________________
શારદા સાગર
૯૦ એમ કહી દે કે તું ન્યારો છે, હું ન્યારો છું. કર્મસંગે આપણે ભેગા થયા છીએ. હું શાંતભાવે સહન કરું છું. તું છૂટી જાય તે હું ઉપર જાઉં, કારણ કે તું વિનાશી છે, હું અવિનાશી છું.
બંધુઓ! તમે એમ કહે છે ને કે આ મારું ઘર છે, આ મારી મિલ્કત છે. તે ઘર અને તમે જુદા છે ને ? ધન અને તમે જુદા છે ને? પણ કેઈ એમ નથી કહેતું કે મારે આત્મા અને શરીર જુદા છે. તેમાં એકાત્મ ભાવ માની લીધું છે. જેમ ઘર અને માલિક, મિલ્કત અને માલિક જુદા છે તેમ દેહ અને દેહી જુદા છે. શેઠ અને નોકરને જે વ્યવહાર છે તે આત્મા અને શરીરને વ્યવહાર છે. જેને આત્માને આનંદ સ્પર્શી ગયું છે તેવા આનંદઘનજી ગાઈ રહ્યા હતા કે
આનંદઘન ચલત પ્રભુ પંથમેં, સમરી સમરી ગુણ ગાવે.”
આ સમયે એક ભક્ત તેમની પાસે આવે છે. તેમને વંદન કરી ચરણસ્પર્શ કરી આશ્ચર્ય સાથે પૂછે છે ગુરૂદેવ! આપને તાવ આવે લાગે છે. આપણું શરીર ખૂબ ગરમ લાગે છે. આનંદઘન એને જવાબ આપવાને બદલે ગીત ગાતા રહ્યા. જાણે કાંઈ સાંભળ્યું નથી. પણ ગીતમાં ગાતા ગાતા એમ ગાયું કે “ જલતા હૈ જૈ ચલતા હું.” કેવી એમની આત્મમસ્તી હશે! માણસ દેહને વિચાર કરે તે દેહની નશ્વરતા સમજાય અને આત્માને વિચાર કરે તે આત્માની મસ્તી જાગે. આ દેહમાં સતત પરિવર્તન છે. બાળક યુવાન થાય છે, યુવાન વૃદ્ધ થાય છે ને વૃધ્ધ સ્મશાને જાય છે. પણ આ ત્રણ અવસ્થામાં વસનારે, સ્વભાવમાં સ્થિર રહે તે ઉપર જાય છે. એનામાં કંઈ પરિવર્તન નથી. એ જે દેહમાં વસે છે તેમાં પરિવર્તન છે, પણ પિતાનામાં કંઈ પરિવર્તન નથી. સમ્યફવની લહેર કે અલૌકિક છે. સમ્યકત્વરત્નની પ્રાપ્તિ થયા પછી આ શરીર ઉપરથી ચામડી ઉતરતી હોય, માથા ઉપર અંગારા જલતા હોય તે પણ આત્મા આનંદ સરોવરમાં ઝૂલતો હેય. દેહનું દઈ દિલમાં થાય, આત્માને કંઈ ન થાય, એવી શક્તિ આ સમ્યગદર્શન વિના પ્રગટ થતી નથી. દર્શન મેહનીયના ક્ષય કે ક્ષયે પશમથી પ્રગટ થતી દષ્ટિ એટલે આત્મા અને દેહને ઓળખાવનારી દષ્ટિ.
" જેને આવી દષ્ટિ પ્રગટ થઈ છે એવા અનાથી નિગ્રંથ બગીચામાં પધાર્યા છે. આત્મસાધનામાં સ્થિર છે. આવા સંતના દર્શન કરતાં પણ પાપ ધોવાઈ જાય છે. તમે ભલે સંત ન બની શકે પણ સંતને એકાદ ગુણ જીવનમાં અપનાવશો ને સાચા દિલથી સંત પાસે જશે તે દિલના દિલાવર બની જશે. શ્રેણીક રાજાને અનાયાસે સંતના દર્શન થયા છે ત્યાં શું બન્યું.
तस्सा रुवं तु पासित्ता, राइणो तम्मि संजए। ' अच्चंत परमो आसी, अउलो रुव विम्हिओ ॥
ઉત્ત. સૂ. અ. ૨૦, ગાથા પ.