________________
શારદા શિરામણ ]
[ ૨૨૧
જેના. વીતરાગ બનવા માટે રાગને દખાવતા જઇએ, મારતા જઇએ તેા છેવટે એ ઘસારે પડતાં સર્વથા નાશ થઈ જાય. અનાદિકાળથી જીવને-જડ વિષયેાને–જડ પુદ્ગલાના રાગ છે. જ્યારે તે પેાતાને મનગમતા જડ પુદ્ગલાને જુએ છે ત્યારે એના પ્રત્યે રાગ કરીને જુએ છે. જેમ કે કોઈના આધુનિક ઢબના નવી ફેશનના મગલે જોયા, સારી મેાટર જોઈ, સારુ ફરનીચર જોયું તો એને દિલમાં આનંદ થાય છે, કારણ કે એ વસ્તુએ પ્રત્યે એનું આકષ ણુ થયુ છે. તે રીતે રાગી જીવા કોઈ પણ વસ્તુને જોશે તો એમાં એ રાગ મિશ્રિત દષ્ટિથી જુએ છે. ત્યારે વીતરાગી આત્મા કોઈ પણ વસ્તુને જુએ તો તેમાં તેમના રાગભાવ હોતો નથી. તેમનું વસ્તુ દન રાગના આશય વિનાનું હોય છે. અથવા ઉદાસીન ભાવથી જુવે છે, તે ગમે તેવી સારી વસ્તુ જુએ કે ખરાબ વસ્તુ જુએ તો એમને રાગ આકષી શકે નહિ અને દ્વેષ પણ થાય નહિ. એટલે તેમનું દશ ન રાગાદિથી રહિત વિશુદ્ધ દશ ન છે. વિશુદ્ધ ઉપયેાગ છે.
જીવની પાસે બે વસ્તુ છે ચેાગ અને ઉપયેગ, જડની પાસે એ નથી. યેાગ-ઉપયેગ એ જીવની વિશેષતા છે. મન, વચન, કાયાની પ્રવૃત્તિ એ ચેગ છે. અ`તરમાં સારા ખાટા ભાવ થાય એ ઉપયોગ છે. ચેગ અને ઉપયાગ વચ્ચે આ તફાવત છે. કોઈ પણ વસ્તુ પ્રત્યે રાગભાવ થાય એ મિલન-અશુભ ભાવ છે. અશુભ ઉપયાગ છે. એ વસ્તુ પર રાગભર્યા વિચારો કર્યાં કરીએ એ માનસિક અશુભ યાગ છે. રાગભરી ભાષા ખેલીએ એ વાચિક અને રાગભરી પ્રવૃત્તિ કરીએ એ અશુભ કાયયેાગ છે. સર્વ જીવા પ્રત્યે મૈત્રીભાવ આવે એ શુભ ચેાગ છે. તેમાં “સર્વ જીવે સુખી થાએ” આ ભાવના છે. આ મનની શુભ પ્રવૃત્તિ છે. શુભ ચિંતન છે. શુભ મનાયેગ છે. સવ જીવા પ્રત્યે દિલમાં મૈત્રીભાવસ્નેહભાવ રહે એ શુભ ભાવ છે. શુભ ઉપયાગ છે. મનમાં અનેક પ્રકારના શુભ, અશુભ વિચારો આવે એ શુભ-અશુભ ચેગ કહેવાય. યારે શુભ, અશુભ, સારા-ખાટા અધ્યવસાયેા થાય એ ઉપયાગ છે. જેમ કે ક્ષમા, સરળતા, નમ્રતા, નિલેભિતા, વૈરાગ્ય આદિ શુભ ઉપયેગ અને ક્રોધાદિ કષાય, રાગદ્વેષ એ અશુભ ઉપયેગ છે. ચેાગમાં માત્ર મનની વિચારણા ન હોય પણ વચનથી ખેલવું, કાયાથી પ્રવૃત્તિ કરવી આ બધુ હોય, જ્યારે ઉપયેગમાં અંતરના ભાવ, અધ્યવસાય હાય છે. આપણા જીવન તરફ દષ્ટિ કરીશું તો લાગશે કે આ જીવન યાગ અને ઉપયોગથી ચાલે છે. જેનામાં યોગ શુભ હાય અને ઉપયેાગ શુભ હોય એનું જીવન ધમી કહેવાય છે અને અશુભ ચેગ અને અશુભ ઉપયાગ હાય એ અધમી પાપી જીવન કહેવાય છે. સામાન્ય રીતે આ નિયમ છે, પણ કોઈવાર એવું બને કે કાયિક પ્રવૃત્તિ અશુભ દેખાતી હોય પણ ઉપયાગ શુભ હોય, મનમાં અધ્યવસાય શુભ હોય, એવા આત્માને પાપી ન કહેવાય. એને ધમી કહેવાય. દા. ત. પૃથ્વીચંદ્ર રાજસ`હાસને બેઠા હતા એ અશુભ કાયયેાગ કહેવાય. ગુણુચ'દ્ર લગ્નની ચેરીમાં આઠ આઠ કન્યાએ સાથે હસ્તમેળાપ કરી રહ્યા હતા, એ અશુભ કાયયેાગ કહેવાય પણ તેમને ઉપયેગ, મનના અધ્યવસાય ખૂબ વૈરાગ્યભર્યાં અને જ્ઞાનમય હતા;