________________
શારદા સાગર
નવભારત ટાઈમ્સ, સંદેશ. આ બધા ઉપર ઉપરથી વાંચે તે પણ કલાક નીકળી જાય. કદાચ પેપર મોડું આવે તે એમ થાય કે હજુ પેપર નથી આવ્યું. દૈનિક સમાચાર જાણવાની કેટલી બધી ઇતેજારી છે! તેટલી આત્માને જાણવાની જિજ્ઞાસા છે? અડધે કલાક પણ પ્રભુને પ્રાર્થના કરવાનું મન થાય છે! આત્મસ્વરૂપનું ચિંતન કરવાનું મન થાય છે? છાપું વાંચીને બાહ્ય ચિંતા જ કરવાની છે ને? હવે પરની પંચાત છેડી સ્વમાં ઠરે. જીવનમાં એકાદ મુખ્ય ગુણ આવ્યું હશે તે પણ કામ થઈ જશે.
મુંબઈ જેવી અલબેલી નગરીમાં એક કરેડપતિ શેઠ વસતા હતા. ખૂબ ધનવાન હતા, સાથે ધર્મવાન પણ ખૂબ મોટા વહેપારી હતા. ધાર્મિક ક્ષેત્રમાં, સ્વમીએ અને ગરીબોની સેવામાં ખૂબ ધન વાપરતા હતા. એ સમજતા હતા આ સંપત્તિ અને શરીર વિનશ્વર છે. સાચે સગે તે પરમેશ્વર છે. પિતે ખૂબ પ્રમાણિક ને સત્યવાદી હતા. મરતા મરતા પિતાના પુત્રને પણ એક જ હિત શિખામણ આપી, કે બેટા! પૈસે તે આજ છે ને કાલે નથી. તું તારા જીવનમાંથી સત્યને કદી છોડીશ નહિ. સત્યને દીપક જલતે રાખજે. પુત્ર ખૂબ સંસ્કારી હતો, તેણે એ સૂત્રને જીવનમાં વણી લીધું. “સર્વ વહુ માવં” સત્ય એ જ ભગવાન છે. ખૂબ ન્યાય, નીતિ અને પ્રમાણિકતાથી વહેપાર કરે છે. પૈસાને પાર નથી. પણ માનવીને સમય સદા સરખે રહેતું નથી. પુણ્ય-પાપના -પ્રવાહે આવ્યા કરે છે.
પુણ્યને દીપક અસ્ત થવા આવ્યો. વહેપારમાં જ્યાં જુઓ ત્યાં પેટ, ખેટ ને ટ. પાણીના પુરની જેમ પૈસાને પ્રવાહ વહી ગયો, માથે કરજે ખૂબ વધી ગયું. તિજોરીનું તળિયું દેખાવા લાગ્યું. બધું ચાલ્યું ગયું. ખૂબ મોટા શેઠ હતા. “ભાંગ્યું ભાંગ્યું તેયે ભરૂચ.” પાસે જે કંઈ છે તેમાંથી થોડું થોડું લેણદારને આપી દઉં ઐમ વિચાર કરે છે. એને પૈસાની જરૂર નહતી. કેઈની રકમ વ્યાજે લેવા ઈચ્છતા ન હતા. છતાં લેકે પરાણે મૂકી જતા. એના વ્યાજમાં કંઈકનું ગુજરાન થતું હતું. ના પાડવા છતાં લકે કહેતા અમારે વ્યાજની પણ જરૂર નથી. અમારી રકમ તમારે ત્યાં રાખે.
બંધુઓ! આ દુનિયા કેવી દેરંગી છે! ખબર પડે કે આના કરામાંથી એક ઈટ ખરી પડી છે તે બધા ભેગા થઈને આખો કરે તેડી પાડે પણ એક ઈટ પૂરે નહિ. એની એક ઈટ પૂરી દે તે તેને કેટલે આનંદ થાય ! કઈ સ્વયમી બંધુ ઘસાઈ ગયો હેય ને મદદ કરે તે પાડેશી પણ ના જાણે. આગળના શ્રાવકે કેવા ગંભીર હતા ! એમના ધંધામાં કદી ખોટ આવતી ન હતી. આજે તે નાણું થડા ને વહેપાર મેટા. તે સમયમાં શ્રાવકે પેતાની મૂડીના ચાર વિભાગ કરતા. એક ભાગ ધરતીમાં દાટતા, બીજા ભાગના નાણાં વહેપારમાં રોકાતા, ત્રીજા ભાગમાં ઘરમાં ઘરવખરી વસાવતા ને ચોથો ભાગ સુકૃત્યોમાં વાપરતા. એ ચાંદીના સિક્કા હતા, આજની જેમ કાગળીયા નહિ.