________________
શારદા સાગરે
- ૫૧
રાજાની રાજગૃહી નગરીમાં પધાર્યા હતા. આપણે ત્યાં રાજગૃહી નગરી તે નથી પણ આ વાલકેશ્વરની હરિયાળી નગરી તે છેને ? અનાથી નિગ્રંથ જેવા અમે નથી, છતાં વીતરાગના વારસદાર તે જરૂર છીએ. તમે લેકે શ્રેણીક મહારાજા જેવા નથી, છતાં ધર્મના પ્રેમી તો જરૂર છે. આ વાલકેવરને હલ ધમાંરાધનાથી ગાજી ઊઠયો છે. હવે આપણે આ હેલને તપ-ત્યાગથી નંદનવન જેવો બનાવી દે છે. નંદનવન કરતાં આપણું ભૂમિ વધુ શ્રેષ્ઠ છે. કારણ કે આત્મકલ્યાણ કરવાની અહીં ભરપૂર સામગ્રી છે.
હવે શ્રેણીક રાજા નંદનવન કરતાં પણ અધિક શ્રેષ્ઠ એવા મંડી કુક્ષ બગીચામાં જશે ને મુનિનો સમાગમ થતાં કે અપૂર્વ આનંદ થશે, તેમને આત્મા કે દેદિપ્યમાન બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં-૭ અષાઢ વદ ૮ ને બુધવાર
તા. ૩૦-૭-૭૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને,
અનંત કરુણનિધિ શાસ્ત્રકાર ભગવંત જેવા મહાપુરુષોએ કેવળ જ્ઞાનની જેત પ્રગટાવતા પહેલા એવી અઘોર સાધના કરી કે કર્મના ગાઢ અંધકારને ઉલેચીને જ જંપ્યા. એમને કર્મ ખપાવવાને ખટકારો હતા. એમને જે ખટકારો હતો તેવો આપણને નથી. જીવનમાં ખટકારાની જરૂર છે. તમે ઘડિયાળ કાંડે બાંધે છે તેને કટકોરે સંભળાય તે તમે માને છે કે ઘડિયાળ ચાલુ છે. કટકારો અને કાંટા વિનાની ઘડિયાળની જેમ કિંમત નથી તેમ જેના જીવનમાં સાધનાને રણકાર નથી, કર્મને ખપાવવાને ખટકારે નથી–તેના જીવનની પણ કઈ કિંમત નથી.
બંધુઓ! જ્યાં સુધી આપણે મોક્ષ મંઝીલે ન પહોંચીએ ત્યાં સુધી આપણા માથે કર્મના કરજ ઊભા છે. કરજદારને કરજ ચૂકવવાની જેટલી કિંમત હોય છે તેટલી આપણને કર્મ ખપાવવાની ચિંતા હોવી જોઈએ. કેઈ લેણદાર સજજન હોય તે વિચાર કરે કે મારા આની પાસે આટલા રૂપિયા લે છે પણ અત્યારે તેની પરિસ્થિતિ સારી નથી. જ્યારે એને મળશે ત્યારે આપી જશે. સાથે દેવાદાર પણ જે સજજન હશે તે એ જ્યાં સુધી કરજ ચૂકવી નહિ શકે ત્યાં સુધી તેને સુખે ઊંઘ નહિ આવે. મનમાં એને ખટકા રહેશે કે જ્યારે એ કરજમાંથી મુક્ત બનું. કરજમાંથી જલદી મુક્ત થવું એ મારી ફરજ છે. તે જ રીતે જીવને પણ ચિંતા હેવી જોઈએ કે જલદી આત્મસાધના કરી જન્મ-મરણના ફેરારૂપી કર્મરૂપી કરજમાંથી મુક્ત થાઉં.