________________
૯૬૮ ]
[ શારદા શિરોમણિ જરૂરી છે કે આ જીવન શા માટે મળ્યું છે ? અને તેને ઉપયોગ કેવી રીતે કરવાને છે? મોટર કેઈ અનાડી, અબૂધના હાથમાં સોંપવામાં આવે તો તે મોટરને નુકશાન પહોંચાડે અને કયારેક પોતાની જાતને પણ જોખમમાં મૂકી દે તેમ આ જીવનરૂપી મોટર કુગુરૂને સોંપવામાં આવે તો લાભને બદલે વધુ નુકશાન થવાની શકયતા રહે છે પણ જે સદ્દગુરૂના ચરણે સોંપવામાં આવે તે આપણું જીવન મેટરને સલામત રાખશે, કયારેક આડા રસ્તે જશે તે પણ તેઓ સુધારશે. - ગૌતમસ્વામીને તો ત્રણ જગતના નાથ એવા ગુરૂ ભગવંત મળી ગયા છે. ગૌતમ સ્વામીએ ભગવાન પાસે પોતાની વાત રજુ કરી. આ તે કેવળી ભગવંત હતા. પિતાના પટ્ટ શિષ્ય હોવા છતાં તેમની ભૂલ છે તે ભૂલ કહેવામાં જરાય સંકોચ ન રાખ્યો. તેમની જરા જેટલી ભૂલ પણ ઢાંકી નહિ. અરે, આપણા શાસનનાયક ભગવાનને જીવન ઇતિહાસ તપાસો. તેમણે કયાંય પોતાના દેષને છૂપાવ્યા નથી. ભગવાને ગૌતમ સ્વામીને કહ્યું- હે ગૌતમ ! આનંદ શ્રાવકની વાત સાચી છે. તેમણે તમને અવધિજ્ઞાનમાં જેટલું જોયાની વાત કરી તેટલું તેમણે જોયું છે. તેમને એવું વિશાળ અવધિજ્ઞાન થયું છે, માટે હે ગૌતમ ! તે આનંદ શ્રાવક સાચા છે. તે પ્રાયશ્ચિતના અધિકારી નથી પણ તમે તેમને કહ્યું કે શ્રાવકને આટલું અવધિજ્ઞાન થાય નહિ, તેમ તમે બોલ્યા માટે તેનું તમને પાપ લાગ્યું છે માટે પ્રાયશ્ચિતના અધિકારી તમે છો. તમે એમની અશાતના કરી છે માટે તમે ત્યાં જાવ ને આનંદ શ્રાવકને ખમાવો. એની પાસે ક્ષમાયાચના કરે.
ગુરુ આજ્ઞામાં કેટલી અર્પણતા : બંધુઓ ! આવા ચાર જ્ઞાનના ધારક ગૌતમ સ્વામીને પ્રભુએ કહ્યું-તમે આનંદ પાસે ભૂલની ક્ષમા માંગે. અહાહા.....આવા ઉત્તમ પુરૂષને એક શ્રાવક પાસે ક્ષમા માંગવા જવું એ સામાન્ય કામ નથી. તમારે કોઈની સાથે સામાન્ય બાબતમાં મનદુઃખ થયું હોય તે પણ ક્ષમા માંગવા તૈયાર નથી. જ્યારે આ તે સાધુએ શ્રાવકને ખમાવવા જવાનું છે. ગૌતમસ્વામીને છઠ્ઠનું પારાયું છે. હજુ ગોચરી કરીને આવ્યા છે. ભગવાને કહ્યું-તમે આનંદ પાસે જઈને તેને ખમાવી આવે. તેમના મનમાં વિચાર પણ ન આવ્યું કે પારણું કરીને જઈશ. પ્રભુની આજ્ઞા થતાં તરત ઊભા થઈ ગયા. ગુરૂ આજ્ઞામાં કેટલી અર્પણતા ! કેટલે વિનય ! મનમાં જરાય ખેદ કે દુઃખ નહિ. કેઈ અપીલ કે દલીલ નહિ. તે સમજે છે કે મારા ભગવાન મને જે કંઈ કહે તે મમ રામોત્તિ વેડ્ડાણ મારા લાભ માટે, મારા શ્રેય માટે અને કલ્યાણ માટે છે. જે ભગવાન મને મારી ભૂલ ન સમજાવે તો મને ભૂલનું ભાન ક્યાંથી થાય? મારા ભગવાન તે કેવળી છે. તેમના વચનમાં જરાય શંકા હોય નહિ. - જ્યારે આત્મા પિતાના દોનું દર્શન કરશે ત્યારે એની નાવડી તરતા વાર નહિ લાગે અને બીજાના દેશે જોશે તો નાવડી તરવાની નથી. જીવે જે કર્મો બાંધ્યા તે ઉદયમાં તો આવવાના છે. અરે ! કર્મરાજાએ તે આપણું પર કેટલી કૃપા કરી છે. જે કર્મ બાંધ્યું તેને અબાધાકાળ પડે. જે કર્મની જેટલી ક્રોડાકોડ સાગરોપમની સ્થિતિ