________________
શારદો સાગર
વિતે છે! આ શરીરને કેટલા લાડ લડાવે છે? આ ચામડાનું શરીર છે. તમે ચામડાની પૂજા કરે છે ને? ચામડાની પૂજા કોણ કરે? બેલેં તે ખરા, દેવાનુપ્રિયે!... ચમાર. હું તમને ચમાર નથી કહેતી તમારી જાતે તમે સમજી લેને. બસ, એટલું સમજી લેજો કે દેહ તે હું નથી પણ દેહદેવળમાં બિરાજેલે દેહી તે દેહથી ભિન્ન છે. તમારા મકાનને બારીઓ મુકાવે છે શા માટે? બહાર જોવા માટે, તે શું બારી લેવાની છે? ના બારીએથી જેવાવાળો બીજો કોઈ છે. તે રીતે દેહમાં રહેવાવાળે દેહી દેહથી ભિન્ન છે. આટલું ભેદજ્ઞાન થશે તે પણ કંઈક પામીને જશે. - જેમને જડ-ચૈતન્યનું ભેદજ્ઞાન થયેલું છે. આત્મતત્વને પામી ગયા છે તેવા મહાન આત્મા અનાથી નિગ્રંથ મંડીકુક્ષ બાગમાં પધાર્યા છે. રાજા શ્રેણીક તે બગીચામાં આવી રહ્યા છે તે મંડીકક્ષ બાર કેવો છે, તેનું આપણે ગઈ કાલે વર્ણન કર્યું હતું કે તે બગીચા વિવિધ પ્રકારના વૃક્ષો અને લતાઓથી યુક્ત હતા. તે બગીચામાં ફળ-ફૂલ ઘણાં હતા તેથી ત્યાં બધા પક્ષીઓને પિષણું મળતું હતું. તેથી તે બગીચામાં વિવિધ પ્રકારના પક્ષીઓ પણ આવીને બેસતા હતા, આ બગીચે નંદનવન જે શોભતે હિતે. તમને થશે કે આ અધિકારમાં અનાથી મુનિ અને શ્રેણુક રાજાની વાત આવે છે. પણ આ બગીચાનું વર્ણન કરવાની શી જરૂર છે? ભાઈ ! બગીચાની કોઈ વિશેષતા નથી. તમારા વાલકેશ્વરને ડાયમંડ એરિયા કહેવામાં આવે છે. તમે હીરા ઘણું જોયા પણ મારા વાલકેશ્વરના ઝવેરીઓ આત્મારૂપી ડાયમંડની પિછાણ કરે તે દષ્ટિથી કહું છું. આમ તે નંદનવનમાં રત્નોની ભૂમિ છે. ખૂબ રમણીય છે, છતાં આ ભૂમિ જેવી નથી. તમને ટાઈલ્સમાં બેસવું ગમશે પણ કોઈ કહે કે બહાર માટીમાં બેસે. તે ગમશે? તમને માટી ગમતી નથી પણ અનજ કાળી માટીમાં પાકે છેને? ટાઈફસમાં ગમે તેટલું સારું અનાજ વાવે તે ઉગશે ? ના. ભગવાન કહે છે તે શ્રાવક! તારું હૃદય કાળી માટી જેવું હોવું જોઈએ. કાળી માટી જેમ વરસાદનું પાણી પિતાના પેટાળમાં ઉતારી દે છે તેમ તારા હૃદયમાં વિતરાગ વાણીનું પાણી એકવાર પણ જે ઉતરી જશે તે મહાન લાભકારી બનશે. સાધુ વંદેણામાં બેલીએ છીએ ને કે -
એક વચન મારા સદ્દગુરૂ કે, જે બેસે દિલમાંય રે પ્રાણું, નરક ગતિમાં તે નહિ જાવે, એમ કહે નિરાય રે પ્રાણુ.સાધુજીને વંદના
સદ્દગુરૂનું એકજ વચન અંતરમાં ઉતરી જાય તો કામ થઈ જાય. તે મહાપુરુષે શું કહે છે કે આત્મન ! તારી એકેક ક્ષણ લાખેણી જાય છે. બીજું બધું મળશે પણ કરેડે રૂપિયા આપતા ગયેલી ક્ષણ પાછી મળવાની નથી. તમારા જીવનની કિંમતી ક્ષણે કયાં ખર્ચાઈ રહી છે. રોજ સવારમાં ઉઠીને એક કલાક ન્યુઝ પેપર વાંચવામાં તે પેપર પણ એક જાતના નહિ. મુંબઈ સમાચાર, ગુજરાત સમાચાર, જન્મભૂમિ,