________________
શરદી સાગર
ઊભુ રાખ્યું. પવનકુમારે અંજના કુમારીને જોઈ. એનું રૂપ સૌંદર્ય જોઈ પવનકુમાર કરી ગયા. શું એનું રૂપ છે. જાણે દેવલોકની અપ્સરા! અને એ બોલે છે તે જાણે મોઢામાંથી અમી ઝરે છે. કેવું મીઠું બોલે છે. એના મિત્રને કહે છે તું જે તે ખરે. અંજનાને જઈને મિત્રને કહે છે હું એકેક મિનિટ અંજનાને મળી આવું. મેહનીય કર્મને કે ઉછાળે છે. મિત્ર કહે છે અત્યારે મળવા જવાય. પણ કુળને કલંક લાગે. આ રીતે ખૂબ સમજાવ્યા. પણ પવન અંજનાને જોતાં ધરાતા નથી. વખાણ કરતાં થાકતા નથી.
બંધુઓ! જેજે, હવે કર્મનો કે ઉદય થાય છે. પાંચ મિનિટ પહેલાં પવનકુમાર અંજનાને કેટલી ચાહે છે. જેની પાછળ પાગલ બન્યા છે. તેના કેવા કર્મોને ઉદય થશે. અંજનાની સખીઓ તેની મીઠી મજાક ઉડાવે છે. એક સખી બેલીઅંજના! તું તે કેવી ભાગ્યવાન છે કે તને પવનકુમાર જેવા પતિ મળ્યા. ત્યારે બીજી સખી બોલી, અરે વસંતમાલા ! તું તે ખરેખર માખણ લગાવે છે. જે અઢાર વર્ષે દીક્ષા લઈને છવ્વીસમા વર્ષે કર્મના બંધન કાપી મેક્ષમાં જવાના છે એવા મેઘકુમારને છોડીને પવનકુમાર સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું છે તે શું સારું થયું છે? ત્યારે વસંતમાલા કહે બહેન! મેવકુમાર ગમે તેટલા ઉત્તમ હોય પણ અલ્પ આયુષ્યવાળો પતિ આપણી સખીને શા કામને? પતિ તે દીઘાયુષ જ હોવા જોઈએ ને! ત્યારે ત્રીજી સખી બોલી– વસંતમાલા ! તારી બુદ્ધિ તે બહેર મારી ગઈ લાગે છે. અમૃત થોડું હોય તે પણ અમૃત એ અમૃત! પણ ઝેરના મોટા માટલા ભર્યા હોય તે પણ શા કામના? આ સમયે અંજના મૌન રહી, કારણ કે મેઘકુમારનું ઘસાતું બોલે તો મક્ષગામી જીવની અશાતના થાય છે ને પિતાના જેમની સાથે લગ્ન થવાના છે એવા પવનકુમાર વિષે પિતે બેલી ન શકે, કારણ કે તે સમયમાં મર્યાદા ખૂબ હતી. એટલે શરમને કારણે નીચું જોઈને બેસી રહી. અંજનાની સખીઓને વાર્તાલાપ પવનજીએ સાંભળે. અંજનાનું મૌન પવનજીના હૃદયમાં કઈ જુદે વિચાર જન્માવી ગયું.
પવનકુમારના મનમાં એ વિચાર આવે કે બીજી સખી મારી સરખામણ ઝેર સાથે કરે છે છતાં અંજના મૌન બેસી રહી. માટે જરૂર એના મનમાં મેઘકુમાર વસેલે છે. જે એના હદયમાં હું વસેલો હોત તે એની સખીને બોલતી બંધ કરી દેત. પવનકુમારના કૈધની વાળા ભભૂકી ઉઠી. બસ હવે તે અંજના અને તેની સખી બંનેને મારી નાંખ્યું. મ્યાનમાંથી તલવાર બહાર કાઢી મારવા માટે વિમાનમાંથી જવા જાય છે ત્યાં એના મિત્રએ પકડી રાખે. પવન! તું આ શું કરે છે? આ તારી રીત છે. હજુ તું એને પરણ્ય નથીઅરે, તું પરણવા માટે આવે ને ત્રણ ફેરા તેની સાથે ફરે ત્યાં સુધી તારે હકક નથી. એથે ફરે ફરે પછી તારે હકક છે. માટે અહીં તું કંઈ જ કરી શકશે નહિ અને અંજના કેટલી નિર્દોષ બાળા છે! એ અત્યારે મૌન રહી