________________
૫૦.
શારદા સાગર
નથી. આવું બધું દેવે પણ ઝંખે છે. તે નંદનવન કે સ્વર્ગને કેમ મેટું કહી શકાય બેલે, હવે આપણે આ ઉપાશ્રય કે બનાવે છે? (શ્રોતામાંથી અવાજ: શરદૃવનનંદનવન.) એક ઉદાહરણદ્વારા સમજાવું.
એક વખત ગોપીઓની કૃષ્ણની ભકિતથી પ્રસન્ન થઈ દેવે વિમાન લઈને તેમને સ્વર્ગમાં લઈ જવા માટે મનુષ્યરૂપમાં આવ્યા. ગોપીઓ પાસે આવીને કહે છે ચાલે, અમે તમને દેવલેકમાં લઈ જવા માટે આવ્યા છીએ. તમે કૃષ્ણની ખૂબ ભક્તિ કરી છે તેથી અમે પ્રસન્ન થયા છીએ. ત્યારે ગોપીઓએ પૂછયું ભાઈ ! તમે અમને સ્વર્ગમાં લઈ જાઓ પણ અમે પૂછીએ છીએ કે અમે જેની ભકિત કરીએ છીએ કે જેની ભક્તિદ્વારા તમે અમારા ઉપર પ્રસન્ન થયા છે તે બંસરીને બજાવવાળે કૃષ્ણ ત્યાં છે ? ત્યારે દેવ કહે છે ના, એ તે ત્યાં નહિ મળે. ત્યારે ગોપીઓ કહે તે અમારે ત્યાં નથી આવવું. ત્યારે દેવે કહે છે, અરે ! જરા વિચાર તે કરે! ક્યાં સ્વર્ગ અને ક્યાં તમારું આ વ્રજ! ત્યાં તે કેટલું સુખ છે. અહીં દુષ્કાળ પડે તે અનાજને એક કણ ન મળે. વરસાદ ન પડે તે પીવા પાણી ન મળે. તે સિવાય અનેક પ્રકારના રોગ થાય છે. વળી સિંહ-વાઘ આદિને પણ અહીં ભય રહે છે. ને ત્યાં તે આવું કંઈ કષ્ટ ન પડે. બસ સુખ-સુખ ને સુખ! ત્યાં રત્નના મહેલ છે, કેવળ ઈચ્છા કરવા માત્રથી પેટ ભરાઈ જાય છે! ભજન કરવાની પણ જરૂર પડતી નથી. આવે ત્યાં આનંદ છે. છતાં તમે ત્યાં આવવાનું કેમ પસંદ કરતા નથી? તે શું તમે ગાંડા થઈ ગયા છે? ત્યારે ગોપીઓ કહે - અમે કંઈ ગાંડા થઈ ગયા નથી પણું તમે ગાંડા થઈ ગયા લાગે છે. તમે જ કહે, કે તમે અમને લેવા શા માટે આવ્યા છો? દેવે કહે તમે કૃષ્ણની ભકિત કરી માટે! તે હવે તમે કહે, કે જે ભક્તિના કારણે તમે સ્વર્ગમાંથી નીચે ઊતર્યા ને અમને લેવા આવ્યા છે તે તે ભકિત સ્વર્ગ કરતાં કેટલી બધી ચડિયાતી છે! એ ભક્તિને છેડીને અમને સ્વર્ગમાં આવવાનું મન થતું નથી. વળી અમારે સ્વર્ગમાં આવીને અમારી ભકિતને વેચવી નથી. તમે સ્વર્ગને બજથી ઊંચું ને શ્રેષ્ઠ માને છે તે કહોને કે કૃષ્ણને જન્મ સ્વર્ગમાં ન થતાં વ્રજમાં કેમ થયું? ગોપીઓને ઉત્તર સાંભળી દે તે ચૂપ થઈ ગયા ને બોલ્યા કે અમારું સ્વર્ગ વ્રજની આગળ કંઈ વિસાતમાં નથી. તમારી ભકિત અને શ્રધ્ધાને ધન્ય છે. અમારું શરીર ગમે તેટલું સુંદર હોય પણ તમારા જેવી ભકિત આ શરીરમાં નથી.
બંધુઓ ! તમે પણ સ્વર્ગ કે નંદનવનને શ્રેષ્ઠ માનતા છે તે વિચાર કરો કે ત્યાં આવા સાધુ મળશે? આવી વીતરાગવાણી સાંભળવા મળશે? આવા વ્રત–પ્રત્યાખ્યાન ત્યાં કરી શકશે? આ દષ્ટિથી સ્વર્ગ કરતાં વાલકેશ્વરનું મહત્વ વધારે છેને? અહીં તમે જે ધમરાધના કરી શકો છો તે ત્યાં નહિ કરી શકે. અનાથી નિગ્રંથ શ્રેણીક