________________
શારદા શિરમણિ ]
[ ૮૯૭ કુટુંબીજનોને તથા મારા જયેષ્ઠ પુત્રને પૂછીને તેમની સંમતિ મેળવીને આ રીતે ધર્મનું પાલન કરું. આનંદ શ્રાવક સંસારથી નિવૃત્ત થવા માટે બધી જવાબદારી સેંપવા તૈયાર થયા. તે સંસારથી અને સંસારના તમામ કાર્યોથી છૂટકારો લેવા માંગે છે. તે છૂટવા ઈરછે છે જ્યારે આજે કંઈક બાપાએ મોટી ઉંમરે પહોંચવા છતાં તેને મેહ છેડી શકતા નથી. કંઈક દીકરાઓ એવા સારા સંસ્કારવાળા હોય છે તેઓ કહે કે પિતાજી ! તમે અત્યાર સુધી અમારા માટે ઘણું કર્યું છે. અમારા માટે ઘણું મેળવ્યું છે. તમે અમને ભણવ્યા, પરણાવ્યા ને ધંધામાં હોંશિયાર કર્યા. આપને અમારા પર મહાન ઉપકાર છે, હવે આપને આ કામ કરવા દેવું નથી. આપ ધંધામાંથી નિવૃત્તિ લે. ધર્મધ્યાન કરો. દીકરાઓ આટલું સંભાળવા તૈયાર હોય છતાં બાપાઓને મોહ છૂટતો નથી. તેમને ધું સરીએ જોડાવું ગમે છે. તે કહે-બેટા ! તું હજુ નાનો છે માટે મારે હમણુ નિવૃત્તિ લેવી નથી. પોતાની વૃત્તિઓ જીતાણી નથી એટલે દીકરાને કહે છે કે તું નાનો છે. તને સમજણ ન પડે પણ યાદ રાખજો કે સંપત્તિ મળવી એ પુણ્યની કમાણી છે. દીકરાના ભાગ્યમાં હશે તે તમે જશો કે નહિ જાવ તો પણ મળવાનું છે, પણ હવે દીકરો તમને કહે છે તે પાપથી નિવૃત્તિ લે. પાપથી અટકો અને ધર્મની પ્રવૃત્તિ કરો. ધર્મ જીવનમાં શું કામ કરે છે ?
પ્રવચન સાંભળતા પાપને થયેલે પસ્તાઃ એક વાર એક સાળવી ગુરૂદેવનું વ્યાખ્યાન સાંભળવા આવ્યું. ગુરૂદેવ તો ઉપદેશ આપે છે. ઘણાં શ્રેતાઓ વ્યાખ્યાન સાંભળે છે. આ સાળવી પણ સાંભળે છે. સાળવી જેમ જેમ સાંભળતા જાય છે તેમ તેમ તેની આંખમાંથી દડ દડ આંસુ પડે છે. તે વ્યાખ્યાન સાંભળતો જાય ને રડતે જાય. સંત વ્યાખ્યાન આપે એટલે એમની દૃષ્ટિ તો શ્રોતાઓ પર પડે. તે શ્રોતાઓના મુખ પરથી સમજી જાય કે આ એક ચિત્ત પ્રેમથી સાંભળે છે કે તેનું મન ચંચળ છે. વ્યાખ્યાન પૂરું થયું એટલે પાંચ દશ મિનિટમાં બધા વિખરાઈ ગયા પણ આ સાળવી બેસી રહ્યો. ગુરૂદેવે પૂછયું –ભાઈ ! તું આટલે બધે રડે છે કેમ ? આ મનુષ્યજીવન મળ્યું છે તે અહિંસા આદિ ધર્મ પાળે છે કે નહિ ? બંધુઓ ! આ શરીરની ખબર લેનારા સ્વજને ઘણું મળશે પણ આત્માની ખબર લેનારા ગુરૂદેવો જલ્દી નહિ મળે. તમે દર્શન કરવા જશો ત્યારે એ ધનની કે પુત્ર પરિવારની કઈ વાત નહિ પૂછે પણ ધર્મધ્યાનમાં કેટલા આગળ વધ્યા તે પૂછશે. તમારા બંગલા, મોટરથી મુનિ પ્રસન્ન નહિ થાય પણ તમારી આરાધનાની પ્રગતિ જાણીને એ ખુશ થાય. ગુરૂદેવે સાળવીને પૂછયું-ભાઈ! તું શા માટે આટલું બધું રડે છે? ત્યારે સાળવીએ કહ્યું-ગુરૂદેવ ! મારું શું થશે ? આટલું બોલતાં તો જાણે તેના માથે આભ તૂટી પડ્યું હોય એવું એને થયું. મારા માટે હવે કઈ રસ્તો નથી. આપનું વ્યાખ્યાન સાંભળ્યા પછી તે મને ચેન પડતું નથી. મેં તે ખૂબ પાપ કર્યા છે અને હજુ કરી રહ્યો છું. આપે વ્યાખ્યાનમાં પ૭