________________
શારદા શિરેમણિ ]
(૮૪૫ લાગે. (૪) પવએશે : પિતે સૂઝતા હોવા છતાં બીજાને વહોરાવવાનું કહ્યું હોય. તમારા કેટલા ભાગ્યોદય હોય ત્યારે સંત તમારા ઘેર પધારે, ત્યારે જે તમે સૂઝતા હે તે કયારે પણ બીજાને વહોરાવવાનું ન કહેશે. ધન્ય ઘડી ધન્ય દિન હોય ત્યારે તમને વહોરાવવાને લાભ મળે. તમારા કર પવિત્ર થાય. રસોડાને કયારે પણ એર્ડર ન કરશે કે મહારાજ ! મહારાજ આવ્યા છે. લક્ષમી ચાંદલો કરવા આવે ત્યારે મેં જોવા જાય એવી આ વાત છે. સુપાત્ર દાનને મહિમા કેટલું છે.
પ્રજાને દુષ્કાળથી બચાવવા રાજાએ ઉઠાવેલી જહેમત : કમલપુર નગરમાં એક રાજા રાજ્ય કરતા હતા. તે ખૂબ ન્યાયથી રાજ્ય ચલાવતા હતા. તે ધમી પણ ખૂબ હતા. પ્રજાનું સુખ એ મારું સુખ અને પ્રજાનું દુઃખ એ મારું દુઃખ એમ સમજતા હતા. એક દિવસ તિષી ત્યાં આવ્યા. પહેલાના જોતિષીઓ જે કહે તે મોટા ભાગે સાચું પડે. તે જોતિષીએ કહ્યું- બાપુ ! આપને એક વાત કરવા આવ્યો છું. મારા
જ્યોતિષશાસ્ત્રના આધારે કહું છું કે આ નગરમાં અને તેની આસપાસના વિસ્તારમાં બાર વર્ષને ભયંકર દુષ્કાળ પડશે. બંધુઓ! ચાલુ વર્ષે દેશમાં વરસાદ થયે નથી અને દુષ્કાળ જાહેર કર્યો ત્યારે કેવી રાડ પડી ગઈ હતી. એ તો કુદરતે થોડો વરસાદ થયો. તિષીના મુખે બાર વર્ષને દુષ્કાળ સાંભળતા આખી સભા છક થઈ ગઈ. રાજા, મંત્રી બધાને આ વાત સાંભળતાં ખૂબ દુખ થયું. હું કરીશ શું ? મારી પ્રજાને જીવાડીશ કેવી રીતે? કુદરતની સામે કેણુ બાથ ભીડી શકે? શું કરવું ? કેઈને સૂઝ પડતી નથી. રાજાએ તો પૈસા ખર્ચીને ભરાય તેટલા અનાજના કેઠા ભરવા માંડયા. એટલે થાય તેટલે અનાજને સંગ્રહ કર્યો તિષી શિયાળામાં કહી ગયે. જેમાસું આવતાં પહેલાં તે રાજાએ પ્રજાને જીવાડવા માટે અનાજને ખૂબ સંગ્રેડ કર્યો.
દુકાળના બદલે સુકાળ : ઉનાળો પૂરે થયે. અષાઢ માસ આવ્યો કેઈને વરસાદની આશા નથી. અષાડ પૂરો થવા આવ્યું ત્યાં તે એકાએક વાદળા થવા લાગ્યા. વીજળી ઝબૂકવા લાગી અને મૂશળધાર વરસાદ વરસ્ય. બંબાકાર પણ પડ્યું. નગરજને આશ્ચર્ય અને આનંદ સાથે નાચવા લાગ્યા. બધા લોકો બોલવા લાગ્યા કે પેલે
તિષી ખોટો પડે. રાજાને તે આ જ્યોતિષીને જ્ઞાન ઉપર ખૂબ શ્રદ્ધા હતી. એમને તે એ આશ્ચર્ય લાગ્યું કે શું મડાપંડિત, પ્રાજ્ઞનું ગણિત ખેટું પડયું ? ના...ના... એ તે બને નહિ પણ બન્યું કેમ એ આશ્ચર્ય છે. તેના પર શ્રદ્ધા રાખીને મારા ધનના ભંડારે ખાલી કર્યા અને ધાન્યના ભરપૂર ભંડારો ભર્યા. હવે હું આટલા બધા અનાજને કરીશ શું ? ખરેખર આ તિષીને તો શિક્ષા કરવી જોઈએ. તે મને ખોટું કહી ગયે?
સજાની શંકાનું સમાધાન : તે સમયે તે ગામમાં ચાર જ્ઞાનના ધારક ગુરૂ ભગવંત ત્યાં ચાતુર્માસ પધાર્યા હતા. રાજા તેમની દેશના સાંભળવા ગયા. દેશના પૂરી થયા બાદ રાજાએ કહ્યું-ગુરૂદેવ ! હું આપને એક પ્રશ્ન પૂછું? પૂછો. અમારે ત્યાં એક
તિષી આવ્યું હતું તે કહી ગયો હતે કે તમારે ત્યાં ૧૨ વર્ષને દુષ્કાળ પડશે અને