________________
શારદા સાગર
૮૫
શેઠ કહે હા. મેં તમને દરિયા કિનારે આપઘાત કરવા આવેલા જાણુને બે ડેલર આપેલા ને બીજે દિવસે મારી ઓફિસે સર્વિસ માટે આવવાનું કહેલું. એ વાતને અગિયાર વર્ષો વીતી ગયા. હું રોજ તમારી રાહ જોતે હતે. આજે આપ સર્વિસ માટે આવ્યા છો પણ મને માફ કરે. હું આપને અત્યારે સર્વિસ આપી શકું તેવી મારી સ્થિતિ નથી. એમ કહી પેલે વાટકે મેઢે માંડવા જાય છે. આવનાર પરિસ્થિતિ સમજી ગયે. શેઠના હાથમાંથી વાટક ઝૂંટવી લે છે. શેઠ કહે ભાઈ એ તે પાણી છે મને પીવા દે. પેલા શેઠ કહે છે પહેલાં મને પીવા દે પછી તમે પીજે. ખૂબ રકઝક કરી વાટકો લઈ લે છે અને શેઠનો વાસ થાબડીને કહે છે હું સર્વિસ લેવા નથી આવ્યો પણ આપના ઉપકારને બદલે વાળવા આવ્યો છું. આપના ઉપકારને બદલે હું વાળી શકું તેમ નથી. આપના બે ડ્રેલરે તે મારા જીવનમાં કમાલ કરી છે. બેલે, શેડ કેટલું નુકસાન છે? જેટલું હોય તેટલું આ ચેકબુકમાં ભરી દે. શેઠ કહે છે ભાઈ! થે ડું ઘણું નથી, મેટું નુકસાન છે. પેલે કહે છે વિના સંકોચે કહો. શેઠ કહે પચાસ લાખ ડોલરનું નુકસાન છે. આ શેઠ ૫૦ લાખ ડોલરનો ચેક લખી આપે છે ત્યારે તે કહે છે કે મારાથી આટલું બધું ન લેવાય. આવનાર અમેરિકને કહ્યું તમે મને જે આપ્યું છે તેની આગળ આ કંઈ વિસાતમાં નથી. મારી બધી મિલ્કત આપના ચરણમાં અર્પણ કરી દઉં તો ય એછું છે. હું એ લેભી હતું કે કંઈ કરતે નહતે. આપે મારા ઉપર જે ઉપકાર કર્યો છે તેનું વ્યાજ પણ હું આપી શકતો નથી. આ પતું કાર્ડ તથા બે ડોલરની કિંમત આંકી શકું તેમ નથી.
ડીવાર પહેલાં શેઠ જે ઝેરને કરે પીવા ઉડ્યા હતા તેમને જીવતદાન મળ્યું. બંનેની આંખમાંથી અશ્રુની ધારા વહેવા લાગી. થડા સમયમાં શેઠની પેઢી વ્યવસ્થિત થઈ ગઈ. તેના પૈસા પાછા આપી દીધા. ટૂંકમાં આવું જેનું જીવન છે તે આત્માઓ બહારથી કમળ ને અંદરથી પણું કેમળ હોય છે. આવા કેમળ હૃદયના આત્માઓ નરમાંથી નારાયણ બને છે. હવે શ્રેણક રાજા મહાન સુકુમાર મુનિને વંદન કરશે. મુનિ ધ્યાનમાંથી જાગૃત બનશે ને ત્યાં શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
ચરિત્ર – પવનકુમાર અંજનાને જોવા ગયા ત્યારે તેમને કેટલે ઉલલાસ હતો! પણ એની સખીના વચને અંજનાએ મૌનપણે સાંભળ્યા તેથી પવનને કેધ આ ને અંજનાને મારવા ઉઠયા. પણ મિત્ર ખૂબ ડાહ ને ગંભીર હતે. પવનજીને ખૂબ સમજાવીને તેમના મહેલમાં લઈ ગયે. પવનકુમાર કહે મારે તે હવે તેની સાથે પરણવું નથી. મને એનું નામ સાંભળવું પણું ગમતું નથી. મિત્ર કહે છે ભાઈ! અંજના તદન નિર્દોષ છે તું સમજ, ખરેખર દુષ્ટ પ્રારબ્ધને આ વાંક લાગે છે. અંજનામાં દેશનો અંશ પણ નથી. નેહીજનેના હદય પણ જે દૈવ રૂઠે તે ભેદતાં વાર નથી લાગતી. પવનકુમાર કહે મિત્ર! તારી બધી વાતને સાર છે કે મારે વડીલેની ખાતર મારું ભાવિ