________________
શારદા શિરોમણિ ]
| [ ૩૪૯ એમાં તો કઈ વળી મોટી ચિંતા છે! ચાલ હું આપની સાથે આવું છું. મને શરમ ન આવે ? હું તમારા ભેગી નહિ આવું. આ તો આપ આ ગામના અજાણ છો માટે આપને પાદર બતાવી દઈશ ને પછી પાછી વળીશ. ગુણસુંદરી પાણીને લેટો લઈને સાથે ગઈ. પુયસાર જે રસ્તે આવ્યા હતા તે તરફ જાય છે. ગુણસુંદરી કહે આ રસ્તો લાંબો છે ને બીજે થોડો ટૂંકે રસ્તો છે છતાં તે તો ચાલ્યા જાય છે કારણ કે તેને તે પેલા વડ પાસે જવું છે.
જ્યાં પાદર આવ્યું ત્યાં પુણ્યસાર કહે-હવે તું ઘેર જા. હું એકલે આવીશ. ગુણસુંદરીએ લેટો તેને આપી દીધે, પછી કહ્યું-હું અહીં દૂર ઊભી રહું? ના મને શરમ આવે. બીજુ મને પેટમાં દુઃખાવો ખૂબ થાય છે. એટલે કદાચ સમય પણ થોડો વધારે લાગે માટે તું જા. તેના કહેવાથી સુંદરી પાછી વળી ઘેર આવી. પુણ્યસાર વિચાર કરે છે કે હું સાતેને પરણીને તેમને છોડીને જાઉં છું. તેમને શું ખબર કે મને પરણનાર કેણ કયા ગામના હશે ? કંઈક નિશાની કરીને જાઉં તો એ કદાચ શોધતા શોધતા ત્યાં આવે. નહિ તો બિચારીઓ મારી શોધ કયાં કરશે? આ સાતેને જીવાડવી છે એ સાચી. જે હું તેમને કંઈ કહીને ન જાઉં અને તેઓ આત્મહત્યા કરી બેસે તે મને પંચેન્દ્રિય હત્યાનું પાપ લાગે. તો મારે કરવું શું? હું તેમને કંઈક નિશાની બતાવતો જાઉં. તે મને શોધતી શોધતી તે ત્યાં આવે. તેણે ચારે બાજુ તપાસ કરી. કેઈ દેખાય છે? કઈ દેખાયું નહિ એટલે તે પાછો વળે. છેક ઘર સુધી પાછો આવ્યો. ગુણસુંદરી તે ઘરમાં પિસી ગઈ છે તેને ખબર નથી કે પિતાને પતિ પાછા આવ્યા છે. રસ્તામાં એક પડેલ હતું તે લઈ લીધો. તે ચોકથી તેના ઘરની દિવાલ પર એક શ્લોક લખ્યો.
यतः गोपालक पुरायागां, वल्लभ्यां दैवयोगतः परिणाय वधूः सप्त, पुन स्तत्रगतो स्भ्यहम् । क्यां गोवालो क्यां वल्ल ही ? क्यां लंबोदर देव,
ગાયા વેરા, શેઠ, જળ જયા, તાઇ . આ રીતે લૈક લખીને ત્યાંથી પાછા વળી ગયે. હવે તો તે ખૂબ ઝડપથી ચાલવા લાગ્યું. જે રસ્તે તે આવ્યો હતો તે રસ્તે ગયે. તેને ફફડાટ છે કે કદાચ દેવીઓ ઝાડ લઈને ચાલી જાય તે ! પછી હું શું કરું? હવે તે જલદી વડ પાસે પહોંચી જશે ને શું બનશે તે અવસરે. શ્રાવણ વદ ૧૧ને રવિવાર : વ્યાખ્યાન નં. ૪૦ : તા. ૧૧-૮-૮૫
સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેન !
અવનીના અણુગાર, શાસનના શણગાર એવા કરૂણાસાગર ભગવંત ફરમાવે છે કે ચોરાસી લાખના ચક્કરમાં રઝળતા રઝળતા આત્માને અતિ દુર્લભ એવા માનવભવની