________________
૯૬૬ ]
[ શારદા શિરોમણિ કહી દીધું. આનંદ શ્રાવકે ભલે દીક્ષા લીધી નથી. તે શ્રાવકપણામાં હતા, તેમને વેશ ગૃહસ્થને હતું પણ તેમની સાધનાની દષ્ટિથી તે સંયમી જીવનની અવસ્થા સુધી પહોંચી ગયા હતા તેથી આગમની ભાષામાં તેમને “સમણુભૂયા” શ્રમણ જેવા કહ્યા છે.
આનંદ શ્રાવકે ગૌતમસ્વામીને કહ્યું–પ્રાયશ્ચિત આપને આવે. આલેચના તમે કરો. મને પ્રાયશ્ચિત આવતું નથી. તમને કદાચ કેઈ આવું કહેનાર મળે તે તમારા મનમાં શું થાય ? ગુસ્સો આવે. તું મને વળી આવું કહેનાર કેશુ? પણ ગૌતમસ્વામી તે ધીર વીર આત્મા છે. તેમના મનમાં જરા પણ એવા ભાવ ન આવ્યા કે એક શ્રાવક મને આવું કહે ? આવું મને કહેનાર તું વળી કેણુ? તેમણે મનમાં જરા પણ દુઃખ ન લગાડયું. ઓછું ન લાવ્યા. તેમના પર રોષ કે ક્રોધ ન કર્યો પણ આનંદ શ્રાવકની વાત સાંભળ્યા પછી શંકા, કાંક્ષા અને વિચિકિત્સા થઈ પણ સાથે એ વિચાર કર્યો કે મારે શંકા, કંખા કરવાની જરૂર શી ? અમારા બંનેની વાતને ન્યાય કરનાર ભગવાન જેવા વકીલ બેઠા છે માટે ત્યાં જઈને અમારે સંદેહ દૂર કરીશું. તેમણે જરા પણ તંત પકડી ન રાખ્યો કે મારી વાત સાચી છે. તમે શ્રાવક થઈને મને પ્રાયશ્ચિત લેવાનું કેમ કહી શકે ? તેઓ તે ચાર જ્ઞાનના ધણી હતા. જે તે સમયે ઉપયોગ મૂક હોત તે ત્યાં વાતનો ફેંસલે થઈ જાત પણ તેમણે તે એક જ વિચાર કર્યો કે મારા ત્રિલોકીનાથ પ્રભુ બિરાજે છે માટે તેમની પાસે જઈને શંકાનું સમાધાન કરીશ.
આજે સૂત્ર બોલવાની અસજઝાય છે માટે સૂત્રના માત્ર ભાવ બોલવાના. ગૌતમ સ્વામી આ પ્રમાણે વિચાર કરીને આનંદ શ્રાવક પાસેથી નીકળીને વૃતિ પલાશ ઉદ્યાનમાં જ્યાં શ્રમણ ભગવાન બિરાજતા હતા ત્યાં ગયા. જઈને ગૌચરી જતાં આવતાં જે કિયા લાગતી હોય તે માટે ઈરિયાવહિયા ક્રિયા કરી. સાધુ, ગૌચરી, પાણી કે કોઈ કામ માટે ઉપાશ્રયથી બહાર પગ મૂકે એટલે આવીને તરત ઇરિયાવહિયા ક્રિયા કરવાની. વિચાર કરો તે સમજાશે કે એક ઇરિયાવહિયાના પાઠમાં એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરેનિદ્રય અને પંચેન્દ્રિય કોઈ પણ જીવને દુઃખ પહોંચાડયું હોય તે બધા પાપની આલેચના થાય છે. ગૌતમ સ્વામીએ ઈરિયાવહિયા પડિક્કમીને ભગવાનને વંદન નમસ્કાર કરીને કહ્યું- હે પ્રભુ ! હું આપની આજ્ઞા લઈને વાણિજ્ય ગામમાં ગૌચરી માટે ગયો હતે. ગૌચરી માટે બધા લાઈનબંધ ઘર લેતા લેતા નિર્દોષ ગષણ કરતા મારી ગૌચરી પર્યાપ્ત થઈ ગઈ પછી હું ગામ બહાર આવે ત્યારે લોકોના મુખેથી મેં સાંભળ્યું કે ભગવાન મહાવીર સ્વામીને પરમભક્ત , અંતેવાસી આનંદ શ્રાવકે સંથારે કર્યો છે. આ સાંભળીને હું ત્યાં ગયે. તેનું શરીર એટલું બધું જીણું, સુકેભુકકે થઈ ગયું છે કે તેણે મને કહ્યું- હું મારા સ્થાનેથી ઉઠીને વંદન કરી શકું એટલી મારામાં શક્તિ નથી, માટે પ્રભુ આપ નજીક આવે, હું તેમની પાસે ગયે. - ભગવાન તો કેવળી છે. તે તે બધી વાત જાણે છે છતાં કહેતા નથી કે હે ગૌતમ! આ બધી વાત હું જાણું છું. તેમણે ગૌતમ સ્વામીની બધી વાત સાંભળી. ગૌતમ સ્વામીએ કહ્યું- પ્રભુ ! તે આનંદ શ્રાવકે મને વંદન કર્યા અને પછી પ્રશ્ન કર્યો કે હે ભગવાન!