________________
શારદા સાગર
૯૧
શ્રેણુક રાજા મહર્થિક રાજા હતા, નાના રાજા ન હતા. એટલે બગીચામાં એકલા આવ્યા ન હતા પણ ઠાઠમાઠથી આવ્યા હશે એમ આપણે અનુમાન કરી શકીએ છીએ. તેઓ ઘેડ ઉપર કે હાથી ઉપર, શેના ઉપર બેસીને આવ્યા તે ઉલ્લેખ નથી.
રાજા શ્રેણીક તે મુનિને જોઈને જેમ ચુંબકથી લેતું આર્કષાય તેમ આકર્ષાયા. અહે શું આ મુનિનું રૂપ છે. મુનિનું રૂપ જોઈને રાજાને અત્યંત આશ્ચર્ય થયું. બંધુઓ! આજે મનુષ્ય રૂપ વધારવા માટે કેટલું કરે છે પણ આ મુનિનું રૂપ તે સ્વાભાવિક રૂપ હતું, મુનિનું શરીર જઈને રાજાએ જાણી લીધું કે આ મુનિમાં બધા શુભ ગુણ રહેલા છે. તેમ એમના રૂપ ઉપરથી જણાય છે.
બંધુઓ ! દુનિયામાં નામને મહિમા ગાવામાં આવે છે પણ નામની સાથે રૂપને પણ સબંધ છે. આમ તો કોઈ માણસને ઓળખવા માટે તેના નામની જરૂર પડે છે. પણ કોઈ વખત રૂપથી પણ નામ જાણી શકાય છે. રાજા પણ આ મુનિનું રૂપ જોઈને સમજી ગયા કે આ મુનિ સંયતિ અને સુસમાધિવંત છે. ઠાણાંગ સૂત્રના ચેાથે ઠાણે ચાર પ્રકારના સત્ય બતાવ્યા છે. કેઈ નામથી સત્ય હોય છે, કેઈ સ્થાપનાથી સત્ય હોય છે. કોઈ દ્રવ્યથી સત્ય હોય છે ને કઈ ભાવથી પણ સત્ય હોય છે. નામથી સત્ય હોય તેમાં સમજવાની જરૂર છે. જેમ કે માણસે પોતાનું નામ છેટું બતાવ્યું હોય તે રૂપથી તેને સત્ય સિદ્ધ કરી શકાય છે પણ કોઈએ રૂપ જ બેટુ બતાવ્યું હોય તે ? એટલા માટે નામ કે રૂપ સત્ય છે કે નહિ એની કસોટી કરવાની જરૂર રહે છે. કારણ કે આજે તે ઘણું લેકે કપટ કરીને માણસને છેતરી જાય છે. કેઈ માણસ તમારી પાસે આવીને ખેડટું નામ લઈને તમને છેતરે છે તે છેટું કહેવાય કે નહિ? આ પ્રમાણે પોતે સાધુ ન હોવા છ , સાધુપણાને ડોળ કરે તો તે ખોટું કહેવાય કે નહિ? ઘણું લેકે આજે બેટી વસ્તુને સારી કહીને વેચે છે. તેમ ભાવમાં પણ છેટું ચાલે છે. દશવૈકાલીક સૂત્રમાં ભગવંતે કહ્યું છે કે :
तेव तेणे वय तेणे, रुव तेणे य जे नरे। आयार भाव तेणे य, कुम्वइ देव किग्विसं ॥
દશ. સૂ અ. ૫. ઉ. ૨ ગાથા ૪૬ કઈ તપમાં, કઈ ઉંમરમાં, કોઈ રૂપમાં તે કોઈ આચાર-વિચાર આદિમાં ચોરી કરે છે તે ભાવ ચેરી છે. કેઈ સાધુ બિમાર રહેતા હોય, રોગને કારણે તેનું શરીર સૂકાઈ ગયું. હોય ત્યારે કોઈ ગૃહસ્થી કહે અહે ગુરુદેવ! આપ ખૂબ તપસ્વી લાગે છે. તપશ્ચર્યા કરીને આ૫નું શરીર કૃશ થઈ ગયું છે. ધન્ય છે આપને! આપ તપશ્ચર્યા કરીને કર્મોને ક્ષય કરી રહ્યા છે. એમ કહી લળીલળીને નમન કરે તે સમયે સાધુ મૌન રહે પણ એમ ન કહે કે મારું શરીર તપથી દુબળું નથી પડયું પણ મને રેગ થયે છે