________________
શારદા શિરોમણિ ]
[૯૭૩ આનંદ શ્રાવકને કહ્યું-તમારી વાત સાચી છે. મારી ભૂલની ક્ષમાપના કરવા આવ્યો છું. હું તમને ખમાવું છું. બંને પાત્ર ઉત્તમ છે. ગૌતમ સ્વામી મહાતપસ્વી, મહાજ્ઞાની હોવા છતાં તેમને શ્રાવકને ખમાવવા જતાં જરા પણ સંકોચ ન થયું. હું આવો માટે અને શ્રાવકને ખમાવું એવા ભાવ પણ ન આવ્યા. તેમનામાં નમ્રતા અને સરળતા હતી. આનંદ શ્રાવકના મનમાં પણ એવું અભિમાન ન આવ્યું કે ભગવાનના પ્રથમ ગણધર મને કેવા ખમાવવા આવ્યા! અંતે તે હું સાચે પડે ને! ના...ના...હાં, જરાય એવા ભાવ ન આવ્યા.
ગૌતમ સ્વામી આનંદ શ્રાવકને ખમાવીને ગયા, પછી ભગવાન મહાવીર સ્વામીએ વાણિજ્ય ગામમાંથી વિહાર કર્યો અને ધર્મોપદેશ આપતા થકા બીજા દેશમાં વિચરવા લાગ્યા. આનંદ શ્રાવક પિતાની આત્મસમાધિમાં મસ્ત રહેવા લાગ્યા. તેમણે ૨૦ વર્ષો સુધી શ્રાવકપણું પાળ્યું. ચૌદ વર્ષો સુધી શ્રાવકપણામાં ઘરમાં રહ્યા પછી ઘર છોડીને પૌષધશાળામાં જઈને શ્રાવકની ૧૧ ડિમાઓ સ્વીકારી. જેમ જેમ સાધનામાં આગળ વધતા ગયા તેમ તેમ તેમને ઉત્સાહ વધતો ગયો. છેવટે શરીર કૃશ થઈ ગયું ત્યારે જીવન-મરણ, માન-સન્માન કઈ જાતની આકાંક્ષા વગર સંથારો કર્યો. એક માસ સુથાર ચાલ્યો. પ્રભુના એકેક વચનને યાદ કરતાં સંથારામાં મસ્ત રહ્યા. સંથારામાં અંતિમ આલેચના કરી આયુષ્ય પૂર્ણ થતાં સમાધિ ભાવે મૃત્યુ પામીને પ્રથમ સૌધર્મ દેવલેકમાં ૩૨ લાખ વિમાન છે. તેમાં ઈશાન ખૂણામાં રહેલા અરૂણ નામના વિમાનમાં દેવ રૂપે ઉત્પન્ન થયા. ત્યાં ઘણા દેવોની સ્થિતિ ચાર પોપમની છે. આનંદ શ્રાવકનું આયુષ્ય પણ ત્યાં ચાર પલ્યોપમનું છે.
પછી ગૌતમ સ્વામીએ પૂછયું- હે ભગવાન ! તે આનંદ દેવ આયુષ્ય તથા ભવ સ્થિતિ પૂરી કરીને દેવ શરીરને છોડીને ક્યાં જશે અને કયાં ઉત્પન્ન થશે ? ભગવાને કહ્યું- હે ગૌતમ ! તે આનંદ દેવ દેવસ્થિતિ પૂરી કરીને મહાવિદેહ ક્ષેત્રમાં ખૂબ સુખી, સમૃદ્ધ, વૈભવશાળી કુટુંબમાં જન્મશે. સંસારનું આટલું સુખ મળવા છતાં તેમાં તે નિર્લેપ રહેશે, પછી મોટા થતાં ભોગને તિલાંજલી આપી ત્યાગ માર્ગને અંગીકાર કરશે. ખૂબ ઉત્કૃષ્ટ ભાવે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપની આરાધના કરી ઘાતી કર્મોનો ક્ષય કરી કેવળજ્ઞાન અને કેવળદર્શન પામશે. ઘણાં જીવને તારશે. આયુષ્ય પૂર્ણ થતાં સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થશે.
આપે પાંચ પાંચ મહિના સુધી એકધારું આનંદ શ્રાવકનું જીવન સાંભળ્યું. તમે શ્રાવક છે અને એ પણ શ્રાવક હતા. ભલે એ દીક્ષા ન લઈ શક્યા પણ સાધુ જેવું આદર્શ જીવન જીવી ગયા અને જીવન ઉજજવળ બનાવી ગયા. એકાવતારીનું પદ મેળવી ગયા. આત્માનો સાચો આનંદ પ્રાપ્ત કરી લીધે આ અધિકારમાંથી ઘણું ઘણું જાણવા મળે છે. સંસારમાં રહીને પણ આદર્શ જીવન કેમ જીવાય તે કળા આ અધિકારમાંથી જાણવા મળે છે. આ અધિકાર સાંભળીને ગૌતમ સ્વામી જેવા ગુણ, વિનય, સરળતા, ગુરૂભક્તિ, અર્પણતા આપણા જીવનમાં કેળવવાના છે. આનંદ શ્રાવક સંસારમાં રહેવા છતાં કેવું આદર્શ જીવન