________________
શારદા સાગર
૭૩
તે છેવટે તે ફૂટી જાય છે તેવી દશા પરિગ્રહની મર્યાદા ન કરનારની થાય છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવતે કહ્યું છે કે -
जहा लाहो तहा लोहो, लाहा लोहो पवड्ढइ। दोमास कयं कज्ज, कोडीए वि न निट्टियं ॥
ઉત્ત. સૂ. અ. ૮, ગાથા ૧૭.. જેમ જેમ લાભ મળતો જાય તેમ તેમ લોભ વધતું જાય છે. લાભથી લાભની અભિવૃદ્ધિ થાય છે. કપિલ બે માસા સોનું લેવા રાજા પાસે ગયે. રાજાએ તેની ઈચ્છા પ્રમાણે માંગવાનું કહ્યું. આટલું માંગુ, આટલું માંગુ એમ વિચાર કરતાં આખું રાજ્ય માંગી લેવાનું મન થયું છતાં તેને તૃપ્તિ ના થઈ. છેવટે સમજાયું કે તૃષ્ણને અંત નથી. અંતે વૈરાગ્ય પામીને દિક્ષા લઈ લીધી. આ દુનિયામાં ગ્રહ નવ છે. કેઈ કહે મને મંગળ નડે છે. કેઈ કહે શનિ ને કેઈને પતી નડે છે. એ નવગ્રહથી વધારે હેરાન કરનાર પરિગ્રહ એ દશમે ગ્રહ છે. શનિશ્વરની પનોતીમાંથી માણસ સાડાસાત વર્ષે છૂટે છે પણ આ પરિગ્રહની પનોતીમાંથી આખી જિંદગી સુધી તૃષ્ણવંત માણસ છૂટી શકતો નથી. માટે મારા બંધુઓ ! હવે પરિગ્રહ પ્રત્યે મમતા ઓછી કરી મર્યાદા કરી દે. આપણું જીવન શાંતિથી પસાર થાય માટે મહાન પુરૂષોએ આ સુંદર માર્ગ બતાવ્યું છે.
જિંદગીના અંત સુધી પરિગ્રહની મૂછ ન છૂટે તો તેના બૂરા હવાલ થાય છે. રૂપિયા મેળવવા માટે જન્મ ને રૂપિયા રૂપિયા કરતાં મરે એવા તે આ જગતમાં ઘણાં જોયા, પણ આત્મા માટે જન્મ ને આત્મા માટે મારે એવી તો વિરલ વ્યક્તિઓ હોય છે. ટૂંકમાં ગુરૂ એવા હોવા જોઈએ કે શિષ્યનું હિત થાય એ ઉપદેશ આપે. પરિગ્રહ આદિના સંગથી છોડાવે જે સાધુ ઉપદેશ પરિગ્રહના ત્યાગને આપતા હોય પણ પિતે પરિગ્રહમાં ડૂબી ગયેલા હોય તે તેમના ઉપદેશની અસર થતી નથી. સાંભળે, એક મહાત્માની વાત. રત્નાકર પચ્ચીસીના રચનાર રત્નાકરસૂરિ મહારાજ ખૂબ વિદ્વાન અને પ્રખર ઉપદેશક હતા. તેમની પાસે છેડા સાચા મોતી હતા. એક વખત તેઓ વ્યાખ્યાનમાં પરિગ્રહ કે અનર્થકારી છે ને પરિગ્રહનો ત્યાગ કરવો જોઈએ એમ વ્યાખ્યાનમાં સચોટ ઉપદેશ આપતા. તે શ્રાવકને પૂછે છે કે સમજાયું? તે વખતે એક રૂને વહેપારી શ્રાવક હતો તે ખૂબ વિચક્ષણ ને ગંભીર હતો. તેણે કહ્યું ગુરૂદેવ! નથી સમજાતું. રત્નાકરસૂરિ મહારાજ જુદી જુદી રીતે પરિગ્રહ ત્યાગનું વર્ણન કરે છે, પણ પેલા શ્રાવકને સમજાતું નથી. છેવટે વિચાર કરતાં તેમને સમજાયું કે જ્યાં સુધી મને આ મોતીની મમતા છે ત્યાં સુધી શ્રાવકને ગમે તેટલો ઉપદેશ આપું તે તેની અસર કયાંથી થાય? એટલે તેમણે મોતી વાટીને તેને ભૂકો કરીને ફેંકી દીધા. બીજે દિવસે હદયની વિશુદ્ધિપૂર્વક સુંદર ઉપદેશ આપ્યો ત્યારે શ્રાવક કહે ગુરુદેવ! હવે સમજાઈ ગયું.