________________
૨૮ ]
[ શારદા શિરોમણિ
ન ગઈ એટલે બધાને થયું કે તારાખાઈ મહાસતીજીની તખિયત ઠીક નહિ હોય એટલે વ્યાખ્યાન પૂરું થતાં બધા ઉપર આવ્યાં. સકળ સંઘની હાજરીમાં દશને દસ મિનિટ દેહ મરે છે. હું નથી મરતી અજર અમર પદ મારું. એ ધૂન ખેલતાં સાડા આઠ વર્ષની દીક્ષા પાળી હસતા મુખે આ નશ્વર દેહને ત્યાગ કર્યાં. પાતે સાધી ગયા. ચમકતા તેજસ્વી તાશે ખરી પડયા. ધન્ય છે તેમના આત્માને ! તેમના જીવનમાંથી કઈક ગુણા અપનાવીએ, તેમની પુણ્યતિથિએ અઠ્ઠમ કરાવ્યા છે. ૭૦ થયા. તેમની પુણ્યતિથિએ જે અને તે પચ્ચખ્ખાણુ લેજો તેા જ શ્રદ્ધાંજલિ આપી કહેવાય. અષાડ વદત્રીજ ને શુક્રવાર
તા. ૫-૭-૮૫
વ્યાખ્યાન ન. ૪
વિષય : બહારમાંથી અંદર આવા
સ્યાદ્વાદના સર્જક, ભવાભવના ભેદક, રાગદ્વેષના વિનાશક, એવા જિનેશ્વર ભગવ'તે ભવ્ય જીવાને ભવબંધનમાંથી મુક્ત કરવા માટે દ્વાદશાંગીની પ્રરૂપણા કરી ઢાદશાંગીમાં આપણું સાતમાં અંગ ઉપાસકદશાંગ સૂત્રના અધિકાર શરૂ કર્યાં છે. જ બુસ્વામી જિજ્ઞાસુ બનીને સુધર્માસ્વામીને વિનયપૂર્ણાંક પ્રશ્ન પૂછી રહ્યા છે હે ભગવાન ! શ્રમણ ભગવાન મહાવીરસ્વામીએ સાતમાં અંગમાં શે। અર્થ પ્રરૂપ્યા છે? જાણવાની જિજ્ઞાસા તમન્ના કેટલી છે! જિજ્ઞાસા જાગે, ગુરૂ ભગવંતા પ્રત્યે વિનય ભાવ પ્રગટે તે કાંઈક પામી શકે. આ જીવનમાં જો કાંઈક પામવું છે તે બહારમાંથી અંદર આવા, જે ઘરમાં હોય તે બહાર ન હોય. આખા દિવસ કામકાજ કરો પણ રાત પડે એટલે ઘેર આવા છે. તમે શાંતિ મેળવવા માથેરાન, મહાબળેશ્વર જાવ ત્યાં ૮ દિવસ ૧૦ દિવસ રહેા પણ અંતે ધર વગર ઠેકાણુ ન પડે. કોઈ ને ત્યાં મહેમાન થઈને ગયા. રાજ સારું સારું જમવાનું મળે. માન સન્માન મળે છતાં ઘેર આવેા ત્યારે કહેશેા કે હાશ ! શાંતિ વળી. આ તા દ્રવ્ય ધર છે. તમારે અદ્ભૂત અપૂર્વ શાંતિ મેળવવી હાય ! આત્માના ઘરમાં આવે. ચાર દિવાલનું બનાવેલુ` ઘર એ સાચું ઘર નથી. મેક્ષ એ આપણુ` સાચું ઘર છે. તમારે એક બ્લેક લેવા હોય તેા ઓનરશીપ આપે. પાઘડી ભર કે ભાડે લેા, પણ પૈસા તે ભરવા પડે છે. તેના મૂલ્ય ચૂકવવા પડે છે, તેા પછી શાશ્વત મેાક્ષનુ ઘર લેવા માટે ભગવાનના કાયદા અનુસાર 'મત ચૂકવવી પડે, પૈસા ભરપાઈ કરવા પડે. ભગવાને કહ્યુ તેમ કરવુ' પડશે. તે માટે શું કરવાનુ છે? અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, સ’જ્વલનની એ બધી ચોકડીએ એટલે ૧૬ કષાયા છેાડવી પડશે. સ’વલનના ક્રોધ તો કેટલા અલ્પ ! પાણીમાં દોરેલી લીટી જેવા. આટલી કષાય પણ જીવને યથાખ્યાત ચારિત્ર અને કેવલજ્ઞાન પામવા ન દે. તેા પછી બીજી ચેાકડીઆને એટલે અપ્રત્યાખ્યાન આદિને રાખવાની વાત જ કયાં ? માનું ઘર લેવુ' છે, તે કષાયાના ત્યાગ કરો અને સમ્યક્ જ્ઞાન, દર્શીન ચારિત્રને માર્ગ અપનાવે. એ શાશ્વત ઘર મેળવવા માટે ચારિત્ર તેા લેવુ