________________
૯૭૨)
[ શારદા શિરેમણિ મારું મારું કરી કરીને, જગતમાં મહી રહ્યો,
જ્યાં કેઈ નથી કેઈનું, તું રાગ શું કરે........... ગંગામાં બેનપણને ઘેર રહે છે. બેનપણી, તેમના દીકરાઓ બધા માસીને શી વાતે રાખે છે પણ ગંગામાને પિતાનું દુઃખ ભૂલાતું નથી. એક વાર ગંગામાને ખૂબ તાવ આવ્યો. બેનપણી ગંગામાને લઈને ધર્મેશ ડૉકટરના દવાખાને ગઈ. ડૉકટરને કહ્યું, આ ગંગામાને ખૂબ તાવ આવે છે અને છાતીમાં દુખે છે. તમારે જે ફી લેવી હોય તે લેજે, જે બીલ કરવું હોય તે કરજે પણ ગંગામાને જલદી સારું થાય તેમ કરજે. ડૉકટર ગંગામાને તપાસતા હતા. તે સમયે મા દીકરાની આંખ મળી ગઈ. ગંગામાની આંખમાંથી આંસુ સરી પડ્યા. બેટા! મેં તને કઈ આશાથી મોટો કર્યો, ભણાવ્યા. નીલા ભૂલી તે ભલે ભૂલી પણ તું ય મને ભૂલી ગયો? તું ભણતો હતે ત્યારે કહેતું હતું કે બધાની સેવા કરીશ. સેવા કરવાને બદલે મને ધકકો મારીને ઘરમાંથી પણ કાઢી મૂકી. આપણા આંગણે એક ભિખારણે આવી હતી. તે કહે, કંઈક આપો. નીલા કહે, હું તને બટકું રોટલે ય નહિ આપું અને ભિખારણ કહે હું લીધા વિના જવાની નથી. બંને હઠે ભરાયા. મેં કહ્યું-તું કાલે આવજે પણ તે ત્યાંથી ખસી નહિ ત્યારે મને થયું કે કાલની વાસી રોટલી ઘણું પડી છે. લાવ, તેમાંથી આપું. મેં વહુને પૂછ્યા વિના પાંચ રોટલી ભિખારણને આપી. આથી નીલા ગમે તેમ બોલવા લાગી ને પછી સૂઈ ગઈ. બેટા ! આમાં મારો કોઈ વાંક ગુનો છે?
ડોકટરની અને નીલાની ખુલેલી દૃષ્ટિ : માતાની વાત સાંભળતા ડેકટરનું દિલ કવી ગયું. અરેરે.હું કયાં ભૂલ્યો ! મારી માતાએ કેટલા દુઃખ વેઠીને મહેનત મજુરી કરીને મને મોટો કર્યો, ભલે ને ડોકટર બનાવ્યું. એ માતાને મેં ઘરની બહાર કાઢી ! ડૉકટર તરત ઉભા થઈ ગયા ને માતાના ચરણમાં પડી ગયે. માતા! મને માફ કર, માફ કર ! હું ખરેખર તારા ઉપકારને ભૂ છું. પત્નીને ચઢાળે ચઢી ગયે ને તારી આ સ્થિતિ કરી. મને માફ કર. તરત ધર્મેશ માતાને ગાડીમાં બેસાડી ઘેર લઈ ગયે. પત્નીને કહી દીધું, જે તને મારી માતા ગમતી હોય તે ખુશીથી રહે અને ન ગમતી હોય તો પિયર ભેગી થઈ જા. હવે નીલા શું બોલે ? તે સમજી ગઈ કે હવે મારું ચાલશે નહિ. તેણે કહ્યું- તમારી બા એ મારી બા. બધા આનંદથી રહેવા લાગ્યા. ઘર સ્વર્ગ જેવું બની ગયું. છેવટે દૃષ્ટિ ખુલી ગઈ. કહેવાને આશય એ છે કે જેની એક વાર ખમ્મા ખમ્મા થતી હોય પણ તેના અશુભ કર્મને ઉદય થાય ત્યારે અંગજાત દીકરે પણ ઘરની બહાર કાઢી મૂકે છે. જેના પડ્યા બોલ ઝીલાતા હતા તેની ખબર પૂછવાના પણ સાંસા પડી જાય છે.
મહાન જ્ઞાની હોવા છતાં અમાપ નમ્રતાઃ ગૌતમ સ્વામીને ભગવાને કહ્યુંતમે આનંદ શ્રાવકને ખમાવી આવે. ભગવાનની આજ્ઞાને વિનયપૂર્વક તહત કરીને તરત ઊભા થઈ ગયા. ત્યાંથી રવાના થયા. એક શ્રાવકને ખમાવવા ગૌતમ સ્વામી જાય. તેમની કેટલી સરળતા ! કેટલી લઘુકમીતા! ગૌતમ સ્વામી આનંદ શ્રાવક પાસે ગયા. જઈને