________________
શારદા સાગર
૧૬ મહાન પુરૂષે કહે છે તે સુખના ઈચ્છુક આત્માઓ! તમે જેને સુખ માને છે, ને જેના માટે દેવાદેડી કરે છે તે સાચું સુખ નથી. તે તે માત્ર સુખને આભાસ છે. સાચું સુખ તે તારા અંતર-ઘરમાં પડેલું છે. બેલે હવે તમારે કયું સુખ જોઈએ છે? તમારે મુંબઈથી અમદાવાદ, રાજકેટ કે જામનગર જેવું હશે તે ટિકિટ માસ્તર પાસે કહેવું પડશે કે મને આ ટિકિટ જોઈએ છીએ. જ્ઞાનીઓ તમને પૂછે છે કે તમારે કયું સુખ જોઈએ છે? બાહ્ય સુખ અ૫ કાળનું છે ને ત્મિક સુખ સદા કાળ ટકવાવાળું છે. કોને પસંદ કરશે? કદાચ તમને એમ થાય કે બાહ્ય સુખ પ્રત્યક્ષ દેખાય છે ને અનુભવાય છે પણ આત્મિક સુખ કયાં દેખાય છે? ભાઈ આત્મિક સુખ બહાર નથી પણ અંદર છે. જેમ કે હરે કચરામાં દટાઈ ગયું છે તેથી તેને પ્રકાશ દેખાતું નથી પણ તેથી હીરે નથી તેમ નથી. કચરામાંથી બહાર નીકળતા તરત પ્રકાશ દેખાશે. તે રીતે આપણે આત્મા એક કિંમતી કેહીનુર હીરા જેવો છે. તેના ઉપર જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, ગોત્ર, અને અંતરાય એ આઠ કર્મ રૂપી કચરાના ઢગલા પડયા છે તેમાંથી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય, અને અંતરાય એ ચાર ઘાતી કર્મના કચરા સાફ થયા કે પ્રકાશ પ્રકાશ પથરાઈ જશે. પછી સુખ શોધવા બહાર જવું નહિ પડે.
આજને માનવ સુખ મેળવવા માટે ઈન્ડીઆ છેડીને ફેરેની જાય છે. સુખ મેળવવા આખી દુનિયા ફરી વળ્યા. અહીં બેઠેલામાંથી ઘણા ભાઈઓ વિદેશ જઈ આવ્યા છે. તો હું તમને પૂછું છું. બેલે, હવે તો સુખી થયા હશેને? સુખ મળ્યું કે નહિ એ તે તમારે આત્મા જાણે. કેમ ખરું ને? કે પછી બહારથી વૈભવશાળી દેખાવ છે પણ અંદર સુખ નથી. બહેનની સાડી કબાટમાં ઘડીબંધ પડી છે તેવી જ દેખાય પણ અંદર ઉધઈ ખાઈ ગઈ. એક થીગડું મારે તેટલું કપડું પણ સારું નથી. તેમ તમે ઉપરથી ભભકાદાર દેખાઓ છો પણ અંદરથી તમારી દશા કેવી કફોડી છે તે તમને ખબર છે. કેમ બરાબર ને? (હસાહસ) છતાં આ વિનશ્વર વૈભવ મેળવવા કેટલે પરિશ્રમ કરે છે? ભાવનાશતકમાં કહ્યું છે કે -
હે લક્ષ્મી જબ તેરે હિત, સદા કઠિન શ્રમ કરતા હૈ, તેરે સંચય કરકે તુઝકે, બડે યત્ન સે રખતા હૈ, ચર સે રક્ષણ કરતા હૈ, લેતા સુખ કી નીંદ નહિ, તૂન તનિક પર સ્થિર રહતી પર, નિર્દય ઉસકે કહાં કહી!
ખૂબ પરિશ્રમ કરી પૈસો પ્રાપ્ત કર્યો. તેને સાચવવા આજની સરકાર સામે કેટલા કાવાદાવા કરવા પડે છે. તેને મેળવતાં કેટલા જોખમ ખેડવા પડે છે. કમાઈને લાવ્યા