Book Title: Sharda Shiromani
Author(s): Shardabai Mahasati
Publisher: Saurashtra Sthanakvasi Jain Sangh

View full book text
Previous | Next

Page 1041
________________ ૯૬૨ ] [ શારદા શિશમણિ વચન પર વિશ્વાસ નહિ ! પણ યાદ રાખો કે આ બધાના શરણે ગયેલા કંઈક વાર જોખમમાં મૂકાયા છે પણ જિનેશ્વર પ્રભુના શરણે ગયેલા એક પણ સાધકને ભગવાને કયારે પણ મુશ્કેલીમાં મૂકયા નથી. અરે, મુશ્કેલીમાં મૂકયા નથી એટલું જ નહિ પણુ એ તારકે તે તેમને કલ્યાણના માર્ગ અતાવી કલ્યાણ કરાવ્યું છે. પ્રભુશરણ સ્વીકારવામાં સુખ અને શરણુ ત્યાગમાં દુ:ખ : એક સાથે ચાર ચાર જીવેાની હત્યા કરનારા દૃઢ પ્રહારીનું ભાવિ જીવન કેવું ભય'કર હાય ? એના માટે દુ`તિ હાય પણ જ્યાં ગુરૂ ભગવ'તનુ' શરણ સ્વીકાર્યું ત્યાં તે। અજબ ચમત્કાર થઈ ગયા. પાપી પુનિત બની ગયા. સયમ છેડીને સ'સારમાં જવા તૈયાર થયેલા મેઘકુમાર, અભિમાની ઈન્દ્રભૂતિ ગૌતમ, કુરૂક્ષેત્રના યુદ્ધમાં લાખા જીવને મૈતને ઘાટ ઉતારનાર પાંચ પાંડવા, મહા કલ્યાણકારી ભગવ ́તના શરણે ગયા તેા કષાયાથી મુક્ત ખની ગયા. કેવા અદ્ભૂત ચમત્કાર ! અર્જુનમાળી, ચંડકૌશિક, ઝાંઝરીયા મુનિની ધાત કરનાર રાજા જેવા પાપી આત્માએ પણુ ભગવાનના શરણે ગયા તેા તેમના જીવનમાં પણ ચમત્કાર સજાઈ ગયા, તે પછી આપણા જીવનમાં શા માટે ન સર્જાય ? જરૂર સજી શકીએ પણ તે માટે સમયે સમયે જિનાજ્ઞાને સામે રાખી દરેક પ્રવૃત્તિ કરવી. સાથે એ વાત પણ યાદ રાખો કે એક વાર જિનેશ્વર ભગવતને કે ગુરૂદેવને પામ્યા પછી જેણે તેમનુ શરણુ છેોડી દીધુ છે તેના કમે` બૂરા હાલહવાલ કર્યાં છે. મહાતપસ્વી કુરિક મુનિ, ઉત્કૃષ્ટ વૈરાગી જમાલિ અણુગાર એ બધા દૃષ્ટાંત આપણી સામે મેાજુદ છે. કુંડરિક મુનિએ વર્ષોંની સાધના કરી છતાં ગુરૂ ભગવંતનું શરણ છેડયું તે નરક ગતિમાં ફેંકાઈ ગયા અને જમાલિ મુનિએ ભગવાનના વચન ઉથાપ્યા તે કિવિષીમાં ફેં કાઈ ગયા. પ્રભુનું શરણ સ્વીકારવામાં આપણા જન્મજન્માંતરાની સુરક્ષા છે. હવે તમારે જન્મા જન્મના ખ’ધનથી છૂટવુ' છે કે રખડવું છે ? તમને મેાક્ષમાં જવાની લગની કયારે લાગશે ? જીવાને મેાક્ષ કેમ મળતા નથી ? : એક શિષ્ય ગુરૂને પ્રશ્ન કર્યાં કે હે ગુરૂદેવ ! સિદ્ધાંતમાં લખ્યું છે અને આપ ખેલે છે કે મેાક્ષમાં તે। મહાસુત્ર છે. આચારાંગ સૂત્રમાં ભગવાને ફરમાવ્યું છે કે વમા ન વિજ્ઞરૂ । મેક્ષના સુખને ઉપમા અપાય એવા કઈ શબ્દો નથી. એવું મહાન અનંત સુખ છે. શિષ્યે કહ્યું–ગુરૂદેવ ! આપ કહે છે કે મોક્ષમાં તેા શાશ્વત સુખ છે. જે સુખની પાછળ કયારે પણ દુ:ખની છાયા નથી. મેાક્ષમાં જવાને અધિકાર અભવી સિવાય જગતના તમામ જીવાને મળેલા છે. આપ મેક્ષના સ્વરૂપની વાતા કરા છે તે જગતના બધા જીવાને મેાક્ષ કેમ મળતા નથી ? આટલા બધા જીવે સંસારમાં કેમ રખડે છે ? ગુરૂદેવે કહ્યું-તારા પ્રશ્ન ઠીક છે. આપણું શાશ્વત ઘર મેાક્ષ છે. જે ઘરમાં ગયા પછી કયારેય જાકારો ન મળે. આપણુ શરીર એ ભાડૂતી ધર છે. તે કયારે, કયા સમયે, કઈ મિનિટે ખાલી કરવુ' પડશે તેની ખખર નથી. આજના સરકારી કાયદા પ્રમાણે તે ભાડૂતીને રહેવા પણ દેશે પણ આપણુ આયુષ્ય પૂર્ણ થશે ત્યારે તે સરકારી લાંચરૂશ્વત, વકીલાત કે સોફારસ નહિ ચાલે. એ તો મુદ્દત પૂરી થાય એટલે તરત ખાલી કરવુ પડશે. માત્ર મેાક્ષનુ ઘર એવુ' છે કે કયારે પણ ખાલી ન કરવુ' પડે. - -

Loading...

Page Navigation
1 ... 1039 1040 1041 1042 1043 1044 1045 1046 1047 1048 1049 1050 1051 1052 1053 1054 1055 1056 1057 1058 1059 1060