપવાન હતા. જેવું તેમનું રૂપ હતું તેવા તેમનામાં ગુણ પણ હતા. મનુષ્યનું રૂપ સાચું છે કે બનાવટી છે તે માણસની મુખાકૃતિ જોતાં જણાઈ આવે છે. આ મુનિની મુખાકૃતિ જોઈ રાજા આશ્ચર્યમાં પડી ગયા ને મનમાં કહેવા લાગ્યા કે અહો! આ મુનિ કેવા અતુલ રૂપવાન છે. દુનિયામાં આવું રૂપ તો મેં ક્યાંય જોયું નથી. રાજાએ મુનિના રૂપમાં શું વિશેષતા જોઈ હશે? શ્રેણિક રાજાના રૂપના પણ શાસ્ત્રમાં ખૂબ વખાણ કર્યા છે.
એક વખતને પ્રસંગ છે. જ્યારે શ્રેણીક રાજાના પિતા પ્રસેનજિત રાજાએ શ્રેણીકને દેશનિકાલ કર્યા ત્યારે શ્રેણીક વનવગડામાંથી ચાલ્યા જાય છે. નંદા સાથે તેમનું લગ્ન પછી થયેલું. તેમના રૂપ ઉપર મુગ્ધ બનીને એક દેવાંગના નીચે ઉતરે છે. તેમના ચરણમાં પડીને કહે છે હે નાથી હું તમારી પત્ની છું ને તમે મારા સ્વામી છે. મારો આપ સ્વીકાર કરો. ત્યારે શ્રેણીક કહે છે તે સ્ત્રી! તું કેણ છે.? તો કહે હું દેવાંગના છું. ત્યારે પૂછે છે કે પરણેલી છું કે કુંવારી? તે દેવી કહે પરણેલી છું. શ્રેણુક કહે છે મારાથી જેટલી મોટી સ્ત્રીઓ છે તે મારી માતા સમાન છે ને નાની છે તે મારી બહેને છે. તું જ્યાંથી આવી હોય ત્યાંથી પાછી ચાલી જા. મારો પ્રાણ જશે પણ મારું ચારિત્ર નહિ છોડું. બધુઓ! તમે જીવનમાં બધી વસ્તુઓ પાછી મેળવી શકશે પણ ચારિત્ર ગયેલું નહિ મેળવી શકે. જેટલું બને તેટલું ચારિત્ર નિર્મળ રાખે. જેટલું બ્રહ્મચર્ય નિમળ એટલું મન પણ નિર્મળ રહેશે.
જો તમારે બ્રહ્મચર્યને સુરક્ષિત રાખવું હોય તે અમુક નિયમોનું પાલન કરવું પડશે. સૌથી પહેલા એ વાત ધ્યાનમાં રાખે કે રસ્તે જતાં આવતાં નીચી દષ્ટિએ ચાલે તે અનેક પાપમાંથી બચી જશે. રસ્તામાં શું જોવાનું છે? આ જગતમાં રહેલી સ્વરૂપવાન સ્ત્રીઓ સામે દષ્ટિ કરશો તે એના પ્રત્યે આકર્ષણ થશે ને મનમાં થશે કે