________________
૯૭૦]
[ શારદા શિરેમણિ આપણે પણ જૈન છીએ. પાણી ગળ્યા વિના વપરાય નહિ. નીલા કહે તમને કહી દઉં છું કે તમારે કટકટ કરવી નહિ. ગંગામાં સમજી ગયા કે મારે નંબર કટકટમાં આવી ગયે. હવે કાંઈ બોલવું નહિ પણ વહુ ચુલે પંજે નહિ, પાણી ગળે નહિ તે મારાથી જોવાશે નહિ, છતાં નક્કી કર્યું કે કામ થાય તે જાતે કરવું અને ન થાય તે બોલવું નહિ. ધર્મેશને ખબર પડી ગઈ કે સાસુ વહુને બનતું નથી પણ તેણે નક્કી કર્યું કે મારે કેઈની બાબતમાં માથું મારવું નહિ.
ભિખારણે લીધેલી હઠ : એક દિવસ તેમના આંગણે એક ભિખારણ આવી. તેણે કહ્યું-હું ખૂબ ભૂખી છું, મને કંઈક આપે છે. ગંગામાં ગરીબ હતા પણ તેમના આંગણેથી કઈ દિવસ ગરીબને પાછો ન જવા દે. તે સમજતા હતા કે મેં પૂર્વભવમાં દીધું નથી એટલે આ ભવમાં મળ્યું નથી. હવે આ ભવમાં તે કંઈક આપું, એમ વિચારીને તે આપતા હતા પણ આજે ભિખારણ ઘણું કરંગરી છતાં નીલા કહે છે કે આજે તને એક બટકું પણ નહિ આપું. ભિખોરણું કહે છે તારા સાસુ મને કઈ દિવસ પાછી કાઢતા ન હતા અને હું આવું કેમ કરે છે ? પણ વહ એવી હઠે ચઢી કે હું આપીશ નહિ અને ભિખારણ એવી હઠે ચઢી કે હું લીધા વિના જવાની નથી, છેવટે ગંગામાને કહ્યું–મને થોડું તો આપો. બાઈ ! હવે મારે હકક નથી. હું આપું તો મારા ઘરમાં હોળી સળગે. તું કાલે આવજે પણ ભિખારણ એવી હઠે ચઢી કે બે કલાક થયા તે પણ ખસી નહિ, છેવટે ગંગામાના મનમાં થયું કે કાલની વાસી રોટલી પડી છે. લાવ તેને આપું. એમ વિચારીને વહુને પૂછળ્યા વિના પાંચ રોટલી ભિખારણને આપી. ભિખારણે મુખ પર એવા ભાવ બતાવ્યા કે નીલાભાભી ! મારે વટ રહી ગયે ને ! હું પાંચ જેટલીએ લઈ મારે વટ રાખીને જાઉં છું. એને વટ રાખવા જતાં ઘરમાં વટ થઈ ગયે.
બા ત્યાં હું નહિ અને હું ત્યાં બા નહિ : નીલા તો ખાટલો ઢાળીને સૂઈ ગઈ. ગંગામાના મનમાં થયું કે હમણું મારે દીકરો થાક પાક, ભૂખે તરો આવશે અને મારું મુખ પડેલું છે તે મને પૂછશે. હું કાંઈ કહેવા જઈશ તે ભડકે થશે. એ કરતાં હું પણ અંદર જઈને સૂઈ જાઉં. ગંગામાં ઓઢીને સૂઈ ગયા. થોડી વાર થઈ ત્યાં ધર્મેશ આવ્યા. નીલાને સૂતેલી જોઈને પૂછયું-તને શું થયું છે ? નીલા તે ધ્રુસકે ધ્રુસ્કે રડવા લાગી. સાસુ માટે જેમ તેમ બોલવા લાગી અને કહ્યું છે ત્યાં નહિ અને હું ત્યાં બા નહિ. કાં તે મને રાખે, કાં તે બાને રાખો. બાને જુ હવે મારાથી સહન થતો નથી. તેણે તે સાસુના વિરુદ્ધમાં એવી વાતો કરી કે તે પતિના ગળે ઉતરી ગઈ. તરત ત્યાંથી ઉઠે ને બાની પાસે જઈ તેનું કાંડું પકડીને કહ્યું- તું ઘરની બહાર નીકળી જા. જે દીકરો એક વખત માતાને તીર્થ સમાન માનતો હતો તે દીકરો આજે માતાને ઘર બહાર કાઢવા તૈયાર થયે. માતાએ કહ્યું- બેટા ! તું મને ઘર બહાર કાઢીશ તેમાં તારી ઈજજત, આબરૂ જશે. બા ! તમે એની ચિંતા ન કરશે. તમે ઘરની બહાર નીકળી જાવ.