________________
શારદા સાગર
ને સખીને બોલતી અટકાવી નહિ તેનું કારણ શરમ છે. નહિ કે તેના દિલમાં મેઘકુમારનું સ્થાન છે. આ રીતે તેને મિત્ર પવનકુમારને ખૂબ સમજાવી મહામુશીબતે રતનપુર લઈ ગયો. પણ પવનકુમારને કે ઓછો ન થયો. ઘરે આવીને કહે- હવે મારે એ અંજના ના જોઈએ. મિત્ર એને ખૂબ સમજાવે છે. આ તરફ લગ્નની ફૂલ તૈયારી ચાલી રહી છે જ્યારે પવનકુમારના દિલમાં અંજના પ્રત્યે તિરસ્કાર છૂટયો છે.
જુએ, પવનકુમાર કેટલા કેડથી અંજનાને જોવા ગયા હતા. એનું રૂપ જોઈ પવનકુમારનું હૈયું હર્ષથી નાચી ઉઠયું હતું. એના મીઠા મીઠા બોલ સાંભળતા કાન ધરાતા ન હતા. જે એક ક્ષણ પહેલા અંજનાને મળવા કેટલે ઉત્સુક બન્યું હતું તેના પ્રત્યે કેટલી નફરત થઈ ! તેને મારવા માટે તૈયાર થયા. આ શું બતાવે છેકર્મરાજા જીવને કેવા નાચ નચાવે છે. અંજનાને તે આ વાતની ખબર નથી. એ તો નિર્દોષ છે. હવે પવનકુમારના દિલમાં કેધની જ્વાળા ભભૂકી ઉઠી છે. તેમના લગ્ન કેવી રીતે થશે ને અંજના સતીને માથે કેવા કષ્ટ પડશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૯ અષાઢ વદ ૧૦ ને શુક્રવાર
તા. ૧-૮-૭૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને!
અનંત કરૂણાનિધી શાસનસમ્રાટ વીર પ્રભુએ જગતના જીવોના કલ્યાણ માટે આગમવાણી પ્રકાશી. આગમ એટલે અનંતકાળથી પોતાનું ભાન ભૂલી ભવાટવીમાં જમણ કરતા આત્માને સ્વરૂપનું દર્શન કરાવનાર અરીસે. આ અરીસામાં જે મનુષ્ય દષ્ટિ કરે છે તેને સ્વ-સ્વરૂપનું દર્શન થાય એ નિઃશંક વાત છે. બીજું મહાન પુણ્યોગે આપણને આ ઝળહળતું જિનશાસન મળ્યું છે. કોઈ સામાન્ય શાસન નથી. અમૂલ્ય શાસન છે. કેવી રીતે ? હું તમને સમજાવું, સાંભળો
જેમ કઈ માણસને બકાલાની, અનાજની, કરિયાણાની હાટડી માંડવી હોય તે એ નાના ગામડામાં માંડી શકે છે ને તેની આવકમાંથી પિતાનું ગુજરાન ચલાવી શકે છે. પણ જેને ઝવેરાતની પેઢી ખેલવી હોય, હીરાનો વેપાર કર હોય તેને તે અમદાવાદ, મુંબઈ, સુરેન્દ્રનગર, રાજકોટ જેવા મોટા શહેરમાં કરી શકાય. નાના ગામડામાં કઈ હીરા ખરીદનાર ન મળે. કદાચ કઈ ગામડામાં હીરાને વેપાર કરવા જાય તો તમે એને મૂર્ખ જ કહોને? તેમ સામાન્ય પુણ્યોપાર્જન અને સામાન્ય કર્મક્ષયની કિયા તો બીજા ધર્મોમાં પણ થઈ શકે છે. અન્ય ધમીએ ફરાબીયા ઉપવાસ કરે છે. કોઈ ધૂણી ધખાવીને બેસે છે. કોઈ સેવાળ ખાઈને રહે છે ને અકામ નિર્જરા કરી સામાન્ય પુણ્ય