________________
શારદા સાગર
૪૯ મંતિકક્ષ બાગને નંદનવનની ઉપમા કેમ આપી હશે? નંદનવન ભલે મોટું ને રમણીય હોય, દેવે ત્યાં ફરવા માટે આવતા હોય પણ અમુક અપેક્ષાએ મંડિકક્ષ બગીચા કરતાં પણ નાનું છે. તમને થશે કે નંદનવન આવું રમણીય છે. ને આ બગીચા કરતાં નાનું કેવી રીતે? સાંભળો. એક ન્યાય આપીને સમજાવું.
એક સુંદર સાત માળને આરસપહાણને મહેલ છે. જેમાં હીરા, મોતી, માણેક અને પન્નાના ઝુમ્મરે લટકાવ્યા છે. તમને ગમે તેવી બધી સગવડો, આધુનિક ઢબના અનેક પ્રકારના સુખ-સાધને ત્યાં રાખવામાં આવ્યા છે. બીજી બાજુ એક કાળી માટીનું ખેતર છે. જેમાં મોસંબી, સફરજન, ચીકુ, કેળા, પપૈયા આદિ અનેક પ્રકારના કટ અને ધાન્ય નીપજે છે. આ બેમાં તમે કોને પસંદ કરશે? મહેલને કે ખેતરને? (શ્રોતામાંથી અવાજ:-મહેલને.) પણ એક વાત ખ્યાલ રાખજો કે આ ભવ્ય મહેલ તમને મફત આપી દેવામાં આવે છે પણ સાથે શરત એટલી છે કે ખેતરમાં પેદા થયેલી અથવા બીજી કઈ પણ ચીજ એ મહેલમાં લઈ જવા દેવામાં આવશે નહિ. ને ખેતરમાં એક નાનકડી ઝુંપડી છે. પણ ખેતરમાં રહેનારને ખેતરમાં ઉત્પન્ન થએલી બધી ચીજોને ઉપલેગ કરવાની છૂટ છે. તે બોલે ! હવે મહેલમાં રહેવાનું પસંદ કરશે કે ખેતરમાં? (હસાહસ). બંગલામાં ગમે તેટલી સંપત્તિ, કે સુખના સાધન હોય, મનને ગમી જાય તેવે બંગલે હોય પણ તેમાં શરીરને ટકાવવા માટેના સાધનો ન હોય તે નકામે છે અને ખેતરમાં ભલે માટીનું નાનકડું ઝૂંપડું હોય પણ શરીરને ટકાવવા માટેના સંપૂર્ણ સાધને ભરેલા છે. એટલે સૌ ખેતર જ પસંદ કરવાનાને! મહેલ ગમે પણ ખાવાનું ન મળે તે મહેલમાં કેને ગમે? આ અપેક્ષાએ મંડીકુક્ષ બાગમાં અને નંદનવનમાં અંતર છે. મેડિકલ બગીચામાં નંદનવનની જેમ બહારની શોભા ભલે નહિ હોય પણ તે બંનેમાં મહેલ અને ખેતર જેટલું અંતર રહેલું છે. નંદનવનમાં જે શેભા છે તે દેના રમણ માટે છે. ત્યાં સુગંધીવાળા ફૂલ કે ફળ નથી. પણ મેડીકક્ષ બાગમાં તે અનેક પ્રકારના ફળફૂલ છે. તે સિવાય મંડિકલ બાગમાં અનાથી મુનિ બિરાજતા હતા પણ નંદનવનમાં સાધુઓ મળી શકે? આ દષ્ટિએ નંદનવન કરતાં મંડિક્ષ બાગ અનેક દષ્ટિએ ચડિયાત છે. તમને સ્વર્ગલોકનું કે નંદનવનનું વર્ણન સાંભળીને મન થઈ જતું હશે કે કેઈ લઈ જાય તે દેવલોકમાં ને નંદનવનમાં જઈએ.
હવે હું તમને એક પ્રશ્ન પૂછું કે તમને આ વાલકેશ્વરને ઉપાશ્રય ગમે કે નંદનવન? કદાચ તમે એમ કહેશે કે અમને નંદનવનમાં ગમે પણ આ વાલકેશ્વર ઉપાશ્રય અને સંઘમાં જે ધર્મ જાગૃતિ અને વિતરાગ વાણીની સરવાણુ છૂટી રહી છે તે નંદનવનમાં મળશે? ત્યાં તે સંતના દર્શન પણ નહિ મળે. અહીં તે તપ-ત્યાગ, વ્રત-પ્રત્યાખ્યાન બધું થઈ શકે છે. આનંદ-મંગલ વર્તાય છે આવું ત્યાં કંઈ જ મળતું