________________
શારદા સાગર છે. જેને જલદી વિકટ્ટી કરવાની ભાવના છે તેવા આત્માઓ આજે આઠમના દિવસે ઉપવાસ-આયંબિલ કરીને બેસી ગયા છે. અને જેને લગની નથી તેને એક પારસી કરતાં પણ પડી જવાય છે. મન ઉપર જે બ્રેક આવી જાય તે બધું થઈ શકે છે. પેટ કંઈ બહુ માંગતું નથી. ગમે તેવી કકડીને ભૂખ લાગી હશે પણ પેટ ભરાઈ જાય પછી ગમે તેવા મિષ્ટાન્ન આપવામાં આવે તે પણ પેટ ના પાડે છે. પણું મન કહે છે લઈ લે ને કાલે ચાલશે. કેઈ સારી ચીજ જોઈ તે મન તરત કહેશે આ બહુ સરસ છે લઈ લે. આ પેટની, ભૂખ મટે છે પણ મનની ભૂખ મટતી નથી. આ દુનિયામાં અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પ કરાવનારું મન છે. પિતાને જે જોઈએ છે, જે ગમે છે તે ન મળે તે અંદર સંકલ્પ વિકલ્પ ચાલ્યા કરે છે. આનું કારણ જીવે અનાદિકાળથી પર ઘર જોયું છે પણ સ્વઘર જોયું નથી. તું તારા સ્વભાવે જ્ઞાતા અને દષ્ટા છે. એકાંતમાં બેસી ચિંતન કરે છે ચેતન! તારે સ્વભાવ શું છે? તું અનંત જ્ઞાનને પુંજ છે. અનંત શક્તિને અધિપતિ છે. પણ ક્યા કારણેને લીધે તું આ કાયાની કેટડીમાં પૂરાયે છે? અંદરથી આ પ્રશ્ન થશે તે જવાબ મળશે કે તું સ્વને છેડી ૫૨માં ગયે તેની આ સજા તારે ભોગવવી પડે છે.
કપડાંને મૂળ સ્વભાવ “વેત છે. પણ જે તેના સ્વભાવમાંથી બીજા સ્વભાવમાં જવું હશે તે ખત્રીના રંગાણામાં તેને બફાવું પડે છે પણ જેને મૂળ સ્વભાવમાં રહેવું હોય છે તેને બફાવું પડતું નથી. પિતાના સ્વભાવમાં જે આનંદ છે તે પરભાવમાં નથી. હવે બીજી વાત કહું. પુષ્પોને મૂળ કલર તે શ્વેત હોય છે, પણ કેઈ ફૂલ સફેદ, કેઈ ગુલાબી-લાલ-લીલું-પીળું તે કઈ કાળું હોય છે. તેનું કારણ શું છે તે તમે જાણે છે? એ બાબતમાં વૈજ્ઞાનિકે એમ કહે છે કે ફૂલના રંગમાં જે ભિન્નતા દેખાય છે તેને સૂર્યના કિરણ સાથે સંબંધ છે. સૂર્યના કિરણોને લીધે કુલેમાં જુદા જુદા રંગે આવે છે. તમને પ્રશ્ન થશે કે સૂર્યના કિરણે બધાં ફૂલે ઉપર સમાન રૂપથી પડે છે. છતાં અલગ અલગ રંગ થવાનું કારણ શું? તેના જવાબમાં વૈજ્ઞાનિકો એમ કહે છે કે સૂર્યના કિરણે ગ્રહણ કરવાની ભિન્નતાને કારણે ફૂલના રંગમાં પણ ભિન્નતા દેખાય છે. જે ફૂલ સૂર્યના કિરણેને પિતાનામાં લઈને પિતાને વધારેમાં વધારે ત્યાગ કરે છે. તે ફૂલને રંગ એકદમ સફેદ થાય છે. જે થોડે ત્યાગ કરે છે તેને રંગ આછા ગુલાબી થાય છે. જે એનાથી ઓછો ત્યાગ કરે છે તેને રંગ પીળે થાય છે. જે એનાથી પણ ઓછે ત્યાગ કરે છે તેને રંગ લાલ થાય છે. જે કિરણે વધારે લે છે પણ પિતાને છે ત્યાગ કરે છે તેને રંગ લીલે થાય છે અને જે ફૂલ સૂર્યના બધા કિરણને પિતાનામાં હજમ કરી જાય છે અને ત્યાગ બિલકુલ કરતું નથી તેને રંગ એકદમ કાળે થાય છે. કાળે રંગ કિરણોને ખાઈ જાય છે.
એ વાત પ્રત્યક્ષ પ્રમાણુથી સાબિત થાય છે. તમે જુઓ છે ને કે ફેટે પાડવાના