________________
શારદા સાગર
૪૭
જાય છે. લીલા વન વેરાન બની ગયા એટલે હવે તે સંત મહાત્માઓને પણ શહેરમાં વસ્તીમાં વસવું પડે છે.
રાજા શ્રેણીક પોતાની બધી સંપત્તિઓમાં બાગને પિતાની મેટી સંપત્તિ માનતા હતા. એ કારણે તે પોતાના બાગ-બગીચાઓને નવપલ્લવિત રખાવતા હતા. તે બાગમાં અનેક પ્રકારના પક્ષીઓ આવતા હતા. ત્યાં પક્ષીઓને કોઈ પ્રકારને ભય ન હતો. તેથી કહેવામાં આવ્યું છે કે તે બગીચા અનેક પ્રકારના પક્ષીઓથી સેવિત હ. તે બાગમાં અનેક પ્રકારના પુપો ખીલેલા હતા. ફૂલેના સુગંધથી બાગ મહેંકતે હતે.
દેવાનુપ્રિયે! કુદરતી વક્ષે કેટલા ઉપયોગી છે. જે વૃક્ષ છાયા આપે છે તેની વિશેષતા છે. તમે પણ વૃક્ષ જેવા છોને? વૃક્ષમાં એક તાડનું વૃક્ષ પણ હોય છે. તેના જેવા તો નથી ને? તાડનું ઝાડ કેવું હોય તે તે જાણે છે ને? તાડનું વૃક્ષ ઊચું ખૂબ હોય પણ એ કેઈને છાયા ન આપે. એક કવિએ પણ કહ્યું છે કે -
તું તે ઊંચે વચ્ચે ઘણું તાડીયા રે,
તેં તો કેઇના દુઃખ ના મટાડીયા રે.તું તે ઊંચા હે તાડ! તું ઊંચે ઘણે વધે પણ કેઈને શીતળ છાંયડી ન આપી. આ ન્યાય દ્વારા હું તમને એ વાત સમજાવવા માંગું છું કે જેની પાસે સંપત્તિ છે તે માનવ જે કેઇના દુઃખ ના મટાડતું હોય તે તેનામાં ને તાડમાં કોઈ ફેર નથી સંપત્તિથી ઐશ્વર્યથી ઊંચે વચ્ચે પણ કઈ દીન દુઃખીના આંસુ ન લૂછ્યા એ સંપત્તિનું પ્રયોજન શું? પિતાના સુખ માટે કરોડો રૂપિયા વપરાયા પણ સુકૃત્યમાં, દાનમાં સંપત્તિનો સદુપયોગ ન થાય તે તે સંપત્તિ નથી પણ વિપત્તિ છે. પૈસે તમારા એકલાના પુણ્યથી નથી મળે. જે મનુષ્ય સ જે છે કે આ લક્ષમી અને વૈભવ પૂર્વના પુણ્યથી મને મળ્યા છે. તે પિતાના આંગણેથી કેઈને રડતે નહિ જવા દે. કેઈ રડતે દુઃખી આવશે તે એને મીઠે આવકાર દેશે, જમાડશે ને શક્તિ અનુસાર મદદ કરશે. તે આપીને એમ વિચાર કરશે કે મારા લાભને માટે એ આવ્યું હતું. મારી પાસેથી ૧૦૦ રૂ. લઇને તે મને રૂ. ૧૦૦૦ને લાભ આપવા આવે છે. ઉપાસક દશાંગ સૂત્રમાં કહેવામાં આવ્યું છે કે શ્રાવકના દ્વાર અભંગ હતા. અભંગ દ્વાર શા માટે? તેના બારણાને આગળ ઊભું રહેતો હતો. તેનું શું કારણ? એક પછી એક દુઃખી, સ્વધમી તેમને ત્યાં આવ્યા કરતા. રડતા રડતા આવ્યા હેય ને હિસતા હસતા જતાં હતા. ત્યાં તેને માટે ભેદભાવ ન હતું. જે દાન આપે છે તેને જ્યાં જાય ત્યાં મળે છે. on એક ગામમાં એક શેઠ અને એક શેઠાણ હતા. પિસ ખૂબ હતો. શેઠ ખૂબ ભલા હતા. શેઠ કદી બહારગામ ગયેલા નહિ. પહેલવહેલા બહારગામ જવાનું બન્યું. શેઠ ખૂબ ધર્મિષ્ઠ હતા. તેઓ હોટલનું ખાતા નહિ. રાત્રી જન કરતા નહિ એટલે શેઠાણીને