________________
શારદા સાગર
:
તી સો વાર સા, સંજયં સુનિશ્વિયં निसन्नं रुक्खमूलम्मि, सुकुमालं सुहोइयं ॥
ઉત્ત. સૂ. અ. ૨૦, ગાથા ૪. . તે બગીચામાં તેમણે એક સંતને જોયા તે સંત કેવા હતા. પ્રથમ વિશેષણ આપ્યું છે “સંજયં” તેઓ સંયતિ હતા એટલે પાંચ ઈન્દ્રિઓ અને છ મનને સંયમમાં રાખનાર હતા તે સુસમાધિવંત હતા એટલે પિતે આત્મ સમાધિમાં સ્થિર બનેલા હતા તેઓ આત્મસમાધિ-ધ્યાનમાં લીન હતા. દેહનું ભાન ભૂલી આત્મભાવમાં રમણતા કરી રહ્યા હતા તેઓ એક ઘટાદાર સુંદર વૃક્ષની નીચે બેઠેલા હતા. તેમનું રૂપ અલૌકિક હતું તેમનું શરીર સુકોમળ હતું. ઘણાની ચામડી બરછટ હોય છે ને ઘણાની ચામડી મખમલ જેવી કે મળ હોય છે આ મુનિનું શરીર મખમલ જેવું કેમેળ હતું તેમનું રૂપ પણ મનોજ્ઞ હતું ને તે મુનિ સુખચિત હતા હવે શ્રેણુક રાજા પણ રૂપ-ગુણ ને બુદ્ધિમાં કંઈ ઉતરતા ન હતા એવા શ્રેણીક રાજાએ બગીચામાં મુનિને જોયા હવે ત્યાં શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
- કર્મ કેવી સજા કરાવે છે છતાં મહાન આત્માઓ પિતાના શુદ્ધ સ્વભાવમાં કેવા અડગ રહે છે. એવા સમભાવમાં સ્થિર રહેનાર સતી અંજનાનું ચરિત્ર આજથી શરૂ કરીએ છીએ.
ચરિત્ર- અંજના સતીના નામથી આ ચરિત્ર રચાયું છે. એ અંજના સતીએ કર્મોદય સમયે કેઈને દેષ આખે નથી. મહાન આત્માઓ નિમિત્તને બટકા ભરતા નથી. ઉપાદાન તરફ દષ્ટિ કરે છે. કૂતરાને કેઈ લાકડી મારે તે તે લાકડીને બટકા ભરે છે ને સિંહને કે ગોળી મારે તો તે ગેબીને જેતે નથી પણ ગોળીના મારનાર તરફ દષ્ટિ કરે છે. તેવી રીતે જ્ઞાની અને અજ્ઞાની આત્માઓ વચ્ચે તફાવત છે. જ્ઞાનીઓ કર્મના મૂળ કારણેને શોધે છે ને અજ્ઞાનીઓ હાયવોય કરે છે. અંજનાના માતા-પિતા કોણ હતા. * મહેન્દ્રપુરી નામની નગરી હતી અને મહેન્દ્ર નામના ન્યાય, નીતિ સંપન્ન રાજા રાજ્ય કરતા હતા. પ્રજાનું પુત્રની જેમ પાલન કરતા હતા. તેમને મને વેગા નામના અતિસ્વરૂપવાન પટ્ટરાણુ હતા. તે ખૂબ ગુણવાન અને પતિવ્રતા હતા. એ મહેન્દ્ર રાજાને સો (૧૦૦) પુત્ર હતા. તે સે પુત્ર પછીની અંજના નામની પુત્રી હતી. જેનું નામ અંજના પાક્વામાં આવ્યું હતું. અંજના એ ભાઈઓની એકની એક લાડકવાયી બહેન હતી. તે અતિ સેંદર્યવાન હતી. તે તેને ખૂબ પ્રિય હતી. તે ખૂબ લાડકોડથી ઉછરી રહી છે.
સમય જતાં અંજના મટી થાય છે. યુવાનીના પગથારે પગ મૂકે છે. તમે