________________
શારદા સાગર
૫૩
કેમેરા ઉપર કાળું કપડું' રાખવામાં આવે છે. ખીજા રંગનુ કપડું રાખવામાં આવે તે સૂના ઘેાડા ઘણાં કિરા અંદર પ્રવેશી જાય છે ને ફાટાને નુકસાન પહોંચે છે. પણ કાળા રંગ સૂના કિણ્ણાને અંદર પેસવા દેતા નથી. એકસરે લેવા હાય તે। પણ તદન અંધારું કરી દેવામાં આવે છે ને કાળા પડદા લગાવી દેવામાં આવે છે. તેનુ કારણ એક જ છે કે સૂર્યના કિરણાને કાળા રંગ પચાવી લે છે. આ રીતે જે આત્મા પરભાવના ત્યાગ કરી સ્વભાવ રૂપી સૂર્યના કણ્ણાને પેાતાનામાં પચાવે છે. તેને આત્મા પાપ રહિત, નિર્મળ ને શ્વેત અને છે.
ટૂંકમાં મારુ કહેવાનું તાત્પર્ય એ છે, કે હે જીવ! તું પર ચૈાને પેાતાના માનીશ નહિ. તુ જ્ઞાતા-દૃષ્ટા ખન. જોવું એ સ્વભાવ છે. કેઈપણુ સારા કે ખરાબ પઢા ઉપર આપણી દ્રષ્ટિ તેા પડે છે તેને જોવાની ના નથી. પણ જોયા પછી તેના પ્રત્યે આપણને રાગ-દ્વેષ થવા ન જોઇએ. આપણા સ્વભાવમાં વિકૃતિ આવવી ન જોઇએ. કાઇ બહેન નવા ઘાટની આંગડી પહેરીને આવી. તેને તમે જોઇ. જોઈ તેના વાંધા નથી પણ તે જોયા પછી આ સારી છે. મને બહુ ગમે છે. મારે એવા ઘાટની આંગડી મનાવવી છે. આવા વિચાર થાય એ વિકૃતિ છે. દશ શેર દૂધના તપેલામાં એક ટીપુ છાશનું પડી જાય તેા દૂધ બગડી જાય છે. તેમ આપણા સ્વભાવમાં પણ જો વિકૃતિ આવી તેા આત્માનુ બગડી જાય છે. જેને દ્રવ્ય અને પર્યાયન ભેદજ્ઞાન થયું હશે તે એમ વિચાર કરશે કે આ બગડીમાં સાનુ દ્રવ્યરૂપે છે. અંગડી, હાર–વીટી આ બધા તેના પર્યાયા છે. આજે બંગડી બનાવી છે: કાલે નહિ ગમે તે તેને ભાંગીને હાર મનાવશે એટલે તેના પાંચા પલટાય છે પણ સુવર્ણ તે દ્રવ્યરૂપે તેમાં રહેવાવાળુ છે. આ રીતે દરેક બ્યા તે દ્રવ્યરૂપે નિત્ય છે ને પર્યાય રૂપે અનિત્ય છે. દા. ત. તમારા પેાતાના ફોટા હશે તેમાં ખાલપણાના, યુવાનીના અને વૃધ્ધાવસ્થાને એ ત્રણે અવસ્થાના ફાટા જોશે! તેા એમ થશે કે નાના હતા ત્યારે આવા હતા! યુવાન હતા ત્યારે કેવા હતા ને અત્યારે કેવા છું. આત્મા તેા તે જ છે. પણ આ ત્રણ અવસ્થા તેના પર્યા રહેલ છે. આ શરીરના સ્વભાવ-સડણુ, પડછુ ને વિધ્વંસન રહેલે છે. આત્માથી શરીર પર છે. એક દિવસ છોડીને જવાનુ છે છતાં તેની સાર સંભાળ રાખવામાં માનવ પોતાના કેટલા અમૂલ્ય સમય બગાડે છે!
આ દેહની પૂજામાં, દિન રાત વીતાવું છું, કિંમતી સમય જીવનના હૈ રાખમાં મિલાવુ છું મને આ દેહ ઉધ્ધારે, નરકમાં એ જ ગબડાવે, દસ તા પાર ઉતરાવે નમું તે પાપ બંધાવે. સાધન તરી જવાનું, કાંઠા ઉપર ડૂબાવું છું આ દેહની સવારે ઉઠયા ત્યારથી લઈને સાંજ સુધીમાં આ શરીરની પૂજામાં કેટલે સમય
...
...