________________
શારદા સાગર
૬૭
આ મુનિ ખૂબ સુકુમાર હતા. તેમનું રૂપ અથાગ હતુ. કામદેવને પણ જીતી લે તેવું એમનું રૂપ હતું. ને કાયા ખૂબ સુકોમળ હતી તેથી સુકુમાર કહેવામાં આવ્યા છે. અને સુખાચિત હતા. તેનુ કારણ એ છે તેએ સુખમાં ઉછર્યાં હતા. કદી દુઃખ જોયું ન હતું. આવા મુનિને જોતાં શ્રેણીક રાજાના રૂંવાડા ખડા થઈ ગયા. અંતરમાં ખૂબ આનંદ પ્રગટયા. જેમ ભૂખ્યાને ભાજન મળે, તરસ્યાને પાણી મળે ને આંધળાને આંખ મળે ને જેટલેા આનંદ થાય તેથી અધિક આનંă આ મુનિને જોતાં શ્રેણીક રાજાને થયે।. ચલ્લણા રાણીના સંસર્ગથી કંઈક જિજ્ઞાસા જાગી હતી તે હવે વધુ ઉત્કૃષ્ટ મની, મુનિનું બગીચામાં આવવું ને રાજાને ફરવા આવવુ. નિમિત્ત નૈમિત્તિક સબંધ ભેગા થયેા છે. તમે લેાનાવાલા હવા ખાવા ગયા હૈા ત્યાં અચાનક સતાનુ ટાળુ દેખા તે કેટલા આનંદ થાય! તેવી રીતે શ્રેણીક રાજાને ખબર ન હતી કે બગીચામાં કાણુ આવ્યું છે? અચાનક સંતના દર્શન થતાં તેમના અંતરમાં અનેરા આનંદના પુવારા ઉડી રહ્યા છે. હવે આગળ શું ખનશે તેના ભાવ અવસરે કહેવાશે.
ચરિત્રઃ- પવનજી અંજનાને જોવા માટે આવે છે ત્યાં શું બને છે?
અંજનાના માતા પિતાએ રત્નપુરી નગરીના રાજા પ્રહલાદના પુત્ર પવનકુમાર સાથે સગપણુ કરવાનું નક્કી કર્યું. શુભ દિવસે સગાઈ થાય છે. જોષીને કહે છે તું સારામાં સારુ' મુહૂર્ત કાઢી દે. રાજપુરહિતે જોયું. સારામાં સારું મુહૂત કાઢવા જાઉં તેા માડુ આવે છે. બહુ ઊંડા ઉતરવાની જરૂર નથી. એમ વિચારી જોષીએ નજીકનું મુહૂર્ત કાઢી આપ્યું. લગ્નના દિવસ નજીક આવી ગયા. અને રાજભવનામાં લગ્નની તૈયારીઓ ચાલે છે. લાકા અંજનાના ખૂબ વખાણ કરે છે. લગ્નના ફ્ક્ત સાત વિસ બાકી હતા. તે સમયે પવનકુમાર તેમના મિત્રને પૂછે છે અંજનાના ખૂબ વખાણ થાય છે તેા ચાલને આપણે મહેન્દ્રપુરી જઇને અજનાને જોઇ આવીએ. મિત્ર કહે છે એ આપણા કુળને રિવાજ નથી. હવે લગ્નની કયાં વાર છે? સાત દ્વિવસ પછી જોવાની જ છેને? પવનકુમાર કહે છે માતા પિતા બધા સૂઇ જશે પછી વિમાન લઇને ઉપડી જઇશુ. એ સમયમાં લગ્ન પહેલાં વર કન્યા મળતા ન હતા કે લગ્ન પહેલાં જોવા જવાના રિવાજ એ જમાનામાં ન હતા. લજ્જા–મર્યાદા ખૂબ હતી. આજે તે છોકરીના માબાપ મુરતીયાને ઓળખતા ન હેાય ને મુરતીયાના મા-બાપે કન્યાને જોઇ ન હેાય. પણુ વર કન્યા પાતે જ નક્કી કરી આવે. પછી ભલેને ગમે તે થાય. પવનજીને અંજનાને જોવાની તાલાવેલી ખૂબ લાગી છે. એટલે અને મિત્રા વિમાનમાં બેસીને મહેન્દ્રપુરીમાં આવે છે.
અજનાકુમારી મહેલના સાતમે મજલે સુંદર સિંહાસન ઉપર બેઠી છે. આજુબાજુ સખીએ બેઠી છે. બધી સખીઓ સાથે અજના વાર્તા-વિનેાદ કરી રહી છે. આ તે વિદ્યાધર પુત્ર હતા. પેાતાની વિદ્યાથી પેાતાનું વિમાન અદશ્ય રીતે અંજનાને જોઈ શકાય તેવી રીતે