________________
શારદા સાગર
શકવાના છે? આપ મારા આત્માનું બગાડો નહિ. આપણા કુળના સદ્ભાગ્ય છે કે મને આ આત્મકલ્યાણને પંથ મળે છે. હવે મને જલ્દી આજ્ઞા આપે. તેમના પત્નીને પણ ખૂબ સમજાવ્યા. વૈરાગીના વૈરાગ્યભર્યા શબ્દએ અભૂત અસર કરી. આખરે કુટુંબીજનેએ રજા આપી અને સંવત ૧૯૪૪ના પિષ સુદ દશમના પવિત્ર દિવસે પૂ. હર્ષચંદ્રજી મહારાજ સાહેબ પાસે સુરત મુકામે ભાગવતી દીક્ષા અંગીકાર કરી એક મહાન યોગી આત્મસાધના સાધવા તત્પર બન્યા. દીક્ષા લીધા પછી પૂ. ગુરૂદેવને તેમના શિરછત્ર પૂ. ગુરૂદેવ હર્ષચંદ્રજી મહારાજને વિગ પડે. સહનશકિતના ભંડાર, જૈન ધર્મના ધા પૂ. છગનલાલજી મહારાજ સાહેબ, પૂજ્યશ્રી ભાણજીરખજી મહારાજ તથા પૂ, શ્રી ગીરધરલાલજી મહારાજ સાથે વિચર્યા અને સંવત ૧૯૮૩ માં પૂજ્ય પદવીને ભાર પૂજ્યશ્રીના માથે આવી પડ. પૂ. શ્રી છગનલાલજી મહારાજની ગંભીરતા, વિદ્વતા, કાર્યકુશળતા, તથા પ્રભાવશાળી વ્યકિતત્વના પ્રભાવે જેમ ચંદ્ર સૂર્ય પ્રકાશે છે તેમ ભવ્ય જીવોએ તેમની છત્રછાયા નીચે આશ્રય લીધે અને અનેક જ ધર્મ પામ્યા. પૂજ્ય ગુરૂદેવ જ્યારે વ્યાખ્યાન વાંચે ત્યારે જાણે સિંહની ગર્જના થતી હોય તે પ્રભાવ પડતે અને અનેક ધર્મ પામતા. પૂ. ગુરૂદેવની પ્રભાવશાળી એજસભરી વાણીથી તેમને મહાન વિભૂતિ રત્ન શ્રી પૂ. રત્નચંદ્રજી મહારાજ, તપસ્વી છોટાલાલજી મહારાજ પૂ. આત્મારામજી મહારાજ આદિ ઘણાં મહાન શિવે થયા. વર્તમાનમાં વિચરતા મહાન વૈરાગી પૂ. કાંતિઋષિજી મહારાજ આદિ ઠાણ પણ પૂ. છગનલાલજી મહારાજના શિષ્ય છે. જે શાસનની ધૂરા વહાવી રહ્યા છે.
પૂ. ગુરૂદેવે જીવનમાં ઘણું મહાન કાર્યો કર્યા છે. જેનશાળા, શ્રાવિકાશાળા, યુવક મંડળ આદિ સંસ્થાઓ જ્યાં ન હોય ત્યાં શરૂ કરાવી. તેને વિકસાવવા માટે પૂ. ગુરૂદેવે અથાગ પરિશ્રમ કર્યો છે. તે ઉપરાંત ડગમગતા જેને સ્થિર કરવાનું તથા જૈનેતરને પ્રેમથી જૈન ધમી બનાવવાનું ઉમદા કાર્ય કર્યું છે. અન્યધમીને જૈનધમ બનાવ્યા છે. પૂજ્યશ્રીએ મુંબઈમાં ચાર ચાતુર્માસ કર્યા છે તેમાં સૌથી પ્રથમ ૧૯૭૫ નું ચાતુર્માસ કાંદાવાડીમાં કર્યું. ત્યારે કાંદાવાડીનું ધર્મસ્થાનક ન હતું. એક, કરછીની વાડીમાં સંઘે ચાતુર્માસ કરાવેલું. ગુરૂદેવના ઉપદેશથી ઘણા જીવો ધર્મ પામ્યા. જૈન જૈનેતરોએ તેમની પવિત્ર વાણીને ખૂબ લાભ લીધે ને કાંદાવાડીમાં જૈન ધર્મસ્થાનક થયું. સંવત ૧૯૭૮ની સાલમાં અજમેરના બૃહદ સાધુ સમેલનમાં તેમને આમંત્રણ મળેલું. ત્યાં પોતાના શિષ્ય સાથે જઈને પિતાનું પદ તેમણે શોભાવ્યું. ત્યાં તેમણે તેમના જેવી મહાન વિભૂતિ પૂ. અલખ અષિજીને સમાગમ થયે. તેમની પાસેથી પૂ. લવજી સ્વામીના જીવનને ઈતિહાસ જાણી લીધું. આ ઉપરથી જાણી શકાય છે કે તેમની જિજ્ઞાસાવૃત્તિ કેટલી હશે! તેમને ગોંડલ સંપ્રદાયના પૂ. જશાજી મહારાજને સમાગમ થયે. આ વયેવૃદ્ધ જ્ઞાની પાસેથી આપણા પૂજ્યશ્રીએ જિજ્ઞાસાવૃત્તિ દાખવી ઘણું જ્ઞાન મેળવી લીધુ હતું.