________________
શારદા સાગર
૭૫
પિતા નવાબી રાજ્યમાં નોકરી કરતા હતા. ખંભાત નવાબી રાજ્ય છે. પૂ. છગનલાલજી મહારાજ સાહેબ સંસારાવસ્થામાં અકીકને ધંધે કરતા હતા. તેમને એક જેન ભાઈની સાથે મિત્રાચારી હતી. બંને મિત્રો સાથે હરવાફરવા માટે જતા હતા. તે સમયે પૂ. હરખચંદ્રજી મહારાજ ખંભાત પધાર્યા. એક દિવસ જેન મિત્ર કહે છે હવે ચાર-પાંચ દિવસ તારી સાથે ફરવા નહિ આવું. ત્યારે છગનભાઈ પૂછે છે કેમ? તે મિત્ર કહે છે અમારા ગુરૂદેવ પધાર્યા છે એટલે સવારે તેમની વ્યાખ્યાન વાણીને લાભ લેવાનો અને રાત્રે ધર્મચર્ચા થાય છે એટલે ત્યાં જઈશ. ત્યારે છગનભાઈ કહે છે તે હું ત્યાં આવી શકું? ત્યારે મિત્રે કહ્યું અમારા ધર્મસ્થાનકમાં આવવાની કેઈને માટે મનાઈ નથી. એટલે છગનભાઈ મિત્રની સાથે ઉપાશ્રયે ગયા. મિત્રએ જેવી રીતે વંદન કર્યું તે રીતે વંદન કરીને બેઠા. વ્યાખ્યાન સાંભળ્યું. એમને થયું કે આ સંતની વાણી કેવી મીઠી છે. એકેક વચન હદયમાં ઉતારવા જેવું છે. મને ખૂબ રંગ લાગે. હકમી આત્માઓને જલ્દી અસર થઈ જાય છે. દરરોજ વ્યાખ્યાનમાં અને રાત્રે ધર્મચર્ચામાં ભાગ લેવા લાગ્યા. થોડા દિવસમાં વૈરાગ્ય રંગે રંગાઈ ગયા. તેઓ ખૂબ કાન્તિકારી વિચારના હતા. થોડા સમયમાં સારો એ જૈન ધર્મના જ્ઞાનનો અભ્યાસ કર્યો ને જેનશાળા, શ્રાવિકાશાળા-યુવક મંડળની સ્થાપના કરી પોતે ભણાવવા લાગ્યા.
તેમના કાકા કાકીને ખબર પડી કે આને જૈન સાધુને રંગ લાગ્યો છે. એટલે તેમને દીક્ષા નહીં આપવા માટે ને સંસારની ધૂંસરીએ જકડવા માટે ખૂબ પ્રયત્ન કર્યા. પણ જેને આત્મા વૈરાગ્યના રંગે રંગાઈ ગયે છે તેમનું મન કેઈ હિસાબે સંસારમાં ચુંટતું નથી. જેના મિત્રને પણ દિક્ષાના ભાવ હતા. એટલે કહે છગના હું મારા માતા પિતાને એક દીકરે છું ને તું ક્ષત્રિય છે એટલે બનેને રજા મળવી મુશ્કેલ છે. ચાલ, આપણે અહીંથી કયાંક ભાગી જઈએ. જ્યાં ગુરૂને વેગ મળશે ત્યાં દીક્ષા લઈ લેશું. બંને મિત્રો ખંભાતથી ભાગી છૂટયા ને અમદાવાદ આવ્યા. ત્યાં તેમને પૂ. વેણીરામજી મહારાજને સમાગમ થયે ને પિતાના અંતરની વાત રજુ કરી. ત્યારે પૂ. મહારાજે કહ્યું ભાઈ! આપણું જૈન ધર્મના કાયદા અનુસાર વડીલોની આજ્ઞા વિના મારાથી દીક્ષા આપી શકાય નહિ. આ તરફ બંને મિત્રના વડીલે ખૂબ શોધ ચલાવે છે. છેવટે બંને અમદાવાદ દેશીવાડાની પળેથી મળી જાય છે ને ઘરે લઈ જાય છે.
- બંને મિત્રોને ઘરે લાવે છે. માતા-પિતા ખૂબ દબાણ કરે છે કે અમે તને દીક્ષા નહિ લેવા દઈ મ. ખૂબ પ્રલેભને આપે છે. એટલે વણક ભાઈ ઢીલી દાળ ખાનારા પીગળી ગયા. પણ ક્ષત્રિયના બચ્ચા છગનભાઈ અડગ રહ્યા. સાચે વૈરાગી કદી છૂપે રહેતું નથી. તેમણે પિતાના કાકા કાકીને કહ્યું કે મારી એકેક ક્ષણ લાખેણું જાય છે. તમે મને શા માટે રોકે છે? શું મારું મૃત્યુ આવશે તો તેને તમે રોકી