________________
શારદા સાગર
કહે છે તું મને એક થેપલાનો ને એક ખાખરાને ડબ્બા ભરી આપ. જેથી મુસાફરીમાં મુશ્કેલી ન પડે. તમે પણ ભાતું તે લઈ જાય છે ને? પાલણપુરી ખાખરા અને પાપડ લઈ જાય ને કાઠિયાવાડી, ઝાલાવાડી હોય તે થેપલા, પેંડા ગાંઠીયા અને વધારેલા મરચાં. કેમ બરાબર છે ને? (હસાહસ) શેઠને જવાને સમય થયે. બેગ-બિસ્તર બધું ગાડીમાં મૂકયું. શેઠ કહે છે ભાતાના ડબ્બા તે ન આવ્યા, શેઠાણ કહે છે મેં ડબ્બ આગળ મોકલાવી દીધા છે. શેઠ કહે છે પણ તે ક્યાં મોકલ્યા? હું ક્યાં કયારે જઈશ તે નકકી નથી. શેઠાણી કહે તમે જ્યારે જ્યાં જશે ત્યાં તમને મળી જશે. ચિંતા ન કરે. ભોળા શેઠ ગાડીમાં બેઠા. શેઠ ક્યાં ક્યાં જવાના છે તેનું લિસ્ટ શેઠાણ પાસે હતું એટલે ખબર આપી દીધેલી.
' આ તરફ શેઠ જ્યાં જાય ત્યાં માણસે સામા આવે. પિતાને ઘેર લઈ જાય. ખમ્મા ખમ્મા કરે. નિત્ય નવા ભજન જમાડે. શેઠને એક દિવસ રોકાવું હોય તે ચાર દિવસ રોકાવું પડે, એટલે પ્રેમ ને આગ્રહ, આ બધું જોઈને શેઠ વિચારમાં પડી ગયા. આ શું? હું તે આ કોઈને ઓળખતે નથી. આ બધા મારી આટલી બધી આગતા સ્વાગતા કેમ કરે છે? બીજે બધે તે કાંઈ બોલ્યા નહિ. પણ છેલ્લે ગામ ગયા ને જેને ત્યાં ઉતર્યા તેને પૂછે છે ભાઈ! મેં તમને કદી જોયા નથી. ને તમે મારી આટલી બધી મહેમાન ગતિ કેમ કરે છે? હું જ્યાં જ્યાં ગમે ત્યાં આ પ્રમાણે બન્યું છે. ત્યારે પેલે માણસ કહે છે શેઠ અમે તો તમારા ઘેર ઘણીવાર આવી ગયા છીએ કે આપના શેઠાણીએ તે અમને માતાની જેમ જમાડયા છે. અમારી ખૂબ સગવડ સાચવી છે અને સાથે શેઠ આપની ઉદારતાને આ લાભ છે.
શેઠ દેઢ મહિને ઘેર આવ્યા. શેઠાણીને કહે છે તારા ડબ્બા બરાબર પહોંચી ગયા. જ્યાં ગમે ત્યાં માન સત્કારને પાર. નહિ. હું તે કઈને ઓળખતો નહોતો. આ બધે યશ તારા ફાળે જાય છે. ઘરઘરમાં આવા ઉદાર શેઠ હેય ને સુશીલ પત્ની હોય તે આ સંસાર સ્વર્ગ જેવો બની જાય. તમે આવા ગંભીર–વૃક્ષ જેવા બનજે. હવે આપણું મૂળ વાત ઉપર આવીએ.
આ મંગ્લિક્ષબાગને છેલ્લા ૫દમાં “ઉજ્જા નંબોવમ” એમ કહેવામાં આવ્યું છે. મંલ્કિક્ષ બાગને નંદનવનની ઉપમા આપવામાં આવી છે. એટલે તે બગીચે નંદનવન જે હતે. આવા નંદનવન જેવા સુંદર બગીચામાં તે પવિત્ર મુનિરાજ બિરાજમાન હતા. હવે અહીં કોઈ બગીચે હોય ને તેનું નામ નંદનવન આપ્યું હોય તે બગીચાની આ વાત નથી. આ નંદનવન તે મેરૂપર્વત ઉપર આવેલું છે. અને દેવે ત્યાં કીડા કરવા માટે જાય છે. ત્યાં તે વૃક્ષો પણ રત્નોના બનેલા છે. ભૂમિ પણ રત્નમય છે. આવું રમણીય નંદનવન દેવની કીડા ભૂમિ છે. પણ આ મંડિફેક્ષ બાગમાં તે એવું કંઈજ નથી. છતાં ભગવતે