________________
શારદા સાગર
આસક્ત બનાવે છે. જ્યારે આભ્યતર મન સદ્ગુણુ રૂપી પુષ્પા ઉપર બેસી તેના રસ ચૂસીને જીવને સદ્ગુણ્ણાના અનુરાગી બનાવે છે. આવું તત્ત્વ જીવને સંતના સમાગમથી પ્રાપ્ત થાય છે.
८०
શ્રેણીક રાજા સંત પાસે આવ્યા. અને પોતાનુ ભાન ભૂલી ગયા. અહા! આ મુનિના મુખ ઉપર કેવા આનંદના પુર્વાશ ઉડે છે! હું" મગદેશના માલિક છું... પણ મારા મુખ ઉપર તેમના જેટલા આન નથી. શું મારા કરતાં પણ આ વધારે સુખી છે? બધુઓ! ત્યાગીનું સુખ મજીઠીયા રંગ જેવું છે ને સંસારીનું સુખ હળદરના રંગ જેવું છે. હળદરમાં રંગેલું કપડું તડકે મૂકશે તે ઘડીકમાં રંગ ઊડી જશે, તેમ તમારૂ સુખ પુણ્ય ગયું કે ઊડી જાય છે. પણ તમે એ હળીયા રંગ જેવા કાચા સુખને મજીઠીયા રંગ જેવું માની લીધુ છે અને આત્માના સુખને હળદરના રંગ જેવું માન્યું છે. એટલે મારું મારું' કરી ઘરબાર ખ ખૂબ વસાવ્યું. અંતે મરણ સમયે પણ મારુ મૂકાતુ નથી. સતા માને કે ફલાણા શ્રાવકની ધર્મ પ્રત્યેની કેવી દૃઢ શ્રદ્ધા છે! કેવા ધર્મના રંગ છે! પણ જ્યાં તેના ઉપર કસોટીના તડકા પડયા ત્યાં બધા રંગ ઊડી જાય છે.
મુનિને જોઇને શ્રેણિક રાજાને અલૌકિક આનંદ થયા, પણ હજુ શીર ઝુકાવ્યું નથી. કારણ કે તેમને પેાતાને સત્તાની ખુમારી છે. આગળના રાજાએ જેને તેને પેાતાનુ શીર ઝુકાવી દેતા ન હતા. તેમને એટલી ખુમારી હતી કે મારું રાજ્ય જાય તા કુરમાન, પણ જેવા તેવાને શીર ઝુકાવાય નહિ. કારણ કે આખા શરીરમાં ઉત્તમ અંગ મસ્તક છે. તે જ્યાં ત્યાં નમાવાય નહિ. તમે તે જ્યાં ને ત્યાં ઝુકી જાવ છે, શા માટે ઝુકે છે? ભૌતિક સુખના ટુકડા માટે? આવી ડગમગતી શ્રધ્ધાથી આત્મકલ્યાણ નહિ થાય.
અનાથી નિગ્રંથ સાચા સંત હતા. રાજાએ આવા સતાના ચરણમાં મસ્તક ઝૂકાવતા પણ જેવા તેવાને નમતા નહિ. પણ મારા આજના શ્રાવકે જ્યાં ને ત્યાં ઝુકી જાય છે. રાજા શ્રેણીકનુ શીર હજુ ઝુકયુ નથી. તેને તે મુનિને જોઈને ખૂબ આશ્ચર્ય થવા લાગ્યું. તેમના મુખ ઉપર કેવી પ્રસન્નતા છે! વળી તે કેવા સુકુમાર છે! પૂર્વે જખ્ખર પુણ્ય કર્યુ હાય તા સુકુમાર શરીર મળે છે.
ઠાણાંગ સૂત્રના ચેાથે ઠાણે ચાર પ્રકારના ફળ બતાવ્યા છે. (૧) એક ફળ મહારથી પાચું છે ને અંદરથી કઠણ છે. (ર) બીજું ખહારથી કઠણ ને અઢરથી પાચુ'. (૩) ત્રીજું ફળ બહારથી કઠણુ ને અંદરથી પણ કટછુ. (૪) ચેાથું મહાથી પાચું ને અંદરથી પણ પેાચું. મારા ખંધુએ ! હું તમને પૂછું છું. બેલા, મહારથી પેાચું ને અંદરથી કઠણ તે કયું ફળ? ચણીખર તે મહારથી પાચું ને સુવાળું છે પણ અંદર તેના ઠળીયેા કઠણ છે. ખીજું બહારથી કઠણ ને અંદરથી પાચુ તે નાળિયેર. ત્રીજું બહારથી કઠણ ને અંદરથી કઠણ તે સેાપારી. ચેાથું બહારથી પેચુ' ને અંદરથી પાચું તે ખી વગરની લીલી દ્રાક્ષ. આ ચેાભંગી આપણા ઉપર ઉતારવાની છે. જીવ ચાર પ્રકારે ક્ષમા રાખે છે.